SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨-શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નમિરાજાનું ચરિત્ર નીકળ્યો. નિમરાજા પણ આવતા ચંદ્રરાજાની સામે ગયો. ચંદ્ર-સૂર્ય જેવા તે બંનેએ ભેગા થઇને તે નગરમાં પ્રવેશ કર્યો. પછી ચંદ્રયશે કહ્યું: હે વત્સ! તારા (અને મારા પણ )પિતાનું મરણ જોઇને મને ક્ષણવાર પણ ઘરમાં રાગ ન હતો. કિંતુ રાજ્યના ભારને વહન કરવા સમર્થ પુરુષોને પ્રાપ્ત ન કરતો હું આટલા કાળ સુધી ઇચ્છા વિના પણ રહ્યો. હવે બંને રાજ્યોનો સ્વામી તું જ થા. ઇત્યાદિ આગ્રહથી કહીને, નિમરાજાને મનાવીને તેનો રાજ્યાભિષેક કરીને, ચંદ્રયશરાજાએ દીક્ષા લીધી. અખંડિત આજ્ઞાવાળા મિરાજાએ પણ અતિ ઘણી વિભૂતિથી યુક્ત હોવાથી ચક્રવર્તીની જેમ ઘણા દિવસો સુધી બંને રાજ્યોનું પાલન કર્યું. હવે એકવાર મિરાજાને છમાસનો મહાદાહ થયો. તે રોગની શાંતિ માટે જેમણે હાથમાં રણકાર કરતી મણિની બંગડીઓ પહેરી છે એવી અંતઃપુરની સર્વ સ્ત્રીઓ હંમેશા ચંદન ઘસે છે. દાહના કારણે ઉદ્વિગ્ન બનેલા રાજાને બંગડીઓનો અવાજ સુખ આપતો નથી=કંટાળો ઉત્પન્ન કરે છે. તેથી તેના વચનથી તે સ્ત્રીઓએ એક એક બંગડી હાથમાંથી ત્યાં સુધી કાઢી કે માત્ર એક રાખીને બાકીની બધી બંગડીઓ કાઢી નાખી. આ દરમિયાન નમિરાજાના ચારિત્રાવરણીય કર્મનાં બંધનો તૂટી જતાં પોતાને આ શુભ અધ્યવસાય થયો કે- સંતોષથી રહિત જીવ જેમ જેમ ઘણું પરિગ્રહ ભેગું કરે છે તેમ તેમ દુઃખ વધે છે. આ વિષે બંગડીઓનું દૃષ્ટાંત છે. મારી પત્નીની પણ બંગડીઓ ભાર કરનારી અને અશુભ ધ્વનિવાળી છે. કિંતુ જીવો અભિમાનથી જ બંગડીઓને બીજી રીતે (=સુખ આપનારી) જાણે છે. જેવી રીતે બંગડીઓનું એકાકિપણું સુખ આપનારું છે તે રીતે જીવોનું પણ એકાકીપણું સુખ આપનારું છે. તેથી જો દાહ શાંત થઇ જાય તો હું પણ એકાકી થાઉં. આ પ્રમાણે વિચારીને સુઈ ગયેલો રાજા રાત્રિના અંતે સ્વપ્નમાં પોતાને મેરુપર્વત ઉપર શ્વેત અને શ્રેષ્ઠ હાથી ઉપર બેઠેલો જુએ છે. સવારના જાગેલો તે દાહદોષથી સંપૂર્ણ મુક્ત થઇ ગયો હતો. પછી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. રાજ્ય ઉપર પુત્રને બેસાડીને મમત્વથી રહિત બનેલા તેણે દીક્ષા લીધી. આ વખતે તેમને દેવે વેષ આપ્યો. દીક્ષા લઇને નગરીમાંથી નીકળતા તેમને ઇંદ્રે જોયા. તેમના અદ્ભુત ચિરત્રથી હર્ષ પામેલો તે બ્રાહ્મણનું રૂપ કરીને તેમની પરીક્ષા માટે ત્યાં આવ્યો. તેણે નમિ રાજર્ષિને કહ્યું: હે રાજન! દીક્ષાનું મૂળ જીવદયા છે. તારા વ્રતસ્વીકારથી દુઃખી થયેલી આ નગરી આક્રંદન કરે છે. તેથી પૂર્વાપર બાધક આ તારું વ્રત અતિશય અયુક્ત છે. પછી મુનિએ કહ્યું: અહીં મારું વ્રત દુઃખનું કારણ નથી. (૧૨૫) કિંતુ લોકમાં પોતપોતાના કાર્યની હાનિ દુઃખનું કારણ છે. તેથી હું પણ મારું કાર્ય કરું છું. આ ચિંતાથી શું? પછી જાતે જ અંતઃપુરના ઘરો બળતા દેખાડીને ફરી પણ ઇંદ્રે કહ્યું: હે ભગવંત! આ અગ્નિ અને વાયુ આ ઘરોને બાળે છે. તેથી અતઃપુરની ઉપેક્ષા કેમ કરો છો? પછી નમિરાજાર્ષિએ કહ્યું: જેમનું કંઇ પણ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy