SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર પ્રભુને પૂછે છે કે- હે ભગવંત! અસુરકુમારો નીચે જઈ શકે છે? હા જઈ શકે છે. હે ભગવંત! અસુરકુમારો નીચે કેટલું જઈ શકે છે? હે ગૌતમ! સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે. પણ ત્રીજી પૃથ્વી સુધી ભૂતકાળમાં ગયા છે અને ભવિષ્યકાળમાં જશે. (અર્થાત્ ત્રીજી પૃથ્વીથી નીચે ક્યારેય ગયા નથી અને જશે પણ નહિ) હે ભગવંત! અસુરકુમારો કયા કારણથી ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે? હે ગૌતમ! પૂર્વ વૈરીને દુઃખ પમાડવા માટે અને પૂર્વપરિચિતની વેદના ઉપશાંત કરવા માટે ગયા છે અને જશે. આ પ્રમાણે અનુકરકુમારો ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે. - સાતમો ભવ બંધવિયોગથી અત્યંત દુઃખી થયેલા અપરાજિત બળદેવે પુત્રને રાજ્ય આપી જયધર નામના ગણધરની પાસે દીક્ષા લીધી. ત્યાં સારી રીતે દીક્ષાને આરાધીને અશ્રુત(=બારમા) દેવલોકમાં ઇદ્ર તરીકે ઉત્પન્ન થયો. આ તરફ નરકની વેદનાઓને સારી રીતે સહન કરીને મૃત્યુ પામેલો અનંતવીર્ય ત્યાંથી વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર તરીકે ઉત્પન્ન થયો. અશ્રુત દેવેંદ્ર ત્યાં જઈને તેને પ્રતિબોધ પમાડ્યો. ત્યારબાદ તે પણ સારી રીતે પ્રવ્રયાને આચરીને અશ્રુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો. (આઠમો ભવ) વજાયુધપિતા-સહસ્ત્રાયુધપુત્ર આ તરફ જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં સીતા નદીના દક્ષિણકિનારે ધન-ધાન્યથી સમૃદ્ધ મંગલાવતી વિજય છે. તેમાં રત્નસંચયપુરી નામની નગરી છે. તે નગરી ઋદ્ધિથી દેવનગરીની બહેન જેવી જણાય છે. તે નગરીમાં શત્રુરૂપી અંધકારને હણી નાખનાર, સૂર્યની જેમ નિર્મલ પ્રતાપવાળો, સકલ લોકના ક્ષેમ (=રક્ષણ)ને કરનારો ક્ષેમકર નામનો રાજા છે. તેની અતિશય મનોહર, મુઠ્ઠીથી ગ્રહણ કરી શકાય તેવી, અર્થાત્ પાતળી, સ્તનોથી હાથીના ગંડસ્થળના મધ્યભાગનો તિરસ્કાર કરનારી, અર્થાત્ ઉન્નત સ્તનવાળી, વિધિપૂર્વક લગ્ન કરાયેલી ખગલતા નામની પત્ની શોભે છે. તેની બીજી કામદેવની રતિ જેવી રૂપવતી રત્નમાલા નામની પત્ની હતી. રત્નમાલા જેને સજજનો હૃદયથી (=કંઠમાં ધારણ કરે તેવી ગુણવતી મોતીની માળા જેવી હતી. આ પ્રમાણે તે શેષનાગની જેમ નિરંતર પૃથ્વીના ભારને ધારણ કરતો હતો. ‘મિત્રની જેમ બંધુરૂપી કમળસમૂહને સંતોષ આપતો હતો. જેવી રીતે ચંદ્ર કિરણોથી પૃથ્વીને શાંત કરે છે તેવી રીતે તે રાજા ગુણોથી પૃથ્વીમંડળને શાંત કરતો હતો. જેવી રીતે વરસતો મેઘ જલધારાથી પૃથ્વીને શાંત કરે છે ૧. વન તંદુલ-ચોખા. તંદુલના ઉપલક્ષણથી સર્વાન્ય લઈ શકાય. આથી અનુવાદમાં ધન-ધાન્યથી સમૃદ્ધ એવો અર્થ થાય છે. ૨. સિનિટ્ટ (fપન્નઈ)=મનોહર. ૩. ગુણવતી એટલે પત્નીના પક્ષમાં ગુણવાળી અને માળાના પક્ષમાં દોરાવાળી. ૪. કમળસમૂહના પક્ષમાં મિત્ર એટલે સૂર્ય.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy