SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૩૫ કરવા માટે નજીકમાં આવેલા મનોગંદન નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈને કમલનાં પાંદડાં અને અશોકવૃક્ષની નવી કુંપળો વગેરેની શય્યા કરાવીને એક ક્ષણવાર વીસામો કર્યો. પછી અતિશય રમણીય ઉદ્યાનને જોઈને કુતૂહલથી પૂર્ણ કરાતા હૃદયવાળો તે ઉદ્યાનને જોવા માટે ઊભો થયો. ત્યાર બાદ નિર્મલ, પૂર્ણ, અને કમલવનોથી શોભેલી વાવડીઓના સમૂહથી ઉત્પન્ન થયેલા હર્ષવાળો, હંસ અને ચક્રવાકના યુગલોની ચેષ્ટાઓથી આકર્ષાતા હૃદયવાળો, સુગંધથી સુગંધી ચંદનનાં મહાવૃક્ષોના સમૂહથી ખૂશ કરાતો, નાગ, પુન્નાગ, ચંપક અને અશોકવૃક્ષના સમૂહોથી હર્ષને ધારણ કરતો, સરસ વિવિધ પ્રકારના વૃક્ષોના પલ્લવ સમૂહનો સ્પર્શ કરતો, એલચી, લવિંગ, જાયફળ, નાગરવેલ વગેરે વનસ્પતિઓના રસાલ ફળ-પત્ર-પુષ્પોનો સ્વાદ ચાખતો, પુષ્કળ પાટલા, મોગરો, મચકુંદ વગેરેના સુગંધી પુષ્પોને સુંઘતો, અન્ય અન્ય રમણીય કૌતુકોને જોતો, પ્રસિદ્ધ ગાંધર્વ અને કિન્નરના યુગલોએ શરૂ કરેલા મધુર ગીતોને સાંભળતો તે બધા સ્થળોએ પરિભ્રમણ કરવા લાગ્યો. મુનિદર્શન આ પ્રમાણે પરબ્રિમણ કરતા તેણે એક મહાન અશોકવૃક્ષને જોયું. તે વૃક્ષની નીચે જાણે કે હૃદયમાંથી ખેંચીને વિનાશ કરેલા રાગના (લાલ) રસથી રંગેલાં હોય તેવાં પુષ્પોથી શોભતા, અશોકવૃક્ષના પલ્લવ સમાન લાલ હથેળી અને લાલ પગના તળિયાઓથી શોભતા, જેમનો વૈરભાવ ઉપશાંત થઈ ગયો છે તેવા જંગલી પ્રાણીઓથી લેવાયેલા, વિષયોના વિલાસોથી રહિત, શુદ્ધસુવર્ણના જેવા શરીરવાળા, સુવર્ણપર્વતની શોભાને ઓળંગી જનારા, પૂર્ણચંદ્રના જેવા મુખવાળા, મેરુપર્વતની શીલા જેવા છાતીના 'મધ્યભાગવાળા, અર્ગલા (=ભૂંગળ) જેવી સરળ ભુજારૂપ દંડવાળા, ઐરાવણ હાથીના સૂંઢ જેવી સાથળવાળા, ઉપયોગથી યુક્ત, તેજથી સૂર્ય જેવા, રૂપથી કામદેવ જેવા, સૌમ્યતાથી ચંદ્ર જેવા, આંખોને અતિશય પરમ ઉત્સવ (આનંદ) આપતા કમળ જેવા, ધ્યાનમાં રહેલા, નિર્મલ અવધિજ્ઞાનથી યુક્ત અને જાણે પ્રત્યક્ષ ઉપશમનો પુંજ હોય તેવા મહામતિ નામના ચારણશ્રમણને જોયા. તેમને જોઈને જાણે સુખરૂપ સમુદ્રમાં ડૂબી ગયો હોય તેવો, જાણે અમૃતથી સિંચાયો હોય તેવો અને ઘણા રોમાંચો પ્રગટ થયા છે તેવો રાજા તેમના ૧. નાગ અને પુન્નાગ એ બંને અમુક પ્રકારના વૃક્ષો છે. ૨. પલ્લવ=નવી કુંપળો. ૩. નિવ્રણ શબ્દનો પ્રાકત કોશમાં ત્રણથી = ચાંદાથી રહિત એવો અર્થ છે. અહીં શબ્દાર્થ બંધ બેસતો ન હોવાથી શુદ્ધ એવો ભાવાર્થ લખ્યો છે. ૪. વન (તત) = મધ્ય ભાગ. ૫. ગય (ચત) = ઉપયોગ. ૬. લિંપિ (મિfપ) શબ્દનો સંસ્કૃત શબ્દકોશમાં અતિશય અર્થ કર્યો છે. ઉ. ૪ ભા. ૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy