SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [છ જીવનિકાયની યતનાનો ઉપાય-૩૩૧ લાયકાતવાળાને મધ્યભૂમિ છે. અપુરાણ પરિણતબુદ્ધિવાળાને પણ ઇન્દ્રિયજય માટે મધ્યમભૂમિ જાણવી. [૧૪૧] આ પ્રમાણે સંક્ષેપથી સ્વીકારવિધિની પ્રરૂપણા કરી, વિસ્તારથી તો સિદ્ધાંત સાગરમાંથી જાણી લેવી. હવે ઉત્સર્ગ-અપવાદની વિશુદ્ધિથી તે ચારિત્ર કોને હોય તે વિચારવું જોઈએ. તેમાં જે પાંચ મહાવ્રતો, છ રાત્રિભોજન વિરમણ, અને સમિતિગુતિ આદિનું વિશુદ્ધ પાલન કરતો હોય તેને ચારિત્ર હોય. આથી ક્રમથી પાંચ મહાવ્રતો વગેરેના પાલનનો ઉપદેશ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પ્રાણાતિપાતવ્રતના ઉત્સર્ગથી પરિપાલન કરવાના ઉપદેશને આપતા કહે છે इय विहिपडिवन्नवओ, जएज छज्जीवकायजयणासु । दुग्गइनिबंधणच्चिय, तप्पडिवत्ती भवे इहरा ॥ १४२॥ આ પ્રમાણે જેણે વિધિપૂર્વક વ્રતોનો સ્વીકાર કર્યો છે તે સાધુ છ જવનિકાયની યતનામાં પ્રયત્ન કરે. અન્યથા વ્રતસ્વીકાર દુર્ગતિનું જ કારણ બને. [૧૪૨] છ જીવનિકાયની યાતનાના ઉપાયને કહે છેएगिदिएसु पंचसु, तसेसु कयकारणाणुमइभेयं । संघट्टणपरितावणववरोवणं चयसु तिविहेण ॥ १४३॥ પાંચ એકેન્દ્રિય અને ત્રસ જીવોમાં મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એ નવ ભાંગાથી સંઘટ્ટન, પરિતાપન અને વ્યપરોપણનો ત્યાગ કર. વિશેષાર્થ– સંઘટ્ટન=ચરણસ્પર્શ આદિથી થયેલ સંમર્દન. પરિતાપન=લાકડીના પ્રહાર આદિથી થયેલી ગાઢ પીડા. વ્યપરોપણ=પ્રાણનાશ. મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એ નવ ભાંગાઓને આશ્રયીને સંઘટ્ટન આદિનો ત્યાગ કરનારે જીવોની યતનામાં પ્રયત્ન કરેલો થાય છે એવો ભાવ છે. [૧૪૩] આ આચરણ અશક્ય છે એવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છેजइ मिच्छदिट्ठियाणवि, जत्तो केसिंचि जीवरक्खाए । कह साहूहिं न एसो, कायव्वो मुणियसारेहिं ? ॥ १४४॥ જો જેમણે પરમાર્થને જાણ્યો નથી તેવા કેટલાક મિથ્યાષ્ટિઓનો પણ પોતાના અભિપ્રાય પ્રમાણે જીવરક્ષામાં કોઈક રીતે કોઈક પ્રયત્ન દેખાય છે, તો પછી સિદ્ધાંતના
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy