SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર ચરણોની પાસે આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરીને, ભક્તિસમૂહથી નમીને, અંજલિપુટ જોડીને રાજા આ પ્રમાણે કહેવા લાગ્યો- આ પ્રમાણે સુકુમાર, સુરૂપવાળા અને રાજલક્ષ્મીને યોગ્ય એવા આપનાં જેવાઓએ ગૃહસ્થવાસનો ત્યાગ કર્યો છે તેથી ગૃહસ્થવાસ તુચ્છ જ છે. વળી બીજું, તે મુનિપતિ! આજે આપના ચરણોને જોઈને હું ઇંદ્રપણાને તૃણ સમાન માનું છું, સંપત્તિઓને કંઈપણ માનતો નથી, રાજ્યને પણ અકાર્ય કરનારું માનું છું. ત્યારબાદ તેના વિનય આદિ ગુણોથી આકર્ષાયેલા હૃદયવાળા મુનિવરે ધ્યાન પૂર્ણ કર્યું, અને આશીર્વાદ આપ્યા. રાજા સૈન્ય સહિત ઉચિત સ્થાને બેઠો. ત્યારબાદ ફરી પણ મુનિવરના નખના અગ્રભાગથી માંડીને વાળના અગ્રભાગ સુધી જોઈને રાજાએ કહ્યું આવું શ્રેષ્ઠરૂપ હોવા છતાં, આવા પ્રકારના મંગલકારી શારીરિક લક્ષણોનો સમૂહ હોવા છતાં અને એ પ્રમાણે મહાવિભૂતિઓની સંભાવના કરાતી હોવા છતાં, અર્થાત્ આવા લક્ષણવાળા પુરુષને ઘણી સંપત્તિઓ પ્રાપ્ત થાય એવી સંભાવના કરાતી હોવા છતાં, આપ પ્રથમ યૌવન વયમાં રહેલા હોવા છતાં, આપે દુષ્કર વ્રતનો સ્વીકાર કર્યો તેમાં શું કારણ છે? તેથી જેમણે આકાશતલના ભાગને દાંતના કિરણોથી પ્રકાશિત કર્યો છે તેવા સાધુએ કહ્યું: હે મહારાજ! વિશ્વાસ પામેલો સાંભળ. જેથી હું કહું છું. મુનિએ અંતરંગ અર્થથી ગર્ભિત સ્વદીસાહેતુ જણાવ્યો. સજ્જનના હૃદય જેવું અતિશય વિશાળ, આ પાર અને પેલા પાર જેવા જેના વિભાગ નથી તેવું, સુકવિએ રચેલી મહાકથાની જેમ અનેક વૃત્તાંતોથી ભરેલું ભવાવર્ત નામે નગર છે. વૈભવથી સમૃદ્ધ અને કુટુંબનો માલિક હું તે નગરમાં રહેતો હતો. તેવા પ્રકારનું વિશાળ પણ સઘળુંય તે નગર એક પેટે જન્મેલા ભાઈઓથી જ વસેલું છે, અર્થાત્ તે નગરમાં બધા એક પેટે જન્મેલા બંધુઓ જ રહે છે. તેથી ત્યાં રહેતા અમે બધાય એક અતિશય તીવ્ર વિષવાળા મોટા કાળા સર્પથી કંસાયા. તેથી તુરત તીવ્રમહાવિષની અસરથી બેચેન બનેલા અમને મૂર્છા આવવા લાગી. આંખો બંધ થવા લાગી. અંગો ઢીલાં થવા લાગ્યાં. બુદ્ધિ નાશ પામવા લાગી. તેથી દેવોને નમતા નથી. ગુરુકુળોનું સન્માન કરતા નથી. કુળવૃદ્ધોના ઉપદેશને ગણકારતા નથી. કાર્ય-અનાર્યને જાણતા નથી. પોતાના પણ સ્વરૂપને જાણતા નથી. હિતકર વચનોને સાંભળતા નથી. સમ (રાગ-દ્વેષ રહિત) અને વિષમ (=રાગ-દ્વેષવાળી) અવસ્થાને જોતા નથી. ઉચિત ભક્તિ કરતા નથી. સુકૃતોને યાદ કરતા નથી. નજીકમાં રહેલા પણ સજનસમૂહને બોલાવતા નથી. પગલા સમ્યક મૂકતા નથી. ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર કરતા નથી. પેય-અપેયને જાણતા નથી. હિતૈષીઓ વડે કરાતા પણ ઉપકારોને જાણતા નથી. ૧. પ્રાપ્ત કોશમાં વૈવસ (વ્યવસો) ધાતુનો પ્રયત્ન કરવો વગેરે અર્થો લખ્યા છે. પણ તે બધા અર્થો અહીં બંધ બેસતા ન હોવાથી હોવું એવો અર્થ કર્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy