________________
અષ્ટક પ્રકરણ
૪૫
૨-સ્નાન અષ્ટક
कसिणो । तो कसिणसंजमविऊ, पुष्फाईयं न इच्छन्ति ॥१॥ अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो ॥ संसारपयणुकरणे, दव्वत्थए कूवदिटुंतो ॥२॥ तथा द्रव्यस्तवरूपत्वात् पूजायाः, तस्य च भावस्तवहेतुत्वातप्रधानत्वाच्च यतीनां न द्रव्यस्तवेऽधिकारः । अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी, तस्यापि सावधनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वात् । अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावतः सावघे संक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्ता । यदाह"असदारम्भपवत्तो, जं च गिही तेण तेसि विनेया। तन्निव्वित्तिफलच्चिय, एसा परिभावणीयमिणं५ ॥१॥" न चायमनन्तरोदितोऽसदारम्भप्रवृत्तस्तत्कथं तस्य तन्निवृत्तिफलत्वेन स्नानादौ सावद्यारम्भे प्रवृत्तियुक्ता । अतः स्थितमिदं न सर्व एव सर्वस्याधिकारी, किन्तु य एवैकत्राधिकारी स एवान्यत्रानधिकारीति ॥५॥
પ્રધાન દ્રવ્ય સ્નાનના અધિકારી જો દ્રવ્યનાન ભાવશુદ્ધિનું નિમિત્ત હોવાથી સુંદર છે તો મલિનારંભી દ્રવ્યસ્નાન કરે એમ શા માટે કહ્યું? કારણ કે અમલિન આરંભવાળાને પણ દ્રવ્યસ્નાન તે જ પ્રમાણે સુંદર છે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્ધ શાસ્ત્રમાં ધર્મક્રિયા કરનારા જીવોની યોગ્યતાની અપેક્ષાએ ધર્મના દ્રવ્યપૂજા અને ભાવપૂજા રૂપ અનુષ્ઠાનોની સમ્યગુ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા ગુણ અને દોષને આશ્રયીને રોગની ચિકિત્સાની વ્યવસ્થા સમાન જાણવી. (૫)
ટીકાર્ય–શાસ્ત્રમાં સુનિશ્ચિત આપ્તના આગમમાં શાસ્ત્રમાં ધર્મક્રિયા કરનારા જીવોની યોગ્યતાની અપેક્ષાએ સમ્યવ્યવસ્થા કરવામાં આવી છે, ગમે તે રીતે નહિ.
ગુણ-દોષને આશ્રયીને– અહીં ભાવના આ છે- જેમ વ્યાધિની ચિકિત્સા રોગીની અપેક્ષાએ ગુણકારી અને દોષકારી બને છે તેમ મલિનારંભી અને નિર્મલારંભી ધર્મકર્તાની અપેક્ષાએ દ્રવ્ય સ્નાન અને ભાવ સ્નાન રૂપ ધર્મસાધન ગુણકારી અને દોષકારી બને છે. દ્રવ્યસ્નાન મલિનારંભીને જ ગુણકારી બને છે, નિર્મલારંભીને નહિ એવો અહીં ભાવ છે. કારણ કે મલિનારંભી દેવતાની પૂજા માટે સ્નાન વગેરેમાં અધિકારી છે, નિર્મલારંભી અધિકારી નથી.
કેટલાકો કહે છે કે મલિનારંભી પણ અહીં સ્નાન આદિમાં અધિકારી નથી. કારણ કે આ જ ગ્રંથકાર હવે પછી આ પ્રમાણે કહેશે-“જે ધર્મ માટે ધન મેળવવાની પ્રવૃત્તિ કરે છે એના કરતાં તે ધન મેળવવાની પ્રવૃત્તિ ન કરે એ જ શ્રેષ્ઠ છે. પ્રથમ શરીરને કાદવથી ખરડવું, પછી પાણીથી ધોવું, એના કરતાં તો શરીરને કાદવથી ન ખરડવું એ જ શ્રેષ્ઠ છે.”(અગ્નિકારિકા અષ્ટક ગાથા-૬) આનાથી ધર્મ માટે સાવદ્ય (કપાપવાળી) પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. તથા આગળ કહેશે કે “ન્યાયના દ્રવ્યથી મેળવેલા અને દેશકાળ પ્રમાણે ઉત્તમ, મધ્યમ કે જઘન્ય જેવાં મળે તેવાં પુષ્પોથી પૂજા કરવી જોઇએ.” આનાથી પુષ્પોને તોડવાનો અને દેવસંબંધી ( દેવ પૂજા માટે) બગીચાનો અભાવ જણાવ્યો છે. २३. षड्जीवकायसंयमो द्रव्यस्तवे स विरुध्यते कृत्स्नः । तस्मात् कृत्स्नसंयमविदः पुष्पादिक नेच्छन्ति ॥१॥ २४. अकृत्स्नप्रवर्तकानां विरताविरतानामेष खलु युक्तः । संसारप्रतनुकरणे द्रव्यस्तवे कूपदृष्टान्तः ॥१॥ २५. असदारम्भप्रवृत्ता यच्च गृहिणस्तेन तेषां विज्ञेया । तन्निवृत्तिफलैवैषा परिभावनीयमिदम् ॥२॥