SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૫૫ જીવઘાત કરનારું હોય, તેવું નદીજલમાં સ્નાન વગેરે અન્ય પણ સાવદ્યનો ત્યાગ કરવો. આ પ્રમાણે ઘણા વિસ્તારથી સર્વજ્ઞ ભાષિત પદાર્થોમાં કુમાર પ્રવીણ કરાયો. હર્ષયુક્ત મનવાળા કુમારે મુનિવરને કહ્યું: અરિહંતદેવ, સુસાધુઓ ગુરુ અને જિનમત મારે પ્રમાણ છે. આજથી મેં ત્રિવિધ-ત્રિવિધ મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે. આ પ્રમાણે સમ્યકત્વને સ્વીકારીને તે બીજું કંઈપણ મુનિને પૂછે તેટલામાં તે મુનીન્દ્ર અદૃશ્ય થઈ ગયા. તેથી કુમારે વિચાર્યું. આ મુનિ આ પ્રમાણે ઉતાવળા કેમ થયા? કારણ કે ઉડતા તેમણે મારી સાથે વાત પણ ન કરી. (૧૭૫) અથવા નિઃસ્પૃહ ચિત્તવાળાઓને અમારું શું કામ હોય? તેમનું જે કાર્ય છે તે બધુંય તેમણે કર્યું છે. કારણ કે કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુના પ્રભાવને જીતી લેનારા ધર્મને આપનારાએ જગતમાં શું ન આપ્યું? અર્થાત્ બધું જ આપ્યું. સાગરચંદ્ર ભુવનકાંતાને પરણ્યો. આ પ્રમાણે મુનિવરના પરમ ઉપકારને હૃદયમાં માનતો તે જેટલામાં આગળ પ્રવૃત્ત થયો તેટલામાં અશ્વ, હાથી અને રથ ઉપર ચઢેલા, ભાલો, ધનુષ અને હથિયારો જેના હાથમાં છે તેવા, સમરવિજયકુમાર તારા ઉપર રુષ્ટ થયો છે એમ બોલતા લાખો મહાસુભટોએ સહસા સાગરચંદ્રકુમારને ચારે દિશામાં ઘેરી લીધો. કુમારે હૃદયમાં વિચાર્યું અહો! સંબંધ વગરનું આ શું થયું? અથવા આ સમય ચિંતાથી પસાર કરવા માટે નથી. પછી જંગલી પ્રાણિસમૂહથી ઘેરાયેલા સિંહની જેમ લીલાથી વશ કરવા માટે કુમારે કહ્યું: અરે! મારા ઉપર સમરવિજયકુમાર રુષ્ટ થયો છે એમ તમે જે કહો છો તેથી ચોક્કસ જાણો કે તેના ઉપર યમ રુષ્ટ થયો છે. પછી કૂદકો મારીને મુખ્ય શ્રેષ્ઠ રથ ઉપર ચઢીને હોંશિયારીથી રથિકને મારી નાખ્યો. પછી તે રથમાં રહેલો તે ઘણા સુભટ સમૂહને પાડતો અને લાખો પ્રહારોને ન ગણતો ભૂહને ભેદીને સમરવિજયકુમારના રથ પાસે આવ્યો. પછી તેણે કહ્યું: અરે! જો તું મારા ઉપર રુષ્ટ થયો છે તો તૈયાર થા. તેથી ભય પામેલો સમરવિજયકુમાર કોઇપણ રીતે ધનુષ ચડાવે છે. ભય પામેલો અને કંપતો તે હજી પણ બાણ છોડતો નથી. તેટલામાં સાગરચંદ્ર પુણ્યથી દુરિત સમૂહને છેદે તેમ પોતાના બાણોથી સમરવિજયના ધનુષને બાણની સાથે છેદી નાખ્યું. પછી ફરી પણ સમરવિજયે હાથમાં કોઈક શસ્ત્ર રાખ્યું. તેથી કુમારે તે રથમાં ચડીને તેને કેશોથી પકડ્યો. તેથી હે અનંતસાહસ! મારે તું જ શરણ છે એમ બોલતો સમરવિજયકુમાર તેના ચરણોમાં લાગ્યો પડ્યો. સાગરચંદ્ર કરુણાથી તે રાજપુત્રને જેટલામાં મૂકી દીધો, તેટલામાં મધ્યમવેશ ધારણ કરનારી એક યુવતિ ત્યાં આવી. પછી તેણે બે હાથ જોડીને સાગરચંદ્રને કહ્યું: હે મહાયશસ્વી! કુસવર્ધન નામનું નગર છે. ત્યાં કમલચંદ્ર નામનો રાજા છે. તેને અમરકાંતા નામની રાણી છે. તેમને જાણે કામદેવે સંપૂર્ણ વિશ્વને પોતાને વશ કરી લેવા માટે પ્રયત્નથી ૧. વિરí કૂદકો. શિરા-કૂદકો અર્થ કોષમાં જોવામાં આવ્યો નથી. પણ સંભાવનાની દૃષ્ટિએ લખ્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy