SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગકથા કુટુંબનું પાલન કરવું, ગાય અને પીપળાનું વૃક્ષ વગેરેને વંદન કરવું, રાત્રિભોજન ઇત્યાદિ જે જીવહિંસાનું કારણ છે, જેને બુદ્ધિશાળીઓએ સંસારના કારણ તરીકે નિશ્ચિત કર્યું છે, અને જે પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ છે, તેમાં આ મોહરાજાનો મહામંત્રી પોતાની શક્તિથી લોકોની મતિને “આ બધું ધર્મનું કારણ છે' એવી કરે છે. તેથી એની કથાથી પણ સર્યું. આગળ જે આ કુદૃષ્ટિ નામની મોહરાજાની પત્ની છે તેના સામર્થ્યનું વર્ણન કરવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી. કારણ કે નાસ્તિક વગેરેના ઘોર સંસારના હેતુ તથા યુક્તિ અને લોકથી વિરોધી એવા સઘળા માર્ગે આણે જ સર્યા છે. રાજાને નમસ્કાર કર્યા પછી રાગકેશરીને આગળ કરીને જે બેઠેલો દેખાય છે. તે મદન નામનો મહામાંડલિક રાજા જાણવો. તેના હાથ જગતના સર્વજીવોના હૃદયને ભેદવામાં સમર્થ પાંચ બાણોથી યુક્ત છે. તેણે પીઠ ઉપર ધનુષ્યનું ભાથું રાખ્યું છે, મોટા ધનુષને નજીકમાં કર્યું છે. તે સર્વ લીલાઓના વિલાસો અને કામચેષ્ટાઓ જ્યાં થઈ રહી છે તેવી વસતિમાં રહે છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ નામના ત્રણ સેવકો તેના શરીરની ચંપી (=મર્દન) કરી રહ્યા છે. અમે આનું શું વર્ણન કરીએ? કારણ કે તેણે મહાદેવને પણ ગૌરીનું અધું શરીર બળાત્કારથી અપાવ્યું. કૃષ્ણને પણ ગોપીઓના ચરણોમાં વંદન કરાવ્યું. અપ્સરાઓને જોવા માટે બ્રહ્માને પણ ચારમુખરૂપ સંપત્તિ પ્રાપ્ત કરાવી. રતિકલહથી કુપિત થયેલી ઇદ્રાણીને ખુશ કરવા માટે ઇંદ્રને પણ ક્રોડો કુશળ પ્રયત્નોમાં પ્રવર્તાવ્યો. ચક્રવર્તીઓના પણ મસ્તકે પોતાની આજ્ઞા ધારણ કરાવી છે. તો પછી બીજા મનુષ્યો અને દેવોની શી વાત કરવી? તે આ પ્રમાણેબાર દેવલોક વગેરેનો દેવ પોતાની કાંતિથી સર્વ તેજોનો પરાભવ કરે છે અને એનું શરીર ઉત્તમ પુદ્ગલોથી બનેલું હોય છે. આવા કોઈક દેવને પણ ક્યારેક અતિશય કુપિત થયેલો આ પોતાના બાણોથી માર મારે છે. આથી વ્યાકુલ બનેલો અને કૃત્ય-અકૃત્યને નહિ જોતો તે અશુચિ એવા મૂત્ર અને આંતરડાના કાદવથી ભરેલા મનુષ્યસ્ત્રીના શરીરમાં પણ કાયપ્રવૃત્તિથી રમે છે, અર્થાત્ કાયાથી મૈથુન સેવે છે. વિશ્વશત્રુ એવા આનાથી પ્રેરાયેલા કેટલાક દેવો ઘણા અનર્થોને જોતા હોવા છતાં અન્ય દેવની દેવીઓનું અપહરણ કરીને તમસ્કાય આદિમાં છુપાઈ જાય છે. પછી તે પ્રસંગના કારણે વજ આદિથી માર મરાયેલા તે દેવો ઘણા દિવસો સુધી ઘણી વેદનાને સહન કરે છે. મનુષ્યોમાં પણ એના બાણને અર્પણ કરાયેલા( એના બાણથી વિંધાયેલા) કેટલાકો કામવાસનામાં ફેંકાય છે, ગાત્રોમાં ૧. અહીં અત્યર્થ પદનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. ૨. પતિ =ગ્રહણ કરેલું. ૩. તમસ્કાય એ કૃષ્ણવર્ણવાળો અપ્લાય વિશેષ છે, જે અણવર સમુદ્રથી નીકળીને પાંચમા દેવલોક સુધી પહોંચે છે. (આનું વિશેષ વર્ણન બૃહત્સંગ્રહણી ગ્રંથમાં છે.)
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy