SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર- પ૩ અગિયારમો ભવ ત્યારબાદ બન્ને શરીરની સંલેખના કરીને આયુષ્યના અંતે સાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયા. બારમો ભવ મેઘરથનો જીવ દેવલોકમાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં શ્રી 'વિશ્વસેન રાજાની અચિરા રાણીની કુક્ષિમાં ભાદરવા વદ સાતમ તિથિમાં પુત્રપણે અવતર્યો. જે રાતે આ જીવ માતાની કુક્ષિમાં અવતર્યો તે રાત્રિમાં માતાએ શ્રેષ્ઠ ચૌદ સ્વપ્નો જોયાં. માતાની કુક્ષિમાં અવતરેલા મેઘરથના જીવે ઉપદ્રવ કરનાર ગ્રીષ્મઋતુના સમયે અતિશય ગરમ થયેલા સઘળાય પૃથ્વીતળને ચંદ્રની જેમ શાંત કર્યું. હવે સૌધર્મેન્દ્ર ત્યાં આવીને માતાની સ્તુતિ કરી. પછી તમારા ઉદરમાં તીર્થકરનો જીવ અવતર્યો છે એમ કહીને ઘરને ધનના ભંડોળથી ભરી દીધું. પછી સાધિક નવમાસ સુધી ગર્ભમાં રહીને જેઠ વદ તેરસના દિવસે ત્રિભુવનસ્વામી જન્મ પામ્યા. છપ્પન દિકુ કુમારીઓની ભક્તિ ત્યારબાદ આસન કંપવાથી જિનજન્મને જાણીને આઠ દિકકુમારીઓએ અધોલોકમાંથી આવીને (જિનને અને) જિનમાતાને નમીને પોતે કેમ આવી છે ઇત્યાદિ કહ્યું. પછી [ઇશાન દિશામાં જન્મગૃહ (=સૂતિકાઘર) બનાવ્યું. પછી] બધી તરફથી જન્મગૃહથી એક યોજન સુધી ભૂમિને (સંવર્ત) વાયુ વડે શુદ્ધ કરી. પછી જિનગુણોને ગાતી ત્યાં જ રહી. બીજી આઠ દિકકુમારીકાઓએ ઊર્ધ્વલોકમાંથી ત્યાં આવીને શુદ્ધ કરેલી ભૂમિની ધૂળને મેઘના પાણીથી (=સુગંધી જલવૃષ્ટિથી) શાંત કરી=ઊડે નહિ તેવી કરી. પછી પુષ્પવૃષ્ટિ કરીને જિનગુણ ગાતી ત્યાં રહી. આઠ દિકકુમારીકાઓ પૂર્વદિશાના રુચકદ્રીપથી આવીને (મુખ જોવા માટે) હાથમાં દર્પણ લઈને જિનગુણ ગાતી ત્યાં રહી. આઠ દિકુમારીકાઓ દક્ષિણ દિશાના ચક્રીપથી આવીને હાથમાં ભંગાર(=જળથી ભરેલા કળશો) લઇને ઊભી રહી. આઠ દિકકુમારીકાઓ પશ્ચિમ દિશાના રુચકતીપથી આવીને (પ્રભુને તથા માતાને પવન નાખવા માટે) હાથમાં વીંઝણો લઈને ઊભી રહી. આઠ દિકકુમારીકાઓ ઉત્તર દિશાના ચકદ્વીપથી આવીને (પ્રભુજીને વીંઝવા માટે) હાથમાં ચામર લઈને ઊભી રહી. | વિદિશામાં રહેનારી ચાર દિકકુમારીકાઓ સૂચકદ્રીપથી આવીને હાથમાં દીપક લઈને ચારે દિશામાં ઊભી રહી. બીજી ચાર દિકુમારીકાઓએ મધ્ય ચકદીપથી આવીને ભગવંતના નાળને ચાર આંગળ જેટલો રાખીને છેદી નાખ્યો. પછી તેને ખોદેલા ખાડામાં દાટી, તથા તે ખાડાને વિવિધ રત્નોથી પૂર્યો. પછી તેના ઉપર મોટું પીઠ બનાવ્યું. તે પીઠને દુર્વાથી બાંધ્યું. જન્મદરની પશ્ચિમ દિશાને છોડીને ત્રણ દિશાઓમાં સિંહાસન અને ચારશાળા (=ચાર
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy