SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૭૯ બાણોને ખગરૂપી લતાથી ખંડિત કરતો અને જલદીથી જતો રાજપુત્ર સિંહ હાથીની પાસે જાય તેમ તેની પાસે ગયો. (૫૦) તેણે પલિપતિને કહ્યું: વૃક્ષના પત્રસમૂહની જેમ તારો પરિવાર અસમર્થ છે. તેથી બિચારા તેને મારવાથી શું? તું જ તૈયાર થા. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે કોપ અને ભયથી વ્યાકુલ થયેલા પલિપતિએ બાવલ્લ, ભાલો અને તોમરોથી એકી સાથે તેના ઉપર પ્રહારો કર્યા. રાજપુત્રે કુશળતાથી દુર્જનના વચનની જેમ તેણે મૂકેલા શસ્ત્રોની અવગણના કરી, લક્ષ્યને પ્રાપ્ત કર્યા વિના જ બધાં શસ્ત્રો નિષ્ફળ થયાં. પછી કૂદકો મારીને લુંટારા એવા તેના રથ ઉપર ચડીને, તે ચોરની છાતી ઉપર પગને રાખીને અને હાથને હાથથી પકડીને ધુરીને ખેંચીને કુમારે કહ્યું- હે દુષ્ટ! બોલ, તને કયા પ્રદેશમાં હણું? દિન એવા તેણે કહ્યું: હું તારા શરણે આવ્યો છું. હે મહાયશ! શરણે આવેલાઓને જે પ્રદેશોમાં હણાય તે પ્રદેશમાં તું મને હણ. પલ્લિપતિએ આ પ્રમાણે કહ્યું એટલે કુમારે વિચાર્યું. ખરેખર! આ વચનથી આ મારવાનો નિષેધ કરે છે. કારણ કે મહાપુરુષો શરણે આવેલાઓને મારતા નથી. કહ્યું છે કે-“ચક્ષુરહિત, દીનવચની, હાથ-પગથી રહિત, બાલ, વૃદ્ધ, બહુક્ષમાવંત, વિશ્વાસે રહેલ, રોગી, સ્ત્રી, સાધુ, વ્રણયુક્ત (ઘાવવાળો), શરણે આવેલ, દુઃખી અને વિપત્તિમાં પડેલાને જે નિર્દય પુરુષો મારે છે તે સાત કુલને સ્પષ્ટ સાતમા પાતાળમાં ( નરકમાં) લઈ જાય છે.” આ પ્રમાણે વિચારીને રાજપુત્રે તે પલિપતિને મૂકી દીધો. તેથી પલ્લિપતિએ ચરણોમાં પડીને કુમારને કહ્યું: હે સુંદર! હું તારો કિંકર છું. મારું મસ્તક તને આધીન છે. તે મસ્તકને ત્યાં મૂક કે જ્યાં એ યોગ્ય થાય. વળી બીજું, તમે પલ્લિમાં આવો, જેથી હું તમારું સ્વાગત કરું. કુમારે કહ્યું: શું અહીં નમસ્કારથી બીજું પણ સ્વાગત છે? પ્રણિપાતથી જ ઉત્તમપુરુષોના હૃદયોને આકર્ષી શકાય છે. ધન આદિના દાનથી તુચ્છપુરુષો જ સંતોષને પામે છે. વળી બીજું, દેશોને જોવાના કુતૂહલથી મારે અતિશય દૂર જવાનું છે. એથી તું રજા આપ, જેથી આગળ જઈએ. પછી કુમારને નમીને વજભુજ ઇચ્છિત સ્થાનમાં ગયો. વિદ્યાસિદ્ધ પુરંદરકુમારને વિદ્યા આપી. કુમાર પણ બ્રાહ્મણની સાથે આગળ ચાલ્યો. વિવિધ પ્રકારના વૃક્ષખંડોને જોતો અને તેમાં સરસ ફલસમૂહને ખાતો તે ક્રમે કરીને નંદિપુર નગરમાં આવ્યો. ત્યાં નંદનવન સમાન મનોહર બહારના ઉદ્યાનમાં વાવડીમાં સ્નાન કરીને આરામ કર્યો. ત્યાં જેટલામાં બ્રાહ્મણની સાથે વાતથી એક ક્ષણ પસાર કરે છે તેટલામાં શરદઋતુની પૂનમના ચંદ્રસમાન મુખવાળા, વિકસિત કંદમાં થયેલા પર્ણ સમાન (વિશાળ) નયનવાળા, અશોકવૃક્ષના પલ્લવસમાન લાલહાથપગવાળા, નગરની ભૂંગળસમાન (લાંબા) બાહુવાળા, શ્રેષ્ઠ નગરના દરવાજા સમાન (પહોળી) છાતીવાળા, શ્રેષ્ઠ સુવર્ણ સમાન કાંતિથી શોભતા, મોગરાના પુષ્પોના સમૂહ સમાન (સફેદ) દાંતવાળા, ચંદ્રની જેમ સર્વ અંગોમાં સૌમ્યતાનો આધાર અને મહાન પ્રભાવવાળા
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy