SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૩૪ બેડીથી બંધાયેલા જીવો તેમનો ત્યાગ કરતા નથી. જેવી રીતે કાદવમાં ખૂંચેલો હાથી કોઈ પણ રીતે સ્થળ ઉપર આવવા સમર્થ થતો નથી, તે રીતે સ્નેહરૂપ કાદવમાં ખૂંચેલો જીવ ધર્મરૂપ સ્થલ ઉ૫૨ આવતો નથી. હે જીવો ! તમે જુઓ કે સ્નેહથી બંધાયેલા જીવો અને તલ છેદન, શોષ, મલન, બંધન અને પીલનને પામે છે. જ્યાં સુધી થોડો પણ સ્નેહ છે ત્યાં સુધી જીવોને શાંતિ ક્યાંથી હોય ? સ્નેહનો (= તેલનો) ક્ષય થતા દીવો પણ શાંતિને પામે છે તે તું જો. ધર્મવિરુદ્ધ અને લોકવિરુદ્ધ એવું કયું અકાર્ય છે કે જેને સ્નેહથી બંધાયેલા અને (એથી જ) મર્યાદાનો દૂરથી ત્યાગ કરનારા જીવો કરતા નથી? આ પ્રમાણે સાંભળીને અશનિઘોષે ઊભા થઈને અને અંજલિ જોડીને કહ્યું: હે મુનિનાથ! આપે જે કહ્યું તે તે પ્રમાણે જ છે. જેથી હે લોકનાથ ! મેં સર્વથી વિરુદ્ધ એવું સુતારાનું અપહરણ જે કર્યું તેમાં સ્નેહને છોડીને બીજું કોઈ કારણ નથી. અથવા સર્વજ્ઞ એવા આપની આગળ આ કહેવાથી શું ? માની આગળ મોસાળનું વર્ણન શોભતું નથી. પછી તે બે રાજાઓની પાસે જઈને તેણે વિનયથી તે બન્ને રાજાઓને કહ્યું: દુષ્ટભાવથી રહિત એવા મારા આ અપરાધની તમે ક્ષમા કરો. તે બે રાજાઓએ કહ્યું: હે મુનીશ્વર ! જો આણે રતિસુખ માટે નહિ, કિંતુ સ્નેહના કારણે સુતારાનું અપહરણ કર્યું છે તો આપ કહો કે સ્નેહમાં શું કારણ છે ? તેથી મુનિપતિએ કહ્યુંઃ પૂર્વભવમાં આ અનિઘોષ સુતારાનો કપિલ નામે પતિ હતો. અને સુતારા તેની સત્યભામા નામની પત્ની હતી. પૂર્વભવમાં અમિતતેજ શ્રીષેણ નામનો રાજા હતો અને શ્રીવિજય તેની જ અભિનંદિતા નામે પત્ની હતી. આ પ્રમાણે પૂર્વભવસંબંધી સઘળો વૃત્તાંત કહ્યો. તેથી તે બંને રાજાઓ સારી રીતે આશ્વાસન પામ્યા. સંસારના આ વિલાસને સાંભળીને અમિતતેજ વિદ્યાધર રાજા સંવેગને પામ્યો. તેથી તેણે પૂછ્યું: હે ભગવંત ! શું હું ભવ્ય છું કે અભવ્ય છું ? તેથી કેવલીએ કહ્યું: હે મહાનુભાવ ! તું ભવ્ય છે. તથા આ ભવથી નવમા ભવમાં શાંતિ નામે તીર્થંકર થઈશ. રાજા શ્રીવિજય પણ ત્યારે તારો પ્રથમ ગણધર થશે. આ પ્રમાણે સાંભળીને તુષ્ટ થયેલા તે બંને પોતાના અંગોમાં સમાતા ન હતા. શ્રી અમિતતેજ રાજાએ મોકલેલ એક વિદ્યાધર સુતારા રાણીને ચમરચંચા નગરીથી ત્યાં લઈ આવ્યો. પછી મુનીંદ્રને નમીને તે બંને રાજાઓ પોતપોતાના નગરમાં ગયા અને ધર્મ-અર્થ-કામમાં રત બનીને કાળ પસાર કરવા લાગ્યા. ઉદ્યાનનું વર્ણન એકવાર શ્રીવિજયરાજા અશ્વવાહનિકા કરીને અત્યંત થાકી ગયો. આથી વિસામો ૧. શોષ=શુકાવવું, તપાવવું. ૨. મલન=ચોળવું, મસળવું. ૩. પીલન=પીલવું, દબાવવું.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy