SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) આ ચિંતાથી શું? ફરી તે જ આત્માનો શોક કેમ કરું? કારણ મેં તેવા પ્રકારનો ધર્મ ન કર્યો. તેથી સામગ્રીનો યોગ થયે છતે એ યોગ્ય છે. (૧૫૦) ઇત્યાદિ વિચાર્યા પછી તે કુમાર ગાથાર્થથી આત્માને ભાવિત કરતો અટવીમાં ભમે છે. ક્યાંક તરસને, ક્યાંક ભૂખને, ક્યાંક ઠંડી-ગરમીને સહન કરે છે. ક્યાંક ભયંકર હાથી, અષ્ટાપદ, સિંહ અને વાઘના કારણે અટકે છે. ક્યાંક ચોરોના કારણે અને ક્યાંક વેતાલ અને ભૂત વગેરેના કારણે અટકે છે. તો પણ તે પોતાની બુદ્ધિ અને શૌર્યથી કોઇપણ રીતે પરાભવ પામતો નથી. એવું કોઇ દુઃખ નથી કે જે તેણે અટવીમાં સહન ન કર્યું હોય. તો પણ ગાથાથી આશ્વાસન પમાડાયેલા તેણે તે દુઃખને કંઇ પણ ન જાણ્યું. [સાગરચંદ્રચરિત્ર અમરપુર ગયેલાએ પણ હમણાં પણ ધર્મ કરવો આ પ્રમાણે જંગલમાં લાંબા કાળ સુધી ભમીને એક દિવસ અશોકવૃક્ષના નીચે રહેલા તેણે જાણે પ્રત્યક્ષ ઉપશમનો પુંજ હોય તેવા અને પગના નખરૂપમણિની શ્રેણિઓમાંથી ઉછળતા કિરણોના બહાનાથી નમેલાઓને સુગતિનો માર્ગ બતાવતા એક ચારણમુનિ જોયા. તેથી તેણે વિચાર્યુંઃ ત્યારે દુઃખને વાવતા મેં કોઇ જન્મમાં શું સુખને પણ વાવ્યું છે? જેથી મુનિને જોઉં છું. આ પ્રમાણે વિચારીને અત્યંત હર્ષ પામેલા તેણે સાધુ પાસે જઇને સાધુને પ્રણામ કર્યા. ધ્યાનમાં રહેલા સાધુ કાંઇ પણ પ્રતિવચન કહેતા નથી. તેથી કુમારે કહ્યું: હે મહાયશસ્વી! તૃષાવાળાને મરુદેશમાં પદ્મસરોવરની જેમ, ભિખારીને રત્નનિધાનની જેમ, રોગથી સંતપ્તને અમૃતની જેમ આપ મને પ્રાપ્ત થયા છો. તેથી જો આપ પણ પ્રતિવચન ન આપો તો અહીં આ દીનજન કોનું શરણ સ્વીકારે? પછી કુમારને વિનય વગેરે ગુણોથી યોગ્ય જાણીને મુનિએ કાયોત્સર્ગ પારીને આશીર્વાદ કહ્યા. તેથી હર્ષ પામેલા કુમારે મુનિને કહ્યું: હે નાથ! પશુ જેવા મેં આટલા કાળ સુધી કાર્ય-અકાર્યને ન જાણ્યું. તેથી કૃપા કરીને આ કહો કે જીવલોકમાં ઉત્પન્ન થયેલા જીવે અહીં યત્નપૂર્વક શું કરવું જોઇએ? તેથી મુનિપતિએ કહ્યુંઃ સઘળો જ લોક સુખને ઇચ્છે છે. તે સુખ ઇચ્છવા છતાં ધર્મ વિના ન હોય. તેથી બુદ્ધિમાન પુરુષે ઘણા પ્રયત્નથી ધન, ભોગ અને મોક્ષનું કારણ એવો તે ધર્મ જ સદા કરવો જોઇએ. તે ધર્મની પણ સર્વ તીર્થિકો પોતપોતાના મતથી પ્રશંસા કરે છે, અર્થાત્ અમારો ધર્મ સારો છે એમ કહે છે. તેથી ખરીદ કરાતા કરિયાણાની જેમ ધર્મની પરીક્ષા કરવી યોગ્ય છે. તે પરીક્ષા દેવની, ગુરુની અને ધર્મની કરવી જોઇએ. જે રાગાદિથી રહિત હોય તેને દેવ જાણવા. જે ઘરની પ્રવૃત્તિથી મુક્ત છે, ધર્મને કહે છે, કંઇપણ સ્પૃહા કરતા નથી, ક્રોધ, મદ અને લોભથી રહિત છે, બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે તે ગુરુ છે. પૂર્વાપર અવિરુદ્ધ જીવાદિ પદાર્થો તત્ત્વ છે. અથવા મોક્ષનું જે સાધન હોય તે તત્ત્વ છે. દાન વગેરેની શુદ્ધક્રિયા મોક્ષનું સાધન છે. પોતે દુઃખી ન થાય અને બીજાને પણ દુઃખ ન કરે તે દાન આપવું જોઇએ. ગાય અને લોખંડ વગેરેનું દાન ન કરવું જોઇએ. ધર્મના બહાનાથી પાપનું કારણ હોય,
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy