SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૫૭ રહ્યો. અસાધારણ રૂપ વગેરે ગુણોથી તે રીતે આ અમારી નજીકમાં રહેલો છે એમ જાણીને તેમણે સહસા તેનું અભુત્થાન કર્યું. પછી આ કોઇક ઓળખાતો નથી એમ વિચારીને ભય પામેલી બાળાઓએ આસન આપ્યું. એટલે સાગરચંદ્ર કહ્યું: તમે મારો ભય ન રાખો. કારણ કે મલયપુર મહારાજાનો સાગરચંદ્ર નામનો પુત્ર હું ઘણા કૌતુકથી યુક્ત દેશોને જોતો પરિભ્રમણ કરું છું. સાગરચંદ્ર આ પ્રમાણે કહ્યું એટલે મેઘધારાથી સિંચાયેલા કદંબપુષ્પની જેમ પુલકિત અંગવાળી થયેલી અને હર્ષ પામેલી તેમણે પરસ્પર મુખરૂપ કમલને જોયું. પછી કુમારે કહ્યું: જો કહેવા યોગ્ય હોય તો તમે પણ પોતાનું ચરિત્ર અમને કહો. તેથી બાળાઓએ કહ્યું: હે સુખદ! તેવું કંઇપણ રહસ્ય તમારી પાસે છુપાવવા જેવું નથી. કિંતુ વિલંબ સહન થઇ શકે તેમ ન હોવાથી સંક્ષેપથી કહીએ છીએ. વૈતાઢ્ય પર્વત ઉપર સિંહનાદ નામનો વિદ્યાધર રાજા છે. કનકશ્રી, કમલશ્રી, રંભા, વિમલાનના અને તારા એ નામની અમે પાંચેય તેની પુત્રીઓ છીએ. નૈમિત્તિકે હમણાં જ અમારા પિતાને તમને જ અમારા પતિ કહ્યા છે. અને તે પતિ આ જ અટવીમાં છે એમ કહ્યું છે. આથી અમારા પિતા અહીં તમારી પાસે આવ્યા છે. અહીં વિદ્યાથી કરાયેલા મહેલમાં અમને મૂકીને હમણાં તમને શોધવા માટે વિશાળ અટવીમાં ફરે છે. વિશેષ કહેવાથી શું? લગ્ન કરવા વડે આ જનને (=પાંચ બાળાઓને) કૃતાર્થ કરો. કારણ કે અતિ તૃષાળુ પુરુષ વાંછિત પાણી મળતાં ક્ષણવાર પણ સહન કરતો નથી. આ પ્રમાણે કહ્યું એટલે કુમાર સંક્ષિપ્ત વિધિથી તેમને પરણ્યો. પછી તેમની સાથે રતિસુખ અનુભવીને એકક્ષણ ત્યાં રહે છે તેટલામાં તે મહેલ નથી, તે પત્નીઓ નથી, પોતાને ભૂમિ ઉપર રહેલો જુએ છે. પછી રથ આગળ જઈને રથને જુએ છે તો તે રથ પણ પત્નીથી રહિત છે. આ જોઇને તેણે વિલાપ શરૂ કર્યો(રરપ) ભુવનકાંનો આ અતિદુસહ વિરહ મને જે રીતે પીડે છે તે રીતે પૂર્વે જે દુઃખ અનુભવ્યું તે એકપણ પીડા કરતું નથી. કારણ કે નિપુણ એવી તેણે મને જિનધર્મમાં સ્થિર કર્યો છે. ઇત્યાદિ વિલાપ કરીને ફરી પણ પૂર્વોક્ત ભાવનાથી આત્માને સમાધિમાં રાખીને રથથી આગળ ચાલ્યો. પછી તે જેટલામાં બહુ દૂર નથી ગયો તેટલામાં ઉછળતા કિરણોવડે ભૂમિ અને આકાશના અંતરની વિચારણા કરવા માટે માપદંડ હોય તેવું, રત્ન-સુવર્ણથી બનાવેલું, વિશાળ, ઊંચું, ત્રણ લોકના મનને હરનારું, “વિદ્યાધરાવતાર' એવા નામવાળું જિનમંદિર જોયું. પછી મેઘના આગમનમાં મોરની જેમ હર્ષ પામેલો તે રથથી ઉતર્યો. ' વાવડીમાં સ્નાન કરીને કમળો લઇને જિનમંદિરમાં ગયો. હર્ષ પામેલા તેણે વિધિપૂર્વક મંદિરના મધ્યભાગમાં પ્રવેશ કર્યો એટલે એકરત્નથી બનાવેલી અને શરદઋતુના ચંદ્રકિરણો જેવી શ્વેત જિનપ્રતિમાને જોઇ. પછી વિધિપૂર્વક પૂજા કરીને તે વખતે જ પોતાને કૃતાર્થ માનતા તેણે ભક્તિથી ભગવાનની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy