SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૨૦૩ કરીને જિનધર્મમાં સ્થાપ્યા અને વિશેષથી પરસ્ત્રીઓનો નિયમ લેવડાવ્યો. રાજાએ દેવસિકાને બહુમાનપૂર્વક પૂજીને રજા આપી. દેવસિકા પોતાના પતિની સાથે તામ્રલિપી નગરીમાં આવી. એક દિવસ મહેલમાં રહેલા તે બંને ઘણા લોકને નગરના ઉદ્યાનમાં જતા અને દેવોના આગમનને જુએ છે. જેણે સઘળી માહિતી મેળવી છે તેવા નજીકમાં રહેલા પુરુષને તેમણે આ વિષે પૂછ્યું. તેણે તે બેને કહ્યું: અહીં ત્રિભુવનચંદ્ર નામના કેવલી પધાર્યા છે. તે સાંભળીને હર્ષ પામેલા તે બે સ્નાન કરીને, અંગ વિલેપન કરીને, શરીરને અલંકૃત કરીને, અતિશય ઘણી ધામધૂમથી રથમાં બેસીને ત્યાં ગયા. પાંચ પ્રકારના અભિગમનું પાલન કરીને, મુનિને ત્રણ પ્રદક્ષિણા આપીને, પંચાંગ પ્રણામ કરીને ઉચિતસ્થાને બેઠા. ધર્મ સાંભળીને ત્યાં જિનસેને પૂછ્યું: હે ભગવંત! દેવસિકાનું વહાણ કેવી રીતે ભાંગ્યું અને તેની રક્ષા કોણે કરી? મુનિએ કહ્યું. તે પર્વતમાં વ્યંતરોની ઘણી પ્રતિમાઓ છે. વહાણના અન્ય મુસાફરો તે પ્રતિમાઓની પૂજા કરીને જાય છે. દેવસિકાએ પૂજા ન કરી. તેથી અષ્ટ થયેલા વ્યંતરે વહાણ ભાંગી નાખ્યું. જિનમતમાં અનુરાગવાળા સમ્યક્રદૃષ્ટિ દેવતાએ પરિવાર સહિત શીલવતી દેવસિકાનું રક્ષણ કર્યું. શીલની સહાયવાળા જીવોને આ કેટલું માત્ર છે? તે સાંભળીને હર્ષ પામેલા જિનસેને ફરી પણ મુનીશ્વરને પૂછ્યું: હે પ્રભુ! સંસાર કેવલ પ્રત્યક્ષ દુઃખમય જ છે. તેથી એવું કોઈ સ્થાન છે કે જ્યાં ગયેલા આ જીવો લાખો તીક્ષ્ણ દુઃખોથી મુક્ત થાય અને પારમાર્થિક સુખને પામે? કેવલીએ કહ્યું કેવલસુખનું સ્થાન અને દુઃખથી રહિત મોક્ષ છે. ત્યાં જીવો સ્વસ્થ રહે છે. જો એમ છે તો તે મુનિવર! જીવો અનંતદુઃખથી વિષમ પણ આ સંસારને છોડીને સુખમય મોક્ષમાં કેમ જતા નથી? મુનિએ કહ્યું: બધા જીવો જેલમાં નખાયા છે. તેથી મોક્ષમાં જવા સમર્થ થતા નથી. 'વિસ્મય પામેલા બીજાએ પૂછ્યું: હે નાથ! તે જેલ કઈ છે? તેથી કેવલીએ કહ્યું: તો સાવધાન ચિત્તવાળા થઈને સાંભળો. શરીર જેલ છે. આયુષ્યને બેડી કહી છે. વિષયતૃષ્ણા વજની ખીલી છે, અને તે ખીલી નિશ્ચલ ખોસી છે. ભાર્યા બેડીનું બંધન છે. સંતાન વગેરેને ગળાની બેડી જાણવી. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બે આવરણ અંધકાર છે. વેદનીય દુઃખની ખાણ છે. નામ-ગોત્ર કર્મ હીનલોકને ઉચિત રૂપ વગેરેને કરવામાં નિપુણ છે. અંતરાય ભોગ-ઉપભોગ કરવામાં રોકે છે. હાસ્યાદિ પરિવારથી યુક્ત સોળ કષાયો પહેરેગીર છે. મિથ્યાત્વ વગેરે સર્પો છે. વ્યાધિઓ માકડ અને જૂ વગેરે છે. એ જેલનો સ્નેહરૂપ દરવાજો છે. એ જેલને રાગ-દ્વેષરૂપ અતિશય નિશ્ચલ કમાડોથી બંધ કરવામાં આવી છે. અજ્ઞાનરૂપ મજબૂત કિલ્લાથી જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. (૧૫૦) ગુસ્સે થયેલા મોહરાજાએ જીવોને ઘરવાસરૂપ કઠોર બંધનથી બાંધીને આવી જેલમાં નાખ્યા છે. હે મુનિવર! તેના પણ કોપમાં અહીં શું નિમિત્ત છે? મુનિવરે ૧. અહીં પ્રતમાં નાનો શબ્દ વધારે છે, ભૂલથી છપાયો છે. ૨. RUPફ એ સ્થળે રહેલા આદિ શબ્દનો અર્થ સ્વયં સમજી લેવો.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy