SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪-શીલધર્મ ઉપદેશમાલા (પુષ્પમાલા) [શીલખંડનથી નરકનાં દુઃખો. કહ્યું. તેને કહું છું. જીવોએ લોકાકાશ રૂપ ભંડારમાં દ્રવ્યની ચોરી કરી છે. તે સ્વામી! તે જેલમાંથી નીકળવાનો કોઈ ઉપાય છે? જ્ઞાનીએ કહ્યું છે. તે કયો ઉપાય છે? હું કહું છું. તમે સાંભળો. નિર્મમત્વરૂપ તલવારથી બધા બંધનોને છેદીને, જિનદીક્ષારૂપ કુહાડીથી નિયંત્રણ કરનારા કમાડોને ભાંગીને, પહેરેગીર વર્ગને જિનમતની ભાવના રૂપ અવસ્વાપિની નિદ્રા આપીને, નિર્મલ વિવેકરૂપ દીપકથી બતાવાયેલા માર્ગે જઈને, ગુણસ્થાન રૂપ નિસરણી ઉપર ચડીને, કિલ્લાને ઉલ્લંઘીને, જ્યાં મોહરાજા ન જઈ શકે તેવા મોક્ષરૂપ કિલ્લામાં પ્રવેશ કરાય છે. આ ઉપાય અમારા જેવાઓએ અનંતવાર તે જીવોને કહ્યો છે. પણ પૂર્વોક્ત સર્પથી ડસાયેલા અને વિષમ વિપર્યાસરૂપ વિષથી વિદ્વલ બનેલા કેટલાકો સાંભળતા નથી. કેટલાકોને શ્રદ્ધા પણ નથી. તે રીતે શ્રદ્ધા થવા છતાં વિરતિ કોઈકને જ થઈ છે. બીજાઓએ આ ઉપાય સ્વીકારીને છોડી દીધો. વિરલા જીવો જેલને ભાંગીને પરમપદને પામ્યા છે. આ સાંભળીને જિનસેનને તુરત ઘણો સંવેગ ઉછળ્યો. પત્ની સહિત તેણે કહ્યું: હે સ્વામી! જો પૂર્વોક્ત સામગ્રી અમને મળે તો અમે આપની કૃપાથી જેલને ભાંગીને સેંકડો દુઃખોથી રહિત એવા ઇચ્છિત સુખોને પામીએ. તેથી મુનિએ તેમને સઘળીય સામગ્રી મેળવી આપી. તે બંનેય તે જેલને ભાંગીને મોક્ષને પામ્યા. [૬૭] આ પ્રમાણે દેવસિકાનું ચરિત્ર પૂર્ણ થયું. બે 'અન્વય દૃષ્ટાંતોને કહીને વ્યતિરેક દૃષ્ટાંતને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે विसयाउरेहिं बहुसो, सीलं मणसावि मइलियं जेहिं । ते नरयदुहं दुसहं , सहति जह मुणिरहो राया ॥ ६८॥ વિષયોની અતિશય ઉત્કંઠાવાળા જ જીવો અનેકવાર શીલને મનથી પણ મલિન કરે છે તે મણિરથ રાજાની જેમ કષ્ટથી સહન કરી શકાય તેવાં નરકદુઃખોને સહન કરે છે. વિશેષાર્થ– અહીં ભાવાર્થ કથાનકથી કહેવાય છે મણિરથનું ચરિત્ર અવંતીદેશમાં સુદર્શન નામનું મુખ્ય નગર છે. ગૌરવવંતી સ્ત્રીઓના મુખની જેમ તે નગર શુભઘરોવાળું અને લાંબી શેરીઓવાળું છે. તેમાં મણિરથનામનો રાજા છે. તે સમુદ્રની ૧. શીલનું પાલન કરવાથી લાભ થયો હોય તેવાં દૃષ્ટાંતો અન્વયાંતો છે. શીલનું પાલન ન કરવાથી નુકશાન થયું હોય તેવાં દૃષ્ટાંતો વ્યતિરેક દૃષ્ટાંતો છે. ૨. મુખના પક્ષમાં સુરાત્તયે એટલે સુખનું સ્થાન. અને સૌહારું એટલે લાંબી આંખોવાળું. ૩. સમુદ્રના પક્ષમાં થનડીદરવાણી એટલે શ્રીકૃષ્ણ જેનો આશ્રય લીધો છે તેવો. મયદો - મગરમચ્છને હિતકર, વિપકાદારો એટલે ઘણા પ્રાણીઓનો આધાર.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy