SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નમિરાજાનું ચરિત્ર-૨૧૧ આ તરફ મણિરથ રાજાએ જે રાતે બંધુને હણ્યો તે જ રીતે તે કાળસર્પથી ડસાયો, મરીને ચોથી નરકમાં મહાદુઃખી નારક તરીકે ઉત્પન્ન થયો. મંત્રીઓએ યુગબાહુના પુત્ર ચંદ્રયશને રાજ્ય ઉપર બેસાડયો. એકવાર નમિરાજાનો સર્વરાજ્યોમાં મુખ્ય એવો શ્વેતાથી આલાનસ્તંભને ભાંગીને વીંધ્યા અટવી તરફ ચાલ્યો. તે સુદર્શન નગરની નજીકથી જઈ રહ્યો છે. અશ્વોને ખેલાવવા માટે ગયેલા ચંદ્રયશરાજાના માણસોએ તેને જોયો. તેમણે રાજાને કહ્યું: તેણે આ હાથીને પકડીને નગરમાં પ્રવેશ કરાવ્યો. હાથી ત્યાં રહે છે. ચરપુરુષોએ નમિરાજાને કહ્યું કે શ્વેત હાથી ચંદ્રયશરાજા વડે ગ્રહણ કરાયો છે. નમિરાજાએ આ હાથીને લાવવા માટે ચંદ્રયશરાજાની પાસે દૂત મોકલ્યો, અને કહેવડાવ્યું કે શ્વેત હાથી મારો છે, એને મારી પાસે મોકલી આપો. દૂતે જઈને નમિરાજાનું વચન ચંદ્રયશને કહ્યું. ચંદ્રયશે કહ્યું: રત્નો કુલપરંપરાથી આવેલાં હોતાં નથી અને આજ્ઞામાં લખાયેલાં હોતાં નથી. સત્ત્વરૂપ ધનવાળા પુરુષો તલવારથી આક્રમણ કરીને પૃથ્વીને ભોગવે છે. ઈત્યાદિ કહીને દૂતને અપમાનિત કરીને કાઢી મૂક્યો. હવે નમિરાજાએ સૈન્યસહિત ચંદ્રરાજા ઉપર ચઢાઈ કરી. તેથી સૈન્યના સમૂહથી કષ્ટથી સહન કરી શકાય તેવો ચંદ્રયશરાજા તેની સામે ચાલ્યો. તેટલામાં સ્થાને સ્થાને અપશુકનો ઘણું રોકે છે. તેથી મંત્રીઓએ કહ્યું હે દેવ! નગરના દરવાજાઓને બંધ કરીને નગરીમાં રહો. પછી ઉચિત પ્રયત્ન કરીશું. તેથી ચંદ્રયશરાજા કોઈ પણ રીતે મંત્રીના વચનનો સ્વીકાર કરીને નગરમાં જ રહ્યો. નમિરાજા પણ ક્રમશઃ સુદર્શન નગરમાં આવ્યો. નમિની માતા સાધ્વીજીએ કોઇપણ રીતે આ વૃત્તાંત સાંભળ્યો. જનસંહાર કરીને આ બે નરકમાં ન જાઓ એમ વિચારીને પ્રવર્તિનીથી રજા અપાયેલા આ સાધ્વીજી નમિ રાજાની પાસે ગયા. નમિરાજાએ ઊભા થઈને સાધ્વીજીને મોટા આસન ઉપર બેસાડીને ભક્તિથી વંદન કર્યું. હવે સાધ્વીજીએ કહ્યું: હે રાજન! રાજ્યલક્ષ્મી શરદઋતુના વાદળ તુલ્ય ચંચળ છે. જીવન જલબિંદુ સમાન (અનિત્ય) છે. શરીર રોગ અને વૃદ્ધાવસ્થાથી વિનશ્વર છે. (૧૦૦) જીવોનો ઘાત કરવાથી નિયમા ઘોર નરકમાં વાસ થાય. આ પ્રમાણે હોવા છતાં તારું અને વડિલબંધુનું યુદ્ધ કેવું? તેથી વિસ્મય પામેલા નમિએ કહ્યું- હે ભગવતી! તે કોઈક છે અને હું કોઈક છું. તેથી જેની સાથે યુદ્ધ છે તે મારો મોટોભાઈ છે એમ આપ કહો છો તે અયુક્ત છે. સાધ્વીજીએ કહ્યું: આ ચંદ્રયશ જ તારો મોટોભાઈ છે. રાજાએ પૂછ્યું: કેવી રીતે? સાધ્વીજીએ સર્વ સંબંધ કહ્યો. પુષ્પમાલાને પૂછતાં તેણે રત્નની વીંટી અને રત્નકંબલ એ બંને બતાવ્યા. આ પ્રમાણે વિશ્વાસ થવા છતાં માનના કારણે તે યુદ્ધથી નિવૃત્ત થતો નથી. તેથી સાધ્વીજી ચંદ્રયશરાજાની પાસે ગયા. તેણે પરિવાર સહિત સાધ્વીજીને ઓળખી લીધા. શોકથી પૂર્ણ મનવાળા અને રડતા રાજાએ પૂર્વનો વૃત્તાંત પૂક્યો. સાધ્વીજીએ પણ સઘળું ય જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું. તેથી નમિ મારો ભાઈ છે એમ જાણીને ચંદ્રયશરાજા હર્ષ પામ્યો. હવે ભાઈની સામે જવા માટે ઘણા આડંબરથી ઉ. ૧૫ ભા.૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy