SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૪૧ કિનારે રમણીય વિજય છે. તેમાં કુબેરની નગરીની જેમ સુપુણ્યવાન લોકોથી લેવાયેલી, સ્વર્ગગંગાની જેમ મહાન શ્રેષ્ઠીઓથી આશ્રિત કરાયેલી, સમુદ્રની ભરતીની જેમ આનંદિત માણસોથી વાસ કરાયેલી સુભગા નામની નગરી છે. તે નગરીમાં મેરુની જેમ ગિરિ પ્રધાન, કમલગર્ભની જેમ લક્ષ્મીનિવાસ, સૂર્યની જેમ દનસહિત ભોગની ઉપમાથી સાગર જેવો સાગર નામનો રાજા હતો. તેની સર્વ અંતઃપુરમાં પ્રધાન બે પત્નીઓ હતી. એકનું નામ વસુંધરી હતું અને બીજીનું નામ અનંગસુંદરી હતું. ત્યારબાદ પ્રાણત( દશમા) દેવલોકમાં વીસ સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને અમિતતેજનો જીવ ચ્યવીને વસુંધરીનો અપરાજિત નામે પુત્ર થયો. શ્રીવિજયનો જીવ અનંગસુંદરીનો અનંતવીર્ય નામનો પુત્ર થયો. આ પ્રમાણે તે બંનેય ત્યાં કલાસમૂહથી વૃદ્ધિ પામે છે. દેહની સમ્યગૂ ઉન્નતિથી પુષ્ટ થાય છે. વિવિધ ક્રીડારસોથી ક્રીડા કરે છે. રમતથી ત્રિક, ચતુષ્ક અને ઉદ્યાન આદિમાં ફરે છે. વિવિધ કુતૂહલોને જુએ છે. મહાપુરુષોના ચરિત્રોને પ્રગટ કરે છે= બીજાઓને કહે છે, યત્નપૂર્વક ગુરુવચનોને અનુસરે છે, યાચકસમૂહને ખુશ કરે છે. રૂ૫ વગેરેના મદથી કલુષિત બનતા નથી. વિજ્ઞાન આદિ સિદ્ધિઓથી ચંચલ બનતા નથી =અભિમાની બનતા નથી. વિનયથી સજ્જનોના હૃદયને આકર્ષે છે. નિર્મલગુણોથી માતા-પિતાની ચિત્તવૃત્તિઓને હર્ષથી પૂર્ણ કરે છે. આ પ્રમાણે તે બંન્નેનો ગુણસમૂહવાળો પરસ્પર સ્નેહ રહેલો છે. સ્વજનોની જેમ તેમનામાં ઉપકાર દૂર સુધી વૃદ્ધિ પામ્યો. તે બન્ને પરસ્પર તેવા રાગવાળા છે કે જેથી ભારંડપક્ષીની જેમ એકક્ષણ પણ એકબીજા વિના રહી શકતા નથી. હવે કોઈવાર દમિતારિ નામના દુશ્મન વિદ્યાધરજૂરને તે બન્નેએ પોતાના પરાક્રમગુણથી મારી નાખ્યો. ત્યારબાદ અનંતવીર્ય વાસુદેવ થયો, અને અપરાજિત બલદેવ થયો. તેમનો પિતા તેવા પ્રકારનું પ્રવ્રજ્યાનું આચરણ કરીને અસુરકુમારોમાં ચમરેંદ્ર તરીકે ઉત્પન્ન થયો. અનંતવીર્ય પણ રાજ્યને પાળીને નરકનું આયુષ્ય બાંધીને, કાળ કરીને, બેતાલીસ હજાર વર્ષ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીનાં નરકોમાં (=પહેલી નરકમાં) નારક તરીકે ઉત્પન્ન થયો. ત્યાં તીવ્ર વેદનાઓ અનુભવે છે. ત્યાં ક્યારેક પૂર્વભવના પુત્રના સ્નેહરાગથી ચમરેંદ્ર જઈને તેની વેદનાને ઉપશાંત કરે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે- શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીર ૧. અહીં ચર્થક શબ્દો છે. સુપુષ્યાન નો અર્થ બંને પક્ષમાં સમાન છે. મહેસર શબ્દનો સ્વર્ગગંગાના પક્ષમાં મહાદેવ અર્થ છે, અને સુHM શબ્દનો સમુદ્રની ભરતીના પક્ષમાં દેવ અર્થ છે. કારણ કે જંબુદ્વીપની જગતીમાં આવેલા ગવાક્ષમાંથી દેવ-દેવીઓ ભરતીને નિહાળે છે. ૨. રાજાના અર્થમાં રિ એ પ્રયોગ f (વાણી) શબ્દનું સપ્તમી એકવચન સમજવું. ઉરિ પ્રધાન એટલે વાણીમાં પ્રધાન, અર્થાત્ સુંદર વાણી બોલનારો. ૩. રાજાના અર્થમાં લક્ષ્મી એટલે સંપત્તિ. કમલગર્ભના અર્થમાં લક્ષ્મી એટલે લક્ષ્મી દેવી. ૪. સૂર્ય લે છે એના કરતાં દાન વધારે કરે છે. કહેવાય છે કે સૂર્ય પૃથ્વીમાંથી રસ લે છે. પણ હજારગણું આપવા માટે લે છે. આથી તેનો ભોગ દાનપૂર્વક છે. ૫. સાગર નદીઓનું પાણી લે છે. પણ લોકોને રત્નો આપે છે. આથી તેનો ભોગ દાનપૂર્વક છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy