SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચારિત્રની ત્રણ ભૂમિ-૩૨૯ ચારિત્ર માટે યોગ્યના જે ગુણો કહ્યા છે તે ગુણોથી વિશિષ્ટ પણ જે શિષ્ય ષડ્જનિકાય અને મહાવ્રતોના સ્વરૂપ વગેરેના પ્રતિપાદક શસ્ત્રપરિજ્ઞા અધ્યયન અને દશવૈકાલિક વગેરે યોગ્ય સૂત્ર ભણી લે, પછી ગુરુ તેને તે સૂત્રનો અર્થ કહે- વ્યાખ્યાન કરે, શિષ્ય પણ તેને સારી રીતે અવધારી લે, અને પરિહારી થાય તે જ ઉપસ્થાપના (=વડી દીક્ષા) કરવા માટે યોગ્ય છે. પ્રશ્નઃ– શેનો ત્યાગ કરતો પરિહારી તરીકે અભિમત છે? ઉત્તરઃ- જે મન-વચન-કાયાથી ન કરવું- ન કરાવવું- ન અનુમોદવું એમ ત્રિવિધત્રિવિધથી છ જીવનિકાયની હિંસાથી નિવૃત્ત થયો હોય તે પરિહારી તરીકે અભિમત છે. વિશેષાર્થ- જેણે સૂત્રથી અને અર્થથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરે સૂત્રો ભણી લીધા હોય, તેમાં પણ છ જીવનિકાયની શ્રદ્ધાપૂર્વક રક્ષા કરતો હોય, તે મહાવ્રતોમાં ઉપસ્થાપના કરવા યોગ્ય છે એવું અહીં તાત્પર્ય છે. [૧૩૭] વિપરીત કરવામાં દોષને કહે છે– अप्पत्ते अकहित्ता, अणहिगयऽपरिच्छणे य आणाई । दोसा जिणेहिं भणिया, तम्हा पत्तादुवट्ठावे ॥ १३८ ॥ શૈક્ષક ઉપસ્થાપના માટે શાસ્ત્રોક્ત દીક્ષાપર્યાયને પ્રાપ્ત ન થયો હોય, યથોક્ત (૧૩૭મી ગાથામાં કહ્યા પ્રમાણે) સૂત્રનો અર્થ કહ્યા વિના, શૈક્ષકે સૂત્રાર્થનું સારી રીતે અવધારણ ન કર્યું હોય, આ છ જીવનિકાયની શ્રદ્ધા કરે છે કે નહિ? કરે છે તો તેની રક્ષા કરે છે કે નહિ? એ પ્રમાણે વૃષભો દ્વારા સૂત્રોક્ત વિધિથી પરીક્ષા કર્યા વિના, ઉપસ્થાપના કરનારને આજ્ઞાભંગ-અનવસ્થા-વિરાધના વગેરે દોષો લાગે એમ જિનોએ કહ્યું છે. માટે દીક્ષા પર્યાયને પ્રાપ્ત થયો હોય વગેરે ગુણોથી યુક્તની જ ઉપસ્થાપના કરવી, બીજાઓની નહિ. વિશેષાર્થ અહીં અનંતર જ (=૧૩૯મી ગાથામાં) કહેવાશે તે ન્યાયથી જઘન્યથી સાત અહોરાત્ર અને ઉત્કૃષ્ટથી છ માસ પસાર થયે છતે ઉપસ્થાપના માટે દીક્ષાપર્યાયને પ્રાપ્ત થયેલો કહેવાય છે. [૧૩૮] પર્યાયપ્રાપ્તિના કાલને જાતે જ બતાવતા સૂત્રકાર કહે છે– सेहस्स तिन्नि भूमी, जहन्न तह मज्झिमा उ उक्कोसा । इंदि सत्त चउमासिया, य छम्मासिया चेव ॥ १३९॥ ૧. શૈક્ષક=નૂતન દીક્ષિત.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy