SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગકથા રાજાના જમણા હાથની પાસે બેઠેલો જે આ દેખાય છે તેને આ જ રાજાનો રાગકેશરી નામનો પુત્ર જાણવો. તે રાગ-કેશરી અસંખ્ય યુવાન રમણીઓથી પરિવરેલો છે. તે રમણીઓ કમળના દલ જેવી દીર્ઘ આંખોવાળી છે. રમણીઓનો શરીરનો મધ્યભાગ ઉન્નતસ્તનોથી દબાયેલ, નમતો અને કૃશ છે. એ રમણીઓએ કામદેવની શય્યા જેવા અને સુયોગ્ય નિતંબસ્થળની વિશાળતાથી ગંગાનદીના તટને જીતી લીધો છે. એ રાગકેશરીના ચરણકમળોની અસંખ્ય ચારણો (=સ્તુતિપાઠકો) સેવા કરી રહ્યા છે. તે ચારણો કામદેવના રૂપને જેણે હસી નાખ્યો છે તેવા રૂપવાળા છે, તેમણે ઉજ્વળ અને મનોહર પોષાક પહેર્યો છે. તેમણે વિચિત્ર અને ચતુરાઇથી ભરેલા વચનોની પરંપરા શરૂ કરી દીધી છે. તે રાગકેશરી અનંતાનુબંધી માયા અને અશુભાનુબંધી લોભ વગેરે પુત્રોથી પરિવરેલો છે. તથા જેણે પદ્મરાગમણિઓના સમૂહની કાંતિને ઝાંખી કરી દીધી છે તેવી કાંતિવાળો છે. અતશક્તિસંપન્ન રાગકેશરીથી મોહરાજા દ્વારા પ્રેરાઈ રહેલા ત્રણ જગતને તમે જુઓ, અર્થાત્ ત્રણ જગતના જીવો એની પ્રેરણા પ્રમાણે કરે છે. રાજાના ડાબા હાથની પાસે બેઠેલો જે આ દેખાય છે તે પણ આ જ રાજાનો પહેલા પુત્ર જેવા સામર્થ્યવાળો દ્વેષગજેન્દ્ર નામનો બીજો પુત્ર જાણવો. તે દ્વેષગજેંદ્ર જેમના હાથનો આગલો ભાગ વિવિધ શસ્ત્રોથી યુક્ત છે તેવા પુરુષ-સ્ત્રીઓના સમૂહથી પરિવરેલો છે. તે પુરુષ-સ્ત્રીઓનો ભાલ રૂપ ફલક ત્રણવળીઓ રૂપ તરંગોથી યુક્ત છે, આંખો ગુંજા(ચણોઠી)ના અર્ધભાગ જેવી લાલ છે, તેમના શરીરમાંથી ઘણા પસીના રૂપી પાણીના બિંદુઓ ટપકી રહ્યા છે. તેમની દૃષ્ટિઓ સદાય અંતરમાં સળગાવેલા શ્રેષરૂપી અગ્નિના ધૂમાડાથી મલિન બની ગઈ છે. તે દ્વેષગજેન્દ્ર અનંતાનુબંધી માન વગેરે આઠ પુત્રોથી યુક્ત છે. તેના શરીરનો વર્ણ શાહીના ઢગલાના જેવો શ્યામ છે. એની પછી વર્ણથી કૃષ્ણ, સ્વરૂપથી ભયંકર, ચિત્તથી ક્રૂર, વચનથી કઠોર, ક્રિયાથી દારુણ, વક્ર ચક્ષુથી સંપૂર્ણ રાજ્યને જોતો બેઠેલો દેખાય છે તે પણ આ જ રાજાનો મિથ્યાદર્શન નામનો મહામંત્રી જાણવો. તેની જે શક્તિ છે તેને કહેવા માટે પણ પાર ન પામી શકાય. કેવલ સંક્ષેપથી કંઈક કહેવાય છે– આ અદેવમાં દેવનો સંકલ્પ, અધર્મમાં ધર્મની માન્યતા, અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અતિશય સ્પષ્ટપણે કરે છે. અપાત્રમાં પાત્રતાનો ૧. સફૂગ કામદેવ. તq=શવ્યા. તપ શબ્દથી તત્પા... નામ ધાતુ બન્યો છે. તેનું વર્તમાન કૃદંતનું રૂપ તન્યાયમાન થાય ૨મા નિતંબ (સ્ત્રીઓની કેડનો પાછળનો ભાગ.) ૨. અપ્રત એ સ્થળે સિદ્ધહેમવ્યાકરણ II રૂા 1 વદ્દ | સૂત્રથી સમાસ થયો છે. સ્થાતિ મwદસ્ત ! ૩. અનંતાનુબંધી આદિ ચાર પ્રકારનો માન અને એ પ્રમાણે ચાર પ્રકારનો ક્રોધ, એમ આઠ થાય.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy