SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મરુચિ મુનિની કથા-૩૩૩ કામદેવને જિતનારા ધર્મરુચિ નામના અણગાર હતા. મા ખમણના પારણે સમિતિ-ગુપ્તિમાં ઉપયોગવાળા અને ઉચ્ચ-નીચ કુળોમાં ફરતા તે મુનિ કોઈપણ રીતે નાગશ્રીના ઘરે ગયા. તેમને જોઈને નાગશ્રીએ વિચાર્યું અહો! સુંદર થયું, જેથી આ કોઈ સાધુ અહીં મારા ઘરે આવ્યો. ઘણા ઘી આદિથી સંયુક્ત આ વિષરૂપ તુંબડાને બીજા સ્થળે કોણ નાખે? તેથી હું બધુંય આને આપી દઉં. આ પ્રમાણે વિચારીને પાપિણી તેણે વિષરૂપ તુંબડું ગુણનિધિ મુનિને આપ્યું. મુનિએ પણ દ્રવ્ય આદિથી શુદ્ધ છે એમ વિચારીને લીધું. વહોર્યું. આટલો આહાર મારે પૂર્ણ છે એમ વિચારીને તે મહાત્મા ત્યાંથી પાછા વળીને ગુરુની પાસે આવ્યા. આલોચન-પ્રતિક્રમણ કરીને પાત્ર ગુરુને બતાવે છે ત્યારે અશુભગંધથી ગુરુએ જાણ્યું કે આ તુંબડું વિષરૂપ છે. તેથી સંભ્રાન્ત થયેલા ગુરુએ ધર્મસચિને કહ્યું: હે મહાભાગ! અહો! આ દુઃખની વાત છે કે-આ વિષરૂપ તુંબડું ભક્ષણ કરવા માત્રથી પ્રાણ હરી લે તેવું છે. માટે એને પરઠવી દો. બીજો શુદ્ધ આહાર લાવીને પારણું કરો. ‘ઇચ્છે એમ કહીને તે મુનિ અંડિલભૂમિમાં ગયા. તેમણે અતિશય સ્નિગ્ધ તુંબડામાંથી એક બિંદુ લઈને શુદ્ધ સ્થડિલમાં કોઇપણ રીતે જેટલામાં પરઠવ્યું તેટલામાં ત્યાં ગંધથી હજારો કીડીઓ આવી. જે કોઈ કીડી તે બિંદુને સ્પર્શી તે બધી મરી ગઈ. જીવોના ઘાતનું તે અનુચિત નિમિત્ત જોઇને ધર્મરુચિ મુનિને અપૂર્વ ઘણો વીર્ય ઉછળ્યો. આથી તેમણે વિચાર્યું. જો એકબિંદુથી આટલા જીવોનો ઘાત થયો તો બધુંય પરઠવવામાં અહીં શું થશે, તેની ખબર પડતી નથી. અશાશ્વત જીવલોકમાં એક પોતાનું રક્ષણ કરીને આટલા જીવોના વધનું નિમિત્ત કયો જાણકાર બને? કયારે પણ કોઈ પણ રીતે મારે પણ અવશ્ય કરવાનું છે. તેથી હમણાં આટલા જીવોના રક્ષણ માટે મારે મરી જવું એ યોગ્ય છે. મહર્ષિઓ પરપીડાજનક વચન પણ બોલતા નથી. તો પછી હું જાણી જોઈને કાયાથી આ પાપને કેવી રીતે કરું? (રપ) ધીરપુરુષો પોતાના પ્રાણોના ભોગે પણ એક પણ અન્યને દુઃખથી મુક્ત કરે છે. પણ આને પરઠવતા એવા મારે આનાથી વિપરીત આવી પડે. અર્થાત્ અન્ય જીવો દુઃખી થાય એવું બને. તેથી અનિત્ય, અસાર અને લુચ્ચાઈ કરવાના સ્વભાવવાળા શરીરથી સુપુરુષોએ સેવેલા અને ગુણમય માર્ગનો સ્વીકાર કરું. આ પ્રમાણે વિચારીને મુહપત્તિનું પડિલેહણ કરીને તે મહાત્મા સઘળુંય વિષરૂપ તુંબડું પોતાના પેટમાં નાંખે છે. તે શરીરમાં પરિણમ્યું ત્યારે જે વેદના થઈ તે કહી પણ ન શકાય, તો પછી સહન કરવી દુષ્કર જ હોય એમાં શું કહેવું? પછી તે સાધુ પોતાને વેદનાથી અતશયયુક્ત જાણીને જ્યાં કોઈ ન આવે તેવા એકાંતમાં શુદ્ધ અંડિલનું (=જીવરહિત ભૂમિનું) પડિલેહણ કરે છે. ઘાસનો સંથારો પાથરે
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy