SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨-અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર તપ ઉત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરે છે (=શુક્લધ્યાન થાય છે) ત્યારે પરમ મોક્ષ ઉત્પન્ન થાય છે=પ્રાપ્ત થાય છે તેથી હું પણ સુગુરુની પાસેથી સિદ્ધાંતરૂપ મંત્રને ગ્રહણ કરીને એ પ્રમાણે કરું, જેથી ઇચ્છિત સુખોને મેળવું. સંવેગને પામેલો વજાયુધ મહારાજા આ પ્રમાણે જેટલામાં વિચારે છે તેટલામાં સહસા કાલનિવેદકે પ્રવેશ કરીને કહ્યુંઃ જેવી રીતે શ્રેષ્ઠ મહામુનિવર જ્ઞાનવડે પાપને હણે તે રીતે સૂર્ય તેજ વડે અંધકાર સમૂહને હણીને ઉદયને પામે છે. આથી રાજાએ વિચાર્યુંઃ કાલનિવેદકે આમ કહીને સ્પષ્ટ સૂર્યોદયને જણાવ્યો છે. આ વચન મારી પણ સંશયરહિત કાર્યસિદ્ધિને કહે છે. સહસ્રાયુધની સાથે વજાયુધની દીક્ષા ત્યારબાદ સવારનાં કાર્યો કરીને રાજસમૂહને બોલાવ્યો. પછી રાજાએ બધાની સમક્ષ પોતાનો ભાવ જણાવીને સહસ્રાયુધ કુમારને રાજ્ય સ્વીકારવા માટે કહ્યુંઃ કુમારે પણ કહ્યું: હે પિતાજી! જો આપે આ સંસાર શ્મશાનના વન જેવો છે એમ નિશ્ચિત કર્યું છે અને સંસારદુઃખને દૂર કરવાનો ઉપાય આપે જો નિશ્ચિત કર્યો છે તો દુઃખભીરુ અને સુખાભિલાષી એવા મારે પણ તે ઉપાય શું ઉચિત નથી? આ પ્રમાણે કુમારના પણ દીક્ષા લેવા માટે અતિશય ઉત્સુક ભાવને જાણીને રાજાએ સહસ્રાયુધના પુત્ર બલિને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. નવમો ભવ પછી વજાયુધ રાજાએ સહસ્રાયુધની સાથે ક્ષેમંકર આચાર્યની પાસે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો. ઉગ્ર તપ કરીને, દીર્ઘકાલ સુધી દીક્ષાપર્યાયને પાળીને, અંતે પાદ-પોપગમન અનશન કરીને, સંયમની સુંદર આરાધના કરીને, મહાસત્ત્વવંત તે બંને એકત્રીસ સાગરોપમની સ્થિતિવાળા ઉપરના ત્રૈવેયકો (નવમી ત્રૈવેયક)માં અહચિંદ્ર દેવપણાને પામ્યા. દશમો ભવ મેઘરથ-દૃઢરથ આ તરફ જંબુદ્વીપમાં મહાવિદેહના પૂર્વવિભાગમાં પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકિણી નગરી છે. તેમાં પ્રચંડ પરાક્રમરૂપ પવનથી શત્રુસમૂહરૂપ વાદળસમૂહનો નાશ કરનાર ધનરથ નામનો મહારાજા હતો. તેની પદ્માવતી અને મનોરમમતી નામની બે ઉત્તમ પત્નીઓ હતી. ત્યારબાદ વજાયુધનો જીવ દેવપણાથી ચ્યવીને પદ્માવતીરાણીનો મેઘરથ નામે પુત્ર થયો. સહસ્રાયુધનો જીવ મનોરમતિ રાણીનો દૃઢરથ નામે પુત્ર થયો. ત્યાં બંને કલાની વૃદ્ધિથી અને શ૨ી૨વૃદ્ધિથી વધવા લાગ્યા. પૂર્વભવના અભ્યાસથી જિનધર્મ દૃઢપણે પરિણામ પામ્યો. હવે એકવાર ધનરથ રાજા મેઘરથ પુત્રને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લઇને તીર્થંકર કેવલી થયા. મેઘરથ પણ દૃઢરથની સાથે જીવાદિ પદાર્થોના રહસ્યને જાણીને શ્રાવકધર્મને પ્રયત્નપૂર્વક પાળવા લાગ્યા. (૨૫) હવે એકવાર તે બંનેએ કુમારને રાજ્ય ઉપર સ્થાપિત કરીને પિતા તીર્થંકરની પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. ત્યાં કર્મરૂપ કાષ્ઠોને બાળનારા, ચારિત્રમાં ઉદ્યમવાળા અને શુદ્ધલેશ્યાવાળા મેઘરથે તીર્થંકર નામગોત્રકર્મ ઉપાર્જન કર્યું.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy