SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર ગુટિકા બનાવી હોય તેવી(=અતિશય રૂપવતી) ભુવનકાંતા નામની પુત્રી છે. તેને જિનવચન સમ્યક્ પરિણમ્યું છે. તે તારા ચંદ્રજ્યોત્સ્ના જેવા શ્વેત ગુણસમૂહને ક્યાંક સાંભળીને તારા જ સંગમસુખમાં આગ્રહ કરીને રહે છે. આ તરફ સેલપુર નગરનો સ્વામી સુદર્શન નામનો રાજા છે. આ સામે દેખાય છે તે સમરવિજય નામનો કુમાર તેનો પુત્ર છે. તેણે ભુવનકાંતાની માગણી કરી. માગવા છતાં તેણે કોઇપણ રીતે ભુવનકાંતાને પ્રાપ્ત ન કરી. એક દિવસ તેણે દેશની હદમાં આવીને પોતાના પુરુષોને મોકલ્યા. અતિશય નિપુણ તે પુરુષોએ ઉદ્યાનમાં ક્રીડા કરતી ભુવનકાંતાનું અપહરણ કર્યું. તેની ધાવમાતા હું તેના સ્નેહથી (તેની સાથે) આવી. પછી જેટલામાં વિલાપ કરતી ભુવનકાંતાને સમરવિજયકુમાર લઇ આવ્યો. તેટલામાં એના પુરુષોએ ક્યાંકથી તને અહીં જોયો. પછી ઓળખીને સમરવિજયને કહ્યું. પછી સમરવિજયે પણ તું એકલો છે એમ વિચારીને તને યુદ્ધ કરાવ્યું. પણ તેણે એ ન જાણ્યું કે, અતિશય પરાક્રમ એ જ જેમનું ધન છે એવા પુરુષોને માટે વનમાં સિંહની જેમ સહાયકો તો શોભામાત્ર હોય છે, પોતાના સાહસમાં જ સિદ્ધિ વસે છે. (૨૦૦) તેથી મહેરબાની કરીને તે બાળાને આનાથી છોડાવીને લગ્ન કરવા વડે જાતે પ્રાણોને છોડતી તે બાળાનું રક્ષણ કર. તે સાંભળીને કુમારે સમરવિજય ઉપર પોતાની દૃષ્ટિ નાખી. તેથી ભય પામેલા તેણે તે બાળાને લાવીને સોંપી. પછી સાગરચંદ્ર વાતચીત કરીને સમરવિજયને ત્યાંથી રજા આપી. તેણે (=સાગરચંદ્ર) ત્યાં સંક્ષેપ વિધિથી બાળાને પરણી. પછી જિનશાસ્ત્રની વિચારણા કરવામાં તત્પર તેમણે સમરવિજયકુમારના લીધેલા રથમાં ચઢીને આગળ પ્રયાણ કર્યું. પછી કુમાર ભુવનકાંતાની સાથે દરરોજ પદાર્થોની સૂક્ષ્મ વિચારણા કરે છે. તેથી કુમાર જિનવરના મતમાં કુશલ હોવા છતાં વધારે કુશલ થયો. સાગરચંદ્ર સિંહનાદ રાજાની પાંચ પુત્રીઓને પરણ્યો. હવે એકવાર સુમથુરાના માર્ગમાં જતા કુમારના કાનોમાં વીણા અને વાંસળીના અવાજથી સુખકર સંગીતધ્વનિએ પ્રવેશ કર્યો. તે ધ્વનિથી આકર્ષાયેલા તેણે રથને તે ધ્વનિ તરફ જ ચલાવ્યો. થોડા જ અંતરમાં એક અતિ ગહન આમ્રવન જોયું. પછી સંગીતધ્વનિમાં અતિશય આકર્ષાયેલો તે ઉત્તમરથને ભાર્યાની સાથે ઉદ્યાનની બહાર રાખીને વનના મધ્યભાગમાં ગયો. પછી તેણે પ્રાસાદ જોયો. કૌતુકથી તેની ઉપર ચડ્યો. ઘણા આકર્ષણથી શરૂ કરેલા સંગીતના કારણે જેમનાં વસ્ત્રો સરકી ગયા છે, જેમના ગોળ સ્તનો ઘૂમી રહ્યા છે, જેમનો ત્રિવલિપ્રદેશ ક્ષણવાર પ્રગટ થઇ રહ્યો છે, જેમણે વસ્ત્રથી સુખ આપનાર ઘર કર્યું છે, આવી પાંચ બાળાઓને તેણે જોઇ. પછી બાળાઓના સંગીત સંબંધી કૌશલ્યથી અને લાવણ્યથી વિસ્મય પામેલો તે કુમાર ક્ષણવાર ત્યાં જાણે ચીતરેલો હોય કે ઘડેલો હોય તેવો ૧. અવેવ (આક્ષેપ)= આકર્ષણ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy