SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૩૭ વળી બીજું- તીવ્ર વિષના પ્રભાવથી કેટલાકો કાષ્ઠની જેમ સર્વથા ચેષ્ટા રહિત બની ગયા. બીજા કેટલાક અવ્યક્ત શબ્દ કરતા અને થરથરતા ભૂમિ પર આળોટે છે. બીજા કેટલાક શૂન્યહૃદયવાળા થઈને એમ જ આમ તેમ રહે છે. તીવ્ર વિષના દાહની વેદનાથી પરાભવ પામેલા બીજા કેટલાકનાં અંગો તૂટે છે, આંખો ફૂટે છે, શ્વાસોશ્વાસની પ્રવૃત્તિ રોકાય છે. મહાદુઃખ સમૂહની ઉદીરણા થાય છે. વળી તીવ્ર વિષવેદનાથી પરાભવ પામેલા બીજા કેટલાક ‘વિરસ અને અવ્યક્ત શબ્દોથી જૂમ પડે છે. સ્પષ્ટ શબ્દોથી બોલી શકતા નથી. વળી બીજા કેટલાક ક્યાંક પડે છે, ક્યાંક મૂર્ણિત બને છે, ક્યાંક અત્યંત સૂઈ રહે છે, ફરી પણ ક્ષણવાર જાગે છે. ફરી પણ વિષની તીવ્રતાના કારણે ચેષ્ટા રહિત સૂઈ રહે છે. વળી બીજા કેટલાક સદાય અત્યંત સૂઈ રહે છે. જરાપણ જાગતા નથી. આ પ્રમાણે વિષ વેદનાથી પરાભવ પામેલા તે નગરમાં મહાપ્રભાવવાળો અને અનેક શિષ્યગણથી પરિવરેલો એક મહાન ગારુડી આવ્યો. તે નગરને તેવું જોઈને તેને મહાકસણા ઉત્પન્ન થઈ. તેણે સઘળાય તે લોકોને આ પ્રમાણે કહ્યું- હે લોકો ! જો તમે મારાથી કહેવાયેલી મહક્રિયાને કરો તો હું તમને બધાને આ મહાસર્પના વિષની વેદનાથી મુક્ત કરી દઉં. લોકોએ પૂછ્યું: પણ તે મહાક્રિયા કેવી છે ? તેથી મહાન ગારુડીએ કહ્યું: તમે સાંભળો, હું આ હમણાં જ કહું છું. (૧) મારા આ શિષ્યોનો જેવો વેષ છે તેવો વેષ પહેરવો. (૨) પછી પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ સર્વજીવોની રક્ષા કરવી. (૩) પ્રાણ કંઠે આવી જાય તો પણ સાચું જ બોલવું. (૪) બીજાએ આપેલું જ લેવું. (૫) સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું. (૬) સ્વશરીર રૂપ પરિગ્રહમાં પણ રાગ છોડી દેવો. (૭) ચારેય પ્રકારનો આહાર રાતે ન ખાવો. (૮) મશાન-પર્વત-જંગલમાં રહેવું. (૯) ભૂમિ પર શયન કરવું. (૧૦) વિભૂષાથી ન રહેવું, અર્થાત્ વિભૂષા ન કરવી. (૧૧) વિગઈનો પરિભોગ છોડવો. (૧૨) ઊણોદરીથી અને રુક્ષવૃત્તિથી રહેવું, અર્થાત્ ભૂખ કરતાં થોડું ઓછું ખાવું અને વિગઈરહિત લુખ્ખો આહાર ખાવો. (૧૩) કદાચ ઊણોદરી ન રાખી શકાય તો પણ આકંઠ સુધી ભોજન ન કરવું. (૧૪) સ્નિગ્ધ રસોનો (=સ્નિગ્ધ રસવાળા આહારનો) ત્યાગ કરવો. (૧૫) ઉપયોગપૂર્વક ચાલવું. ૧૬) સદાય નિરવઘ (= પાપરહિત) જ બોલવું. (૧૭) ન કરેલા, ન કરાવેલા અને ન અનુમોદેલા જ આહારનું ભોજન કરવું. (૧૮) સદાય અશુભ ચિંતાઓથી મનને રોકવો, અર્થાત્ અશુભ ન વિચારવું. (૧૯) વિકથાઓ સર્વથા છોડવી. (૨૦) સદાય ગુપ્ત ઇંદ્રિયોથી રહેવું, અર્થાત્ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો. (૨૧) અકલ્યાણ મિત્રોની સોબત દૂરથી જ છોડવી. (૨૨) કુગારુડીનો સંગ પ્રયત્નપૂર્વક છોડી દેવો. (૨૩) વિવિધ પ્રકારની ૧. કર્મોદયનો સમય પ્રાપ્ત ન થવા છતાં પ્રયત્ન વિશેષથી ર્મોને ઉદયમાં લાવીને તેના ફળનો અનુભવ કરવો તે ઉદીરણા. , ૨. વિરસ શબ્દો એટલે સાંભળવા ન ગમે તેવા શબ્દો.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy