SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર આ પ્રમાણે મોહરૂપ મહાવિષથી વિહ્યલ બનેલા લોકમાં તીર્થંકરને ગાડી જાણ. હે રાજન! જો અપ્રમત્ત બનીને લોકો તીર્થકરે ઉપદેશેલી યતિજનને કરવા યોગ્ય ક્રિયામાં સિદ્ધાંત રૂપી મંત્રનો જાપ કરે તો એકલા પણ તે ત્રિભુવનના મોહરૂપ વિષનો નાશ કરવા માટે સમર્થ છે. તીર્થકર લોકોના પરમ કાણિક નિષ્કારણ બંધું છે. આ પ્રમાણે મુનિવચનનો કેટલોક ભાવાર્થ સંક્ષેપથી આપને કહ્યો. હે રાજનું! બાકીનો ભાવાર્થ હમણાં કહ્યું તે પ્રમાણે સ્વયં જાણી લેવો. અમિતતેજ-શ્રીવિજયની દીક્ષા આ પ્રમાણે સાંભળીને રાજા કોઈક અપૂર્વ સંવેગને ધારણ કરવા લાગ્યો. મસ્તકે અંજલિપુટ (= બે હાથ જોડેલા) કરીને અને નમીને રાજાએ મુનીશ્વરને કહ્યું. હે મુનિવર ! આ સત્ય છે. મોહરૂપ વિષથી બેચેન બનેલા અમારા વડે પણ આટલા કાળ સુધી આત્મા જરા પણ ન વિચારાયો. તેથી તે શ્રેષ્ઠ જ્ઞાનના નિધાન ! કૃપા કરીને આ કહો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ? હે શ્રેષ્ઠ નર ! હવેથી તું છવીસ દિવસનું આયુષ્ય ધારણ કરશે, અર્થાત્ હવે તારું આયુષ્ય છવીસ દિવસનું બાકી રહ્યું છે. આમ કહીને તે મુનિ જલદી અદશ્ય થઈ ગયા. તેથી વિસ્મય પામેલો રાજા આ પ્રમાણે વિચારવા લાગ્યો કે આ શું ઇદ્રજાલ છે ? અથવા આ શું મનનો મોહ(= બ્રાંતિ) છે ? અથવા આ શું સ્વપ્ન છે ? અથવા આમાનું એકેય નથી. (૨૫) કિંતુ મારું થોડું આયુષ્ય જાણીને મને પ્રતિબોધ પમાડવા માટે પરોપકાર કરવામાં જ રસવાળા આ મુનિ અહીં આવ્યા. મોહવિષથી બેચેન બનેલા મને અહીં તેમણે પ્રતિબોધ પમાડ્યો. હવે તે મહાભાગ્યશાળી પોતાના કાર્ય માટે ક્યાંક જતા રહ્યા. તેથી હવે મારે પોતાના કાર્યમાં ક્ષણવાર પણ વિલંબ કરવો એ યોગ્ય નથી. પરંતુ સૈન્ય ચડી આવ્યું છતે વિશ્વાસમાં રહેનારો સુભટ શું શોભે છે ? અર્થાત્ નથી શોભતો. આ પ્રમાણે વિચારીને રાજા નગરમાં ગયો. પોતાના રાજ્ય ઉપર પોતાના પુત્રનો અભિષેક કર્યો. અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યો. ત્યારબાદ જિનોક્ત વિધિથી જગનંદન નામના સાધુની પાસે મહાન આડંબરપૂર્વક દીક્ષા લીધી. એ પ્રમાણે અમિતતેજ વિદ્યાધર રાજાએ પણ વિપુલમતિ નામના મહામુનિની પાસે પોતાનું આયુષ્ય છવીસ દિવસ જેટલું બાકી રહ્યું છે એમ સાંભળીને, રાજ્ય ઉપર પોતાના પુત્રને સ્થાપીને, જિનેશ્વરોની પૂજા કરીને, અભિનંદન સાધુની પાસે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પાંચમો ભવ પછી ઉગ્ર તપ કરીને અંતે પાદપોપગમન અનશન કરીને, સમ્યમ્ આરાધના કરીને બંને પ્રાણત (= દશમાં) દેવલોકમાં ઉત્પન્ન થયા. (છઠ્ઠો ભવ) અપરાજિત બલદેવ-અનંતવીર્ય વાસુદેવ આ તરફ આ જ જંબૂદ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણ તરફના
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy