SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨- જીવદયા વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મરુચિ મુનિની કથા સારને જાણનારા સાધુઓએ જીવરક્ષામાં પ્રયત્ન કેમ ન કરવો જોઇએ? અર્થાત્ કરવો જ જોઇએ. [૧૪૪] આ માત્ર વાણી જ છે, કોઇએ પણ જીવરક્ષામાં પ્રયત્ન નહિ કર્યો હોય એવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છે नियपाणच्चाएणवि, कुणंति परपाणरक्खणं धीरा । विसतुंबयउवभोगी, धम्मरुई एत्थुदाहरणं ॥ १४५॥ ધીરપુરુષો સ્વપ્રાણોનો ત્યાગ કરીને પણ પરમાણોનું રક્ષણ કરે છે. આ વિષે વિષમિશ્રિત તુંબડીના શાકનું ભક્ષણ કરનારા ધર્મરુચિ મુનિનું ઉદાહરણ છે. વિશેષાર્થ પ્રશ્ન- વિષમિશ્રિત તુંબડીના શાકનું ભક્ષણ કરનાર આ ધર્મચિ કોણ છે? ઉત્તર- કથાનકથી કહેવાય છે. ધર્મરુચિઅણગારની કથા આ ભરતક્ષેત્રમાં ચંપા નામની સુપ્રસિદ્ધ નગરી છે. તે નગરી પૃથ્વીરૂપ સ્ત્રીની વેણી સમાન કાળા વાદળ રૂપ સુકૃતોથી વ્યાપ્ત છે. તે નગરીમાં જાણે ત્રણ પુરુષાર્થ હોય તેમ પ્રસિદ્ધ સોમ, સોમદત્ત અને સોમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ બંધુઓ રહે છે. તેમની અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામની પત્નીઓ છે. તે ત્રણ તેમની સાથે સુખથી ગૃહવાસમાં રહે છે. નાગશ્રીએ કોઈક સ્થળે ઘણી રસોઇના સમારંભમાં મધુરની ભ્રાંતિથી કડવું ઝેરી તુંબડું ( તુંબડાનું શાક) મસાલા વગેરેનો સંસ્કાર કરીને પકાવ્યું. (તે શાક વિષરૂપ બની ગયું છે એમ તેની ગંધથી તેણે જાણી લીધું.) તેથી પતિના ભયથી તેણે તે શાકને એકાંતમાં સંતાડી દીધું. કારણ કે તેમાં તેલ વગેરે ઘણા દ્રવ્યનો ક્ષય થયો હતો. તેણે ભોજન માટે બીજું મધુર તુંબડું મસાલા વગેરેનો સંસ્કાર કરીને પકાવ્યું. આ તરફ તે નગરીના ઉદ્યાનમાં ઘણા શિષ્યસમુદાયથી પરિવરેલા અને પૂર્વધર ધર્મઘોષ નામના સ્થવિર પધાર્યા. તેમના એક શિષ્ય જીવો પ્રત્યે અતિ પરમ કાણિક, શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળા, પોતાના દેહમાં મમતાથી રહિત, જેમના અંગોપાંગોમાં જિનેન્દ્રવચનરૂપ અમૃતનો અદ્વિતીય રસ પરિણમ્યો છે તેવા, આ લોકની પિપાસાથી રહિત, સદાય પરલોકના કાર્યોમાં ઉઘુક્ત, સદાય માસખમણના પારણે માસખમણ કરનારા, ઉપશમરૂપ રત્નથી સર્વ અંગોને અલંકૃત કરનારા, ગુરુજન પ્રત્યે અનુરાગી, ઇન્દ્રિય-મદ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy