SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મણિરથનું ચરિત્ર-૨૦૫ જેમ શ્રેષ્ઠ રત્નોવાળો છે. શ્રીમંતોએ તેનો આશ્રય લીધો હતો. તે મદથી રહિત છે અને ઘણી પ્રજાનો આધાર છે. તેનો યુગબાહુ નામનો નાનોભાઈ યુવરાજ હતો. યુગબાહુની મદનરેખા નામની ગુણોથી પૂર્ણ પત્ની હતી. તેનું રૂપ જોઈને તે કામદેવ પણ કામરૂપ અગ્નિથી બળ્યો હતો. કામદેવ મહાદેવથી બળ્યો હતો એ જનવાદ જ છે એમ હું માનું છું. હવે ક્યાંક વિશ્વાસથી મદનરેખાને જોતો મણિરથ હૈયામાં જાણે કે ઇર્ષ્યાથી હોય તેમ કામદેવનડે બાણોથી હણાયો. તેણે વિચાર્યું: મારે આને નિયમા લેવી છે. તેથી એને પ્રલોભન આપું. (કારણ કે) મનોહર વસ્તુઓ રૂપ પાશથી બંધાયેલો લોક કાર્યને અને અકાર્ય કરે છે. પછી તે પુષ્પ, ફલ, વિલેપન, તંબોલ વગેરે વસ્તુઓ તેને મોકલે છે. તે પણ જેઠનો પ્રસાદ છે છે એમ સમજીને નિર્દોષ ભાવથી લે છે. હવે એક દિવસ રાજાએ મદનરેખા પાસે દૂતીને મોકલી. દૂતીએ તેને કહ્યું: હે ભદ્ર! તારા ગુણસમૂહમાં અનુરાગી થયેલો રાજા આ પ્રમાણે કહે છેતું મારી સાથે ઇચ્છા પ્રમાણે વિષયસુખને ભોગવ, અને સંપૂર્ણ રાજ્યની માલિકીનો સ્વીકાર કર. પછી જિનવચનથી ભાવિતમનવાળી મદનરેખાએ કહ્યું: બીજી સ્ત્રીમાં પણ સત્પરુષનું મન પણ જતું નથી, અને વહુજનમાં કામની પ્રવૃત્તિ કરવી એ મહાપાપ છે. સ્ત્રીઓનો મુખ્યગુણ શીલ જ છે. જો મારામાં તે ગુણ પણ ન હોય તો મારામાં બીજા કયા ગુણો છે કે જે ગુણોમાં રાજા અનુરાગી થાય છે. યુવરાજની પત્ની એવી મારે ઘણા વૈભવવાળા રાજ્યની માલિકી છે. અથવા શીલખંડિત થયે છતે જે થાય તે મારે ન થાઓ. અર્થાત્ રાજ્ય મળતું હોય તો પણ મારે નથી જોઇતું. જ્યાં કાલરૂપ ધગધગ કરતી અગ્નિની જવાલાઓના સમૂહથી યૌવનવાળા જીવન રૂપ પરાળ નિત્ય બળે છે ત્યાં અકાર્યોમાં કોણ રમે? જો તમે અનાદિ સંસારમાં અનંત સ્ત્રીઓથી તૃપ્તિને પામ્યા નથી, અને આ ભવમાં ઘણી સ્ત્રીઓથી તૃપ્તિને પામ્યા નથી, તો એક મારાથી તૃપ્તિને નહિ પામો. તુચ્છ કામભોગો માટે તમે ત્રણ ભુવનમાં અપયશને પામશો, અને પોતાના હાથે દુઃખોને ખરીદીને ઘોર નરકમાં પડશો. તેથી મનમાં ઘણો સંતોષ રાખીને અકાર્યોથી વિરામ પામો. અન્યથા ભોગતૃષ્ણા દૂર ન થાય, અને વધે. ઈત્યાદિ મદનરેખાએ જે કહ્યું તે દૂતીએ રાજાને કહ્યું. તો પણ આ નિવૃત્ત ન થયો અને કામના આવેશથી અધિક ગ્રહણ કરાયો. હિતમાં તત્પર અને સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષોથી સારી રીતે કહેવાયેલાં પણ વચનો કામદેવરૂપ સર્પના વિષથી ભાવિત થયેલા જીવોના હૃદયમાં પ્રવેશતા નથી. તેથી લજ્જારહિત બનેલા તેણે વિચાર્યું. મારો નાનોભાઈ જીવતો હોય ત્યાં સુધી આને લેવા માટે હું સમર્થ ન થાઉં. તેથી તેને મારીને બલાત્કારથી તેને લઉં. આમ વિચારીને તે ભાઇના છિદ્રોને જુએ છે. આ દરમિયાન અતિશય મનોહર વસંત સમય પ્રવૃત્ત થયો. તે આ પ્રમાણે
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy