SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મહાવ્રતોનું આરોપણ શ્રવણ, મૂળ, શતભિષા, પૂર્વભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, અશ્વિની, સ્વાતિ, મૃગશીર્ષ) નક્ષત્રમાં શિષ્યને દીક્ષા આપવી, ગણિપદ અને વાચપદની અનુજ્ઞા કરવી, તથા મહાવ્રતોનું આરોપણ કરવું. (પંચવસ્તુ ૧૧૨) તિથિ અને નક્ષત્ર વગેરેથી યુક્ત કાલમાં દીક્ષા આપવી, અપ્રશસ્ત કાલમાં દીક્ષા ન આપવી. ભાવમાં પણ પ્રશસ્ત હોરા આદિની પ્રવૃત્તિથી વિશુદ્ધ બનેલા ભાવમાં દીક્ષા આપવી. [૧૩૪] શાસ્ત્રોક્ત સઘળો ય વિધિ અહીં બતાવવાનું શક્ય ન હોવાથી ઉપસંહાર કરતા ગ્રંથકાર ભવ્યજીવના પરીક્ષા કાલને કહે છે_इय एवमाइविहिणा, पाएण परिक्खिऊण छम्मासं । पव्वज्जा दायव्वा, सत्ताणं भवविरत्ताणं ॥ १३५॥ આ પ્રમાણે ઇત્યાદિ વિધિથી પ્રાયઃ છમાસ સુધી પરીક્ષા કરીને ભવવિરક્ત જીવોને દીક્ષા આપવી. વિશેષાર્થ- શ્રીવજસ્વામી અને શ્રીઆર્યરક્ષિત આદિ તથા ઉદાયિરાજાને મારનાર રાજકુમાર જેવા દૃષ્ટાંતોમાં છમાસ સુધી પરીક્ષા કરવાનો નિયમ સચવાયો ન હોવાથી અહીં “પ્રાયઃ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. [૧૩૫]. આ પ્રમાણે સર્વવિરતિ સામાયિકના સ્વીકારનો વિધિ કહ્યો. હવે મહાવ્રતોના આરોપણને સંક્ષેપથી બતાવવા માટે આ કહે છે विहिपडिवनचरित्तो, दृढधम्मो जइ अवजभीरू य । तो सो उवट्ठविज्जइ, वएसु विहिणा इमो सो उ ॥ १३६ ॥ પછી (=સર્વવિરતિ સામાયિકના સ્વીકાર પછી) જેણે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો છે, જે ધર્મમાં દઢ છે, અને પાપભીરુ છે તેની વ્રતોમાં વિધિથી ઉપસ્થાપના કરાય છે. તે વિધિ આ છે. વિશેષાર્થ– ધર્મમાં દૃઢતા અને પાપભય વગેરે ગુણોનો નિર્ણય થયે છતે જે વિધિથી વ્રતોમાં ઉપસ્થાપના કરાય છે તે વિધિ આ (=હવે પછીની ગાથામાં કહેવાશે તે) છે. [૧૩૬] કયો વિધિ છે તે કહે છે– पढिए य कहिय अहिगय, परिहारुट्ठावणाए सो कप्पो । छज्जीवघायविरओ, तिविहंतिविहेण परिहारी ॥ १३७॥
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy