SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૯ ૨-સ્નાન અષ્ટક દેહના દેશની- શરીરના ચામડીરૂપ અવયવની. અહીં દેહ શબ્દનો ઉલ્લેખ કરીને “વસ્ત્ર સહિત સ્નાનથી દેવપૂજા કરવી જોઇએ” એવા મતનું નિરાકરણ કર્યું. કારણ કે જળથી ભીના થયેલા વસ્ત્રોની સ્નાન તરીકે પ્રસિદ્ધિ નથી. “દેશની' એવા ઉલ્લેખથી જેઓ એમ માને છે કે “(મલવિસર્જન કર્યા પછી) શુદ્ધિ કરવામાં બુદ્ધિશાળીઓએ લિંગમાં (પાણીથી) એક, ગુદામાં ત્રણ, એક ડાબા હાથમાં દશ અને બંને હાથમાં માટીથી સાત શુદ્ધિ જાણવી.” (1) “આ શુદ્ધિ ગૃહસ્થો માટે છે. બ્રહ્મચારીઓની (ગૃહસ્થની અપેક્ષાએ) બમણી, વાનપ્રસ્થોની ત્રણ ગુણી અને સંન્યાસીઓની ચાર ગુણી શુદ્ધિ જાણવી.” (૨) તેઓ અપહાસ (=મજાક) કરાયેલા થાય છે. તેઓ આ પ્રમાણે શૌચ સંબંધી પ્રયત્ન કરતા હોવા છતાં લિંગ અને ગુદા વગેરેના અંદરના ભાગને શુદ્ધ કરવાનું શક્ય નથી. પણ માત્ર ચામડીને જ શુદ્ધ કરવાનું શક્ય બને છે. તથા તેઓ કાન અને નાક વગેરેની આ પ્રમાણે શુદ્ધિ કરતા નથી. અને કાન વગેરે અશુદ્ધ નથી એવું નથી. પ્રાય: - પ્રાયઃ એટલે ઘણું કરીને. પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કરીને તેવા પ્રકારના રોગથી ઘેરાયેલા શરીરના દેશની પણ શુદ્ધિનું ક્ષણવાર પણ કારણ બનતું નથી એમ જણાવ્યું. ક્ષણવાર– મુહૂર્ત (૪૮ મિનિટ) સુધી શુદ્ધ બને છે, નહિ કે ઘણા કાળ સુધી. ક્ષણવાર જ શુદ્ધિનું કારણ કેમ છે ? એના જવાબમાં અહીં જણાવ્યું કે-ધોયેલા મળની અપેક્ષાએ અન્ય મળને આવતું રોકી શકાતું નથી. શરીરનો મલના આશ્રયનો સ્વભાવ હોવાથી સ્નાન અન્ય ( નવા આવતા) મળને રોકવા સમર્થ નથી. દ્રવ્યસ્નાન- જેનું સ્વરૂપ પૂર્વે (પહેલા શ્લોકમાં) જણાવ્યું છે તે જળ વગેરેના આશ્રયથી થતું સ્નાન દ્રવ્ય સ્નાન છે, અથવા દ્રવ્યથી થયેલું સ્નાન દ્રવ્યસ્નાન છે, એમ સ્નાનનું લક્ષણ જાણનારાઓ કહે છે. પ્રયોગાનુયેન એ પદોનું વ્યાખ્યાન બીજાઓ આ પ્રમાણે કરે છે-પ્રાયઃ એટલે ઘણા ભાગે. અન્ય એટલે જળ સિવાય અન્ય. અનુપરોધ એટલે અહિંસા. જ્ઞાનમાં ઘણા ભાગે પાણી સિવાય અન્ય જીવોની હિંસા થતી ન હોવાથી જળથી દેહના દેશની ક્ષણવાર શુદ્ધિનું કારણ બનતું સ્નાન દ્રવ્ય સ્નાન કહેવાય છે. (૨) अर्थतस्यैव कर्तृवशात्प्रधानाप्रधानतां दर्शयन्नाहकृत्वेदं यो विधानेन, देवतातिथिपूजनम् । करोति मलिनारम्भी, तस्यैतदपि शोभनम् ॥३॥ વૃત્તિ - “વા' વિદાય “' કનોકિત દ્રવ્યનાન, “' રતિ તવીથા વાન્ ઘાર્ષિ:, 'विधानेन' धार्मिकजनोचितस्नानविधिना "भूमीपेहणजलछाण-णाइ जयणा उ होइ ण्हाणाओ४॥" इत्येवंरूपेण, ततः किमित्याह- 'देवता'ऽनन्तरविवेचितस्वरूपमहादेवलक्षणा, अतति सततमप्रतिबद्धविहारितया गच्छतीति ‘अतिथिः' अविद्यमाना वा तिथिरुपलक्षणत्वादुत्सवादयश्च यस्येति अतिथिः सन्मार्गनिरतो यतिः । उक्तं च "तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीया-च्छेषमभ्यागतं १४. भूमिप्रेक्षणजलच्छाणनादियतना तु भवति स्नानादौ । एसो विसुद्धभावो अणुहवसिद्धो च्चिय बुहाणं ॥१॥ इति गाथापूर्तिः ॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy