SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર વૈતાપર્વત ઉપર જઇએ. તેથી રાજાએ કહ્યું: હે વત્સ! આજે મારે આ જ યોગ્ય છે કે ગૌરવથી તું મારા ઘરે લઈ જવાય, પણ તારું આ મહાન કાર્ય થાય એ પહેલાં મારી એક પ્રાર્થનાને સફલ કર. આ સુંદરી નામની મારી પુત્રી છે. તેથી તેની સાથે લગ્ન કરીને મહેરબાની કર. કુમારે “તમે અહીં જે જાણો” એમ કહીને તેને પણ પરણી. પછી રાજા પુત્રીને સાથે લઈને વૈતાદ્યપર્વત ઉપર પોતાની નગરીમાં ગયો. પછી કુમારે જેણે ઘણી સિદ્ધવિદ્યાઓ ભણી છે એવા સિંહનાદ વિદ્યાધર પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કરી. પછી કુમાર વૈતાદ્યપર્વત ઉપર વિમલદાર નગરમાં આવ્યો ત્યારે સિંહનાદે ઘરમાં વર્યાપનક કરાવ્યું, અર્થાત્ ગૌરવપૂર્વક ધામધૂમથી પોતાના ઘરમાં કુમારનો પ્રવેશ કરાવ્યો. તેથી તેના ગુણોના શ્રવણથી હર્ષ પામેલો વૈતાદ્યપર્વતનિવાસી સઘળો વિદ્યાધર લોક કુમારની પાસે ગયો, અને વસ્ત્રઆભૂષણ વગેરેથી તેનું અનેક પ્રકારનું સન્માન કર્યું. તેથી અમિતતેજ વિદ્યાધર પણ ભુવનકાંતાની સાથે વસ્ત્ર વગેરે ઘણી વસ્તુઓને અને પુત્રને લઈને ત્યાં આવ્યો. વિનયથી કુમારને કહ્યું નહિ જાણતા મારા પુત્રે તારી પ્રિયાનું અપહરણ કર્યું. પછી આ તારી પ્રિયા છે એવી ખબર પડતાં બહેન તરીકે સ્વીકારી. તે મારી પાસે જ રહેલી છે. તેથી મહેરબાની કરીને કમલની પીઠ ઉપર હાથ આપ, અર્થાત્ તેને માફ કર અને આ ભુવનકાંતા તારા સંગમનું સુખ પામે. પછી તેણે સિંહનાદના મુખકમલ ઉપર દૃષ્ટિ કરી. તેણે “એ પ્રમાણે કરો” એમ સંમતિ આપી. કુમારે તેનો સ્વીકાર કર્યો. પછી ઘણા યુદ્ધમાં વિદ્યાધરોને સહાય આપતા કુમારે સઘળોય વિદ્યાધર લોક પોતાના નોકરની જેમ વશ કર્યો. હવે એક દિવસ કુમારે સિંહનાદ વિદ્યાધર રાજાને કહ્યું: મારા વિરહમાં મારા માતા-પિતા ઘણું દુઃખ પામ્યા છે. તેથી મને રજા આપો. હું ત્યાં જાઉં. સિંહનાદે “તે પ્રમાણે થાઓ” એમ સ્વીકાર કર્યો. તથા અમિતતેજ વિદ્યાધરે કનકમાલાને ત્યાં લાવીને આપી. કનકમાલ પત્નીથી તથા ત્યાં અને બીજા સ્થળે તે તે રીતે પરણેલી બીજી પણ અનેક પત્નીઓથી પરિવરેલો, (રપ) સિંહનાદ વગેરે લાખો વિદ્યાધરોથી સેવાતો, વસ્ત્ર, મણિરત્ન, આભૂષણ (વગેરે) મહાવૈભવથી યુક્ત, જેનો સમુદ્રફીણના પિંડ જેવો શ્વેત ગુણસમૂહ ભાટસમૂહથી પ્રગટ બોલાઈ રહ્યો છે એવો સાગરચંદ્ર મલયપુર તરફ ચાલ્યો. અર્ધીક્ષણમાં મલયપુર આવી પહોંચ્યો. જોવાયેલા માતા-પિતાને મળ્યો. રાજાએ અને નગરજનોએ નગરમાં વર્ધાપનક પ્રવર્તાવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી કનકશ્રીએ, કનકશ્રીથી શશિકલાએ, શશિકલાથી રાજાએ, રાજાથી વિશિષ્ટલકે, સમુદ્ર વગેરેમાં ભમતા સાગરચંદ્ર જે સુખ-દુ:ખ અનુભવ્યું તે બધુંય જાણ્યું. પછી તે કુમાર પૂર્વે પ્રાપ્ત કરેલા વિવિધ વિષયસુખોને કનકમાલા વગેરે પત્નીઓની સાથે અનુભવતો ત્યાં રહે છે. ૧. તેગ (તેશ્ય)= તરફ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy