________________
અષ્ટક પ્રકરણ
૨-સ્નાન અષ્ટક
આ પ્રલાપ બરાબર નથી. કારણ કે દેવપૂજા માટે સ્નાનનો વિધેયપણે ( કરવા યોગ્ય તરીકે) ઉપદેશ આપ્યો જ છે. કહ્યું છે કે-“દ્રવ્યથી અને ભાવથી પવિત્ર બનીને જિનપૂજા કરવી જોઇએ. સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવાં એ દ્રવ્યથી શુદ્ધિ છે. અવસ્થાને ઉચિત વિશુદ્ધવૃત્તિથી ( ન્યાયથી) મેળવેલા ધનથી પૂજા કરવી એ ભાવથી શુદ્ધિ છે.” (પૂજા વિધિ પંચાશક ગાથા-૯)
પૂર્વપક્ષ– આ ઉપદેશ (=સ્નાનથી શુદ્ધ બનીને જિનપૂજા કરવાનો ઉપદેશ) પ્રાસંગિક સ્નાનની અપેક્ષાએ છે, પણ દેવની પૂજા માટે નથી. (અહીં ભાવ એ છે કે જો સ્નાન કરે તો જિનપૂજા કરે, પણ દેવપૂજા માટે સ્નાન ન કરે.).
ઉત્તરપક્ષ- આ પણ કથન યુક્ત નથી. જો આ ઉપદેશ પ્રાસંગિક હોય તો જ્યારે પણ સ્નાન કર્યું હોય ત્યારે દેવપૂજા કરે એવો ઉપદેશ કર્યો હોય, પણ નિત્ય કર્તવ્ય તરીકે ઉપદેશ કર્યો ન હોય. જિનપૂજા કરવી એ નિત્ય કર્તવ્ય છે. કહ્યું છે કે “વિધિપૂર્વક ત્રિકાળ જિનપૂજા કરીને ચેત્યોને વંદન ( ચેત્યવંદન) કરે.”
વળી થઈ ઇત્યાદિ શ્લોકથી ધર્મ માટે સાવદ્ય ( પાપવાળી) પ્રવૃત્તિ કરવાનો નિષેધ કર્યો છે એમ જે કહ્યું તે સત્ય છે. પણ તે નિષેધ કેવલ સર્વવિરતિવાળા સાધુઓની અપેક્ષાએ છે. કારણ કે તે શ્લોક સર્વવિરતિના અધિકારમાં કહ્યો છે. ગૃહસ્થની અપેક્ષાએ તો (ધર્મ માટે) સાવધ પ્રવૃત્તિવિશેષની અનુજ્ઞા આપી જ છે. કહ્યું છે કે-“વ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત છે.” (પંચવસ્તુક ગાથા-૧રર૪)
તથા કોઇક વેપાર વગેરે સાવદ્ય પ્રવૃત્તિ પણ કોઇકને દુષ્ટ નથી. કારણ કે એ પ્રવૃત્તિ વિષયવિશેષ પ્રત્યે પક્ષપાતરૂપ હોવાથી પાપક્ષયનો અને ગુણબીજના લાભનો હેતુ છે. જેમ કે સંકાશશ્રાવક. સંકાશ શ્રાવકે પ્રમાદથી ચેત્યદ્રવ્યનું ભક્ષણ કર્યું. આના કારણે લાભાંતરાય વગેરે ક્લિષ્ટ કર્મો બાંધ્યાં. એથી દુરંત સંસારરૂપ જંગલમાં લાંબા કાળ સુધી ભમ્યો. અનંતકાળ પછી તે મનુષ્ય ભવને પામ્યો. તે ભવમાં તે દરિદ્ર મનુષ્યોમાં અગ્રેસર બન્યો. સર્વજ્ઞની પાસે તેણે પોતાના પૂર્વભવનો વૃત્તાંત જાણ્યો. દરિદ્રતાનું કારણ એવાં કર્મોને ખપાવવા માટે તેણે સર્વજ્ઞના ઉપદેશથી હું જે ધન મેળવીશ તે ધનને ભોજન-વસ્ત્ર સિવાય જિનમંદિર આદિમાં વાપરીશ એવો અભિગ્રહ ગ્રહણ કર્યો. સમય જતાં તે મોક્ષને પામ્યો.
પૂર્વપક્ષ– સંકાશ માટે આ યોગ્ય છે. કારણ કે તેનાં કર્મોનો ક્ષય તે રીતે થઇ શકે તેમ હતો. પણ અન્યને ધર્મ માટે સાવપ્રવૃત્તિ યોગ્ય નથી.
ઉત્તરપ– એમ ન કહેવું. કારણ કે જે પ્રવૃત્તિ સર્વથા જ અશુભ હોય તે વિશિષ્ટ નિર્જરાનું કારણ ન બને. (અહીં આશય એ છે કે જો સંકાશ શ્રાવકની ધન મેળવવાની પ્રવૃત્તિ સર્વથા જ અશુભ હોત તો વિશિષ્ટ નિર્જરાનું કારણ ન બનત. માટે તેની ધન મેળવવાની પ્રવૃત્તિ સર્વથા અશુભ ન હતી. એ રીતે ધર્મ માટે થતી પાપ પ્રવૃત્તિ સર્વથા અશુભ નથી.).
વળી “શુદ્ધાર્થથાતામ'' ઇત્યાદિ જે કહેવામાં આવશે તે સ્વયં પુષ્પોને તોડવાનો નિષેધ કરવા માટે નથી. કિંતુ પૂજાનો કાળ થયે છતે પુષ્પો લાવનાર માળી આગળ જિનદર્શનની પ્રભાવના થાય એ માટે વણિકકળા ન કરવી, અર્થાતુ માળીને છેતરવો નહિ એવું કહેવા માટે છે. અન્યથા “સિંદુવારના (=નગોડના કે જાસુદના) ૧. અહીં પૂર્ણગાથા આ પ્રમાણે છે
અવસાવાયા લિયાવિયા પણ ગત્તા સંસારપયgaો તથા વિદ્યુત (પંચવસ્તક ગાથા-૧રર૪)