SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૮૧ પોતાનાથી મહાન બનાવે છે. આ પ્રમાણે વિચારીને વિદ્યાસિદ્ધ કહ્યું: હે કુમાર! આ વિદ્યાને યોગ્ય નથી. માખીના મુખમાં ગ્રહણ કરાતું નાળિયેર શોભતું નથી. (માખી તેના ઉપર વિષ્ઠા કરીને નાળિયેરને બગાડી નાખે છે.) તારું વચન મારા માટે ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. એથી જો તેને વિદ્યા આપું તો આ નક્કી જ અનર્થને પામે. આ પ્રમાણે ઘણી રીતે કુમારને કહેવા છતાં કુમારે બ્રાહ્મણને વિદ્યા આપવાના આગ્રહને ન મૂક્યો. આથી વિદ્યાસિદ્ધ તેને પણ વિદ્યા આપીને અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણે વિદ્યાનો ઉપહાસ કર્યો. પછી હસી રહેલા બ્રાહ્મણે કહ્યું: હે કુમાર! નક્કી તું અતિશય સરળ છે, જેથી આવા ધુતારાઓના પણ વચનમાં વિશ્વાસ કરે છે. આવા ધુતારાઓથી છેતરાયેલા ઘણા સજ્જનોને મેં જોયા છે. વિદ્યાના ગુણોનું કથન પણ પ્રપંચ જ છે એમ હું જાણું છું. કારણ કે વચનમાત્રથી અહીં શું આપવાનું છે? જો આ સાચું હોય તો આપણે ગુણોથી રહિતને પણ વચનમાત્રથી ગુણી કહીએ. આ પ્રમાણે પ્રલાપ કરતા તેણે ઘણો ઉપહાસ કર્યો એટલે કુમારે વિચાર્યું હૃદય! આ અપાત્ર જ છે. આમ વિચારીને તેણે કહ્યું. હે મહાનુભાવ! આ પ્રમાણે વિચારવું પણ યોગ્ય નથી, તો પછી બોલવું તો કેવી રીતે યોગ્ય હોય? કારણ કે આખું જગત આ પ્રમાણે એક સરખું નથી હોતું. યુગનું પરિવર્તન થઈ જાય તો પણ જગતમાં આવા પુરુષો અસત્ય ન બોલે. અસત્ય પ્રતિજ્ઞાવાળા પુરુષોની પ્રવૃત્તિ કુશળપુરુષોથી જાણી શકાય જ છે. (૧૦૦) જેઓ ત્રિભુવનને ચિત્તરૂપ તુલાપાત્રમાં મૂકીને દૃષ્ટિરૂપી ત્રાજવાથી તોળે છે અને જેઓ નિપુણ પુરુષોના વાદમાં જયને મેળવે છે તેમનું ખંડન કોણ કરે? તે તું કહે. આ પ્રમાણે ઘણી રીતે ફરી ફરી કહેવાતો હોવા છતાં બ્રાહ્મણ ઉપહાસ કરે છે. પછી ફરી પણ કોઈક રીતે કુમાર વડે ઘણું કહેવાતા(=સમજાવાતા) તેણે વિદ્યાને સાધવાનું સ્વીકાર્યું. પુરંદરકુમારે વિદ્યાને સિદ્ધ કરી. પછી રાજપુત્ર સિદ્ધ કહેલી વિધિને કરીને તેનાથી જ કહેવાયેલા દિવસે મહાન અરણ્યમાં, મહાન શમશાનમાં મંડલનું આલેખન કરીને વિદ્યા જપવાનું શરૂ કર્યું. શાકિની, વેતાલ અને ભૂત વગેરેએ ઘણા મોટા ઉપસર્ગો કર્યા. પછી કુમારના સત્ત્વથી પ્રસન્ન થયેલી, કપોલતલ ઉપર રેખા કરતા મોટા કુંડલો જેને કાનમાં ધારણ કર્યા છે, ધ્વનિ કરતી શ્રેષ્ઠમણિની ચૂડીઓ જેણે હાથમાં પહેરી છે, જે ઝાંઝરના અવાજથી દિશાઓને ભરી રહી છે, જેની હારલતા હાલી રહી છે, એવી વિદ્યા શ્રેષ્ઠરૂપ કરીને પ્રત્યક્ષ થઇ. વિદ્યાએ કહ્યું: હે અનંત સાહસવાળા! હું સદા માટે તેને સિદ્ધ થઈ છું. પણ બ્રાહ્મણ કયાં ગયો? અથવા કયાં રહે છે? ઇત્યાદિ ચિંતા તારે ન કરવી. અવસરે આ સ્પષ્ટ થશે. તેણે અહો! અહીં ગંભીર આ શું થયું? આ કેવી રીતે જાણવું? ઇત્યાદિ વિચાર્યું. તો પણ તેણે તે સ્વીકાર્યું. પછી વિદ્યાની સેવા કરી. ત્યારબાદ વિદ્યાએ આપેલ સુવર્ણને લઇને
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy