SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર ઉપદેશમાલા (પુષ્યમાલા) [અંતરંગકથા-૧૨૫ આરોપ કરે છે. ગુણરહિતમાં ગુણોનું ગ્રહણ કરે છે. સંસારહેતુમાં મોક્ષહેતુના ભાવને કરે છે. તે આ પ્રમાણે– હાસ્ય, ઊંચેથી ગીત ગાવું, કામવિકાર અને નાટકના આડંબરમાં તત્પર, નારીના કટાક્ષ વિક્ષેપોથી હણાયેલા (અને એથી જ) નારીના દાસ બનેલા, માયાવી, મહાક્રોધી, શસ્ત્ર રાખનારા, શત્રુઓનો ઘાત કરનારા– આવાઓને પણ મિથ્યાત્વે લોકમાં દેવ તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે. રાગ-દ્વેષથી રહિત, સર્વજ્ઞ, શાંતચિત્તવાળા, શત્રુ અને મિત્રમાં સમભાવવાળા, સ્ત્રીસંગથી રહિત, શસ્ત્રના આરોપથી રહિત, માયા અને માત્સર્યથી રહિત– આવા પણ દેવોને આ દુષ્ટાત્માએ છુપાવી દીધા છે. આત્મા ક્ષણમાં નાશ પામનારો છે, વિભુ(=આકાશવ્યાપી) છે, નિત્ય છે, લલાટમાં રહેલો છે, હૃદયમાં રહેલો છે, જ્ઞાનમાત્ર છે, જેમાં ચર અને અચર પદાર્થો રહેલા છે એવું જગત શૂન્ય છે, અથવા પંચભૂતનો વિકાર છે, ઇત્યાદિ જે તત્ત્વ પ્રમાણથી બાધિત છે અને ભોળા લોકોને છેતરનાર છે તે તત્ત્વમાં મિથ્યાદર્શન મંત્રી સર્બુદ્ધિ ઉત્પન્ન કરે છે. શુદ્ધ જીવાદિતત્ત્વને આ દુરાત્મા છુપાવે છે. તથાહે ભદ્રો! જેઓ ઘરવાળા, સ્ત્રીના ગુહ્ય અંગનું મર્દન કરનારા, જીવોનો ઘાત કરનારા, જુટ્ઠી પ્રતિજ્ઞાવાળા, પાપી, પરિગ્રહનો સ્વીકાર કરવામાં આસક્ત, તપેલા લોઢાના જેવા હોવા છતાં પોતાને સાધુ માનનારા છે તેમનામાં આ લોકમાં પાત્રબુદ્ધિને કરે છે. જેઓ સર્વજીવોના હિતકર, શાંત, મન-વચન-કાયાના સંયમવાળા, માયા-અહંકાર-માત્સર્યથી રહિત, બ્રહ્મચારી, સમ્યગ્નાનને ધારણ કરનારા, ધીર, સર્વસંગોથી રહિત છે, તેમનામાં આ અપાત્રતાબુદ્ધિને અને મોટા દોષને ઉત્પન્ન કરે છે. તથા કૌતુક, ચમત્કાર, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, વિષરહિત કરનાર તંત્ર, શુભાશુભ નિમિત્ત, જ્યોતિષ, ગણિત, ચૂર્ણ, ચિકિત્સા, આ સિવાય બીજા પણ જે પાપ-શાસ્ત્રમાં ઉપદેશાયેલા હોય અને જીવોનો ઘાત કરનારા હોય તેમને જેઓ પ્રયત્નથી શીખે છે અને નિઃશંકપણે પ્રયોગ કરે છે તેમને જ આ લોકમાં ગુણીરૂપે અને પૂજ્યરૂપે પ્રસિદ્ધ કરે છે. જેઓ મંત્ર-તંત્રાદિને જાણતા હોવા છતાં અત્યંત નિઃસ્પૃહ છે, મંત્ર-તંત્રાદિના પ્રયોગથી નિવૃત્ત થયેલા છે, ધર્મનું ઉલ્લંઘન કરવામાં ભીરુ છે, ક્રોધ, અંહકાર અને લોભ વગેરેથી દૂરથી છોડાયેલા છે, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ યોગમાં અને શ્રુતમાં સદા આસક્તચિત્તવાળા છે, તેમને મિથ્યાદર્શન મંત્રીએ નિર્ગુણ છે, લોકને જાણતા નથી, જ્ઞાનથી રહિત છે, ઉન્મત્ત છે એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ કર્યા છે. તથા− નદી આદિના પાણીથી સ્નાન, પશુસમૂહનો ઘાત, કન્યાઓનો વિવાહ, તલ આદિને બાળવા, પંચાગ્નિ તપ, અગ્નિ અને ભયજનક સ્થાનોમાં પડવું, લોઢું અને હળ આદિનું દાન, કામશાસ્ત્ર પ્રવર્તાવવું, યત્નથી ૧. વિવ્યોજ=કામવિકાર. ૨. આરોપ= રાખવું. ૩. પ્રાકૃત શબ્દકોશમાં વુડ શબ્દનો ઉન્મત્ત અર્થ જણાવ્યો છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy