SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦-શીલધર્મ] ઉપદેશમલા (પુષ્પમાલા) [મદનરેખાનું ચરિત્ર મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા કરીને મદનરેખાના ચરણોમાં પડ્યો. પછી તે દેવ સાધુને નમીને ઉચિત સ્થાનમાં બેઠો. આ અતિશય અયુક્ત છે એમ વિચારીને મણિપ્રભ વિદ્યાધરે દેવને કહ્યું: જો તમે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો તો અમે શું કહીએ? દુર્ધર ચારિત્રને ધારણ કરનારા અને ચાર જ્ઞાનવાળા મુનિવરને મૂકીને પહેલાં માત્ર સ્ત્રીને વંદન કરાય એ અવિચારીપણું છે. હવે દેવ કંઈ પણ કહે તેટલામાં મુનિવરે કહ્યું હે દેવાનુપ્રિય! આ દેવ ઠપકાને પાત્ર નથી. કારણ કે યુગબાહુની મદનરેખા નામની પત્નીમાં આસક્ત બનેલા મણિરથે પોતાના બંધુ યુગબાહુને હણ્યો. તેથી મદનરેખાએ મરણ સમયે પતિને અતિકુશળ અને મધુર વચનોથી તેવી રીતે ઉપદેશ આપ્યો અને જિનમતનો નમસ્કાર મંત્ર ગ્રહણ કરાવ્યો કે (૭૫) જેથી તે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયો. તે આ અહીં આવ્યો છે. ધર્માચાર્ય છે એમ સમજીને તેણે પહેલાં આને વંદન કર્યું. સમ્યકત્વમૂલવાળા જિનધર્મનું દાન કરવું એ મહાન ઉપકાર છે એમ પ્રગટ છે. કારણ કે જિનમતમાં પણ આ પ્રમાણે કહ્યું છે– જે ગૃહસ્થવર્ડ કે સાધુવડે શુદ્ધ ધર્મમાં સ્થાપિત કરાયો હોય તે ગૃહસ્થ કે સાધુ ધર્મદાન કરવાના કારણે તેનો ધર્મગુરુ થાય છે. સમ્યકત્વ આપનારાએ મોક્ષલક્ષ્મીનું સુખ આપ્યું છે અને ભવનો નાશ કર્યો છે. તેથી સમ્યત્વના દાનરૂપ ઉપકારથી અન્ય કોઈ (શ્રેષ્ઠ) ઉપકાર નથી. ઇત્યાદિ મુનિએ કહ્યું એટલે વિદ્યાધર રાજા મણિપ્રભ દેવોના નાથ એવા દેવને ખમાવે છે. પછી દેવે મદનરેખાને કહ્યું હમણાં તને જે ઇચ્છિત હોય તે હું કરું. આથી આદેશ કર. મદનરેખાએ કહ્યું: મને મિથિલાનગરીમાં લઈ જાઓ કે જ્યાં મારો પુત્ર રહે છે. તેથી દેવ તે જ ક્ષણે તેને ત્યાં લઈ ગયો. એ શ્રેષ્ઠનગરી નમિનાથ અને મલ્લિજિનના જન્મ, દીક્ષા અને જ્ઞાન એ ત્રણ કલ્યાણકોથી સુપવિત્ર થયેલી છે. ત્યાં પહેલાં તીર્થબુદ્ધિથી જિનમંદિરોમાં ગયા. પછી પ્રવર્તિની સાધ્વીજીની પાસે જઈને ધર્મ સાંભળ્યો. હવે દેવે કહ્યું આવ, જેથી તને તારો પુત્ર આપું. મદનરેખાએ કહ્યું: અહીં અનાદિ સંસારમાં કોણ કોનો પુત્ર છે? તેથી ભવરૂપ વૃક્ષની પરંપરાને વધારનાર જલ સમાન પુત્રથી પણ સર્યું. આ સાધ્વીજીઓનાં ચરણો હમણાં મારું શરણ થાઓ. પ્રવર્તિનીને, સાધ્વીઓને અને મદનરેખાને નમીને દેવ સ્વસ્થાને ગયો. મદનરેખાએ દીક્ષા લીધી. તે બાળકના જ પ્રભાવથી બધાય રાજાઓ પધરથ રાજાને નમ્યા એથી પદ્મરથ રાજાએ તે બાળકનું નામ એવું નામ કર્યું. કલાની વૃદ્ધિથી અને શરીરથી વૃદ્ધિ પામેલો તે એકીસાથે શ્રેષ્ઠરૂપવાળી એક સો આઠ કન્યાઓને પરણ્યો. હવે પધરથરાજા યુવાન નમિને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લઈને ઉપદ્રવ રહિત, અચલ અને સર્વોત્તમ(=મોક્ષ) સ્થાનને પામ્યો. ૧. તેવિ એ પ્રયોગના સ્થાને અનેવિ એમ હોવું જોઇએ એમ મને લાગે છે. ૨. વિરોવ એટલે એકી સાથે. વિર એટલે વિરામ. પહેલાં એક કન્યાને પરણ્યો. પછી વિરામ પામીને બીજી કન્યાને પરણ્યો, એમ ક્રમશ: એક સો આઠ કન્યા પરણ્યો એમ નહિ, કિંતુ એકી સાથે એક સો આઠ કન્યાને પરણ્યો. ૩. જ્યાંથી બીજા સ્થળે ન જવું પડે તેવું સ્થાન.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy