SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ કાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [ચારિત્ર પ્રદાનનો વિધિ-૩૨૭ અનુરક્ત, ભક્તિગત, અમોચક, અનુવર્તક, વિશેષજ્ઞ, ઉઘુક્ત અને અપરિતાન્ત સાધુ ઇચ્છિત ચારિત્ર વગેરે અર્થને પામે છે. (૧) અનુરક્ત- વસ્ત્રમાં ગળીના રંગની જેમ ગુરુઓમાં (સ્થિર) રાગવાળો. (૨) ભક્તિગત- ભક્તિ એટલે મસ્તકે અંજલિ કરવી ઇત્યાદિ ભાવથી ગુરુસેવા. ગત એટલે પ્રાપ્ત. અર્થાત્ આદરપૂર્વક ગુરુસેવાને પ્રાપ્ત કરનાર. (૩) અમોચક– આવો જીવ કેટલોક કાળ ગુરુની સાથે રહીને પછી બીજે પણ જાય. આથી અહીં કહે છે કે અમોચક હોય, છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ગુરુ ચરણોના સાંનિધ્યને ન મૂકનારો હોય. (૪) અનુવર્તક- સાધુ વગેરે બધાય જીવો પ્રત્યે ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરવાની શ્રદ્ધાવાળો. (૫) વિશેષજ્ઞ- સત્ અને અસત્ વસ્તુનો વિવેક કરનાર. (૬) ઉઘુક્ત- અધ્યયન-વેયાવચ્ચ આદિ ક્રિયાઓમાં અતિશય ઉદ્યમ કરવામાં તત્પર. (૭) અપરિતાન્ત– વિવક્ષિત અર્થને સિદ્ધ કરવામાં નહિ કંટાળનાર. પ્રશ્ન– “ચારિત્રને યોગ્ય દ્વારમાં વિનયનો સંગ્રહ કરી લીધો જ છે. અહીં ફરી તેનો ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ વિનયગુણ અતિશય મુખ્ય છે. આથી તે ગુણની અતિશય મુખ્યપણે તપાસ કરવી જોઇએ. એ જણાવવા માટે ફરી અહીં તેનું ગ્રહણ કર્યું છે. આથી એમાં દોષ નથી. [૧૩૩] વિનીતને પણ કઈ વિધિથી ચારિત્ર આપવું તે કહે છેविणयवओऽवि हु कयमंगलस्स तदविग्धपारगमणाय । देज सुकओवओगो, खित्ताइसु सुप्पसत्थेसु ॥ १३४॥ વિનીત પણ વિઘ્ન વિના ચારિત્રના પારને પામવા માટે પહેલાં જિનમૂર્તિની અને સંઘની પૂજા વગેરે મંગલ કરે. પછી નિમિત્ત આદિ વિષે જેણે ઉપયોગ કર્યો છે તેવા ગુરુ સુપ્રશસ્તક્ષેત્ર આદિમાં દીક્ષા આપે. સુપ્રશસ્તક્ષેત્ર– જિનમંદિરમાં અથવા શેરડીનું ખેતર અને ક્ષીરવૃક્ષો જ્યાં નજીકમાં હોય ઇત્યાદિ સ્થળે દીક્ષા આપવી. ભાંગેલા, બળેલા, કચરાથી વ્યાપ્ત વગેરે સ્થળે દીક્ષા ન આપવી. કાળમાં પણ “શુકુલ કૃષ્ણ બંને પક્ષની ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છટ્ટ, ચોથ અને બારસ આ તિથિઓમાં દીક્ષા ન આપવી. આ સિવાયની તિથિઓમાં દીક્ષા આપવી. (ગણિવિદ્યા) ૭) “ત્રણ ઉત્તરા અને રોહિણી, (હસ્ત, અનુરાધા, રેવતી,
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy