SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર આ તરફ તેની નજીકમાં સુમંગલા નામની નગરી છે. ત્યાં સુધર્મ નામનો રાજા છે. તે રાજા શ્રી અમૃતચંદ્ર રાજાનો પરમ મિત્ર છે. તેણે કોઇપણ રીતે ચરપુરુષો વડે સાગરચંદ્ર આ જિનમંદિરમાં આવ્યો છે એમ જાણ્યું. પછી હર્ષ પામેલો તે પૂર્વે સાગરચંદ્રને આપવા માટે ઇચ્છેલી સુંદરી નામની પોતાની પુત્રી સાથે ઘણી ધામ-ધૂમથી ચાલ્યો. આ તરફ સિંહનાદ વિદ્યાધર રાજા પોતાની પુત્રીઓની સાથે ત્યાં આવ્યો. બંનેએ સાથે જિનમંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં સાગરચંદ્રને કેવળ સંવેગરસથી ભાવિત શરીરવાળો, સ્તુતિ કરવામાં પ્રયત્નશીલ ચિત્તવાળો અને એકાગ્ર મનવાળો જોઇને વિદ્યાધર રાજાઓ સામંતોની સાથે અને પરિવારની સાથે સ્થિરચિત્તે સાંભળે છે. સાગરચંદ્ર પણ આદરપૂર્વક જિનની સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે સારગચંદ્રે કરેલી પ્રભુસ્તુતિ ભવરૂપ અંધકાર માટે સૂર્યસમાન! ગુણોના સાગર! જેમનું શાસન પોતાના ગુણોથી પ્રતિષ્ઠિત છે તેવા જિનેન્દ્ર! જેમણે મોક્ષનગર તરફ પ્રયાણ કર્યું છે તેવા જીવોનાં દુઃખોનો દર્શનમાત્રથી નાશ કરનારા! મુનિપતિ! આપ જય પામો. આપને નમસ્કાર થાઓ. હે નાથ! અતિભક્તિના આવેશથી આપ જાણે મારી સામે રહેલા છો તે રીતે જોતો અને ભયથી પીડિત થયેલો હું નમેલા જીવો પ્રત્યે અસાધારણ વાત્સલ્યવાળા આપને કંઇક પ્રાર્થના કરું છું. જો કે બાળકની જેમ ઠપકાથી અને આક્ષેપથી સહિત કંઇક બોલતો હું ત્રણ લોકના પિતામહ એવા આપને વિનંતિ કરું છું, તો પણ બાળકના ઉલ્લાપો(=બકવાદ) માતા-પિતાને પ્રાયઃ કરીને ઉદ્વેગ કરનારા બનતા નથી, બલ્કે પ્રસન્ન કરે છે. તેમાં પણ આપત્તિમાં પડેલા જીવોના ઉલ્લાપો વિશેષથી ઉદ્વેગ કરનારા બનતા નથી. હે નાથ! ભવસમુદ્રમાં પડેલા મેં અનંતકાલ પછી આપને પ્રાપ્ત કર્યા છે. તો પણ આપ મારી જે ઉપેક્ષા કરો છો તેનું શું કારણ છે? હા, જાણ્યું. આજે પણ આપ પ્રભુ છો, એ પ્રમાણે સમ્યક્ આપનો સ્વીકાર કર્યો નથી. માનસ સરોવરનો સંગ થયે તૃષ્ણા ગરીબને પણ પીડતી નથી. હે પ્રભુ! આપ કરુણારસિક હોવા છતાં આપે તે વખતે મને હરણના સમુદાયથી ભ્રષ્ટ થયેલા બાળ હરણની જેમ ભયંકર ભવરૂપ અરણ્યમાં એકલો કેમ મૂક્યો? એ સાચું છે કે આપ સ્પૃહાથી રહિત છો, આપનામાં સ્નેહ નથી. આપ સઘળી પ્રવૃત્તિથી મુક્ત છો. તો પણ અતિદુઃખી થયેલા એક મને જ સ્વસ્થ કરો, અર્થાત્ મોક્ષ આપો. શું કર્મોનો દોષ છે? અથવા શું આ કાળનો દોષ છે? અથવા હે નાથ! દુષ્ટ એવા મારી જ આ અયોગ્યતા છે? જેથી આપ સમર્થ હોવા છતાં, દયાળુ હોવા છતાં, વિશ્વ ઉપર ઉપકાર કરવામાં તત્પર હોવા છતાં અને હું દીન બનીને પ્રાર્થના કરતો હોવા છતાં, હે નાથ! મને મોક્ષ કેમ આપતા નથી? હે મુનીંદ્ર આપ સંપૂર્ણ લોકઅલોકને જોતા હોવા છતાં આપના નોકર અને ભાવશત્રુઓથી વિડંબિત થયેલા એક મને
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy