SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલો) [સાગરચંદ્રચરિત્ર-૧૫૯ જ કેમ જોતા નથી? હે નાથ! રાગાદિથી પીડાયેલો અને ભય પામેલો હું આપના શરણે આવ્યો છું. તેથી મારા ઉપર કરુણારસથી વિશાળ દૃષ્ટિ નાખો. હે નાથ! જેમણે કર્ણરૂપ અંજલિથી આપનું વચનામૃત પીધું નથી તેમની વિષયપરિભોગની તૃષ્ણા ક્ષણવાર પણ કેવી રીતે દૂર થાય? હે સ્વામી! આપના મતરૂપ અમૃતસિંધુમાં જેમનો આત્મા શાંત થયો નથી તેમનો કષાયરૂપ દાવાનલનો સંતાપ કેવી રીતે શમે? અન્યમતરૂપ નગરો સ્વયમેવ રાગાદિ ચોરોથી ચોરાયેલા છે. તેથી સમજુ પુરુષો અન્ય મતોથી અપરિચિત એવા આપના શાસનરૂપ પુરમાં વસે છે. મારું સ્વસંવેગથી વિશિષ્ટ મન આપના શાસનમાં સ્થિર છે. પણ હે પ્રભુ! આપની મારા ઉપર કેવી કરુણા છે તે હું જાણતો નથી. હે જગન્નાથ! અનાદિ ભવભાવના વડે વિષયોરૂપ અશુચિરસથી ભરેલા ખાડામાં લઈ જવાતા મારા મનને આપ કોઈપણ રીતે સતત ધારણ કરો. હે મુનીંદ્ર! ચક્ષુરૂપદલના પાંપણરૂપ રજથી શોભતા આપના મુખરૂપ કમલમાં મારા બે નેત્રોરૂપ ભ્રમરો સદા લાવણ્યરસને પીવે. હે નાથ! ભવ ભવે આપ જ મારી માતા, મારા પિતા, સ્વામી, બંધુ, સુખીસ્વજન, શરણ અને આશ્રય થાઓ. હે પ્રભુ! સકલ ભાવોને જાણનારા આપની આગળ વિશેષ કહેવાથી શું? મને તે સ્થાનમાં ધારણ કરો કે જ્યાં રાગાદિ મારો વિનાશ ન કરે. સાગરચંદ્ર સુંદરી નામની રાજપુત્રીને પરણ્યો. આ પ્રમાણે સ્તતિ કરીને અતિશય પ્રગટેલા સંવેગરસથી જેની રુવાંટી ખડી થઈ છે એવા સાગરચંદ્ર પંચાંગ પ્રણિપાત કર્યા ત્યારે હર્ષ પામેલા વિદ્યાધર રાજાઓએ કહ્યું: સારું, સારું. તારી બુદ્ધિ શ્રેષ્ઠ છે. સંવેગથી સારભૂત આવાં વચનો (તારા જેવા સિવાય બીજા) કોને સ્ફરે! જિનવંદન કર્યા પછી સાગરચંદ્ર બંને રાજાઓનો ઉચિત આદર કર્યો. બે રાજાઓએ પણ સાગરચંદ્રનો ઉચિત આદર કર્યો. પછી બે હાથરૂપ કમલોને જોડીને ત્યાં સિંહનાદ રાજાએ કહ્યું: હે કુમાર! ભુવનકાંતા આજે પણ (હજી પણ) જ્યાં સુધીમાં પ્રાણો ન મૂકે ત્યાં સુધીમાં તેની પાસે જઈને તેને આશ્વાસન આપ. પછી કુમારે કહ્યું છે મહાયશસ્વી! તે કયાં રહેલી છે? તેથી વિદ્યાધરે કહ્યું: હે કુમાર! પૂર્વે સમુદ્ર કિનારે કનકમાલાનો અમિતતેજ નામનો જે વિદ્યાધર મામો તેં જોયો હતો, તેના કમલ અને ઉત્પલ નામના બે અતિ બલવાન પુત્રો છે. તારા વિરહમાં (=ગેરહાજરીમાં) કમલે ભુવનકાંતાનું અપહરણ કર્યું. સ્વવિદ્યાથી તને મહેલ ઉપરથી ભૂમિમાં નાખીને નાસી ગયો. પછી ઉત્પલે મારી પાંચે પુત્રીઓનું અપહરણ કર્યું. તેથી તેને હણીને હું આ પુત્રીઓ લઈ આવ્યો. કમલ વૈતાદ્યપર્વત ઉપર ગયો છે. તેથી જે યોગ્ય હોય તે કર. તે સાંભળીને ગુસ્સે થયેલા કુમારે સુધર્મરાજાને કહ્યું: હે પિતાજી! મને રજા આપો, જેથી આપણે ૧. અથવા “શરીરમાં” એવો અર્થ પણ થઇ શકે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy