SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૪૦ ર-નાન અષ્ટક વિશારૂતિ તો પૂનમુદિતસાર તેવતાતિધૂનન તત્ ‘વતિ' વિયાદિતી વ્યાख्यानपक्षे तु 'विधानेन देवतातिथिपूजनं करोति'इत्येवं सम्बन्धः, । कोऽसावित्याह-मलिनः अवद्यमलयुक्त आरम्भो व्यापारो मलिनारम्भः, सोऽस्यास्तीति 'मलिनारम्भी' सावद्ययोगादनिवृत्तो गृहस्थ इत्यर्थः । कुतीर्थिकशिक्षणाभिप्रायप्रवणं चेदं विशेषणं । तच्छिक्षणं चैवम्- हे कुतीथिका यदि यूयं मलिनारम्भिणस्तदा युष्माकमिदं द्रव्यस्नानं कर्तुमुचितं नान्यथा, तथाहि अस्य विशुद्धभावहेतुत्वेन प्रशस्यता, स च विशुद्धो भावो निर्मलारम्भाणां सदैवास्तीति किमेतेनेति । 'तस्य' इति देवतातिथिपूजनकर्तुमलिनारम्भिणः, 'एतदपि' इति न केवलं वक्ष्यमाणस्वरूपं भावस्नानं शुभपरिणामरूपत्वाच्छोभनम् 'एतदपि' द्रव्यस्नानमपि, 'शोभनं' साधु, सत्यपि सावद्यत्वे प्रायो मदददिहेतुत्वे च शुभभावाहेतुत्वात्, तस्येतिविशेषणात्तदन्यस्य त्वशोभनमेव तदिति सिद्धं भावशुद्ध्यनिमित्तत्वादिति ॥३॥ પ્રધાન દ્રવ્ય નાન હવે સ્નાનની જ સ્નાન કરનારની અપેક્ષાએ પ્રધાનતા અને અપ્રધાનતાને બતાવતા ગ્રંથકાર કહે છે – શ્લોકાર્થ– મલિનારંભી જે ગૃહસ્થ વિધિપૂર્વક દ્રવ્યસ્નાન કરીને દેવતા-અતિથિનું પૂજન કરે છે, તેનું આ દ્રવ્યસ્નાન પણ પ્રશસ્ત છે. (૩) ટીકાર્થ– મલિનારંભી– મલિન એટલે પાપરૂપ મળથી યુક્ત. આરંભ એટલે વ્યાપાર. જે પાપરૂપ મળથી યુક્ત વ્યાપારવાળો હોય તે મલિનારંભી છે, અર્થાત્ પાપયોગોથી નિવૃત્ત ન થયેલો ગૃહસ્થ, મલિનારંભી વિશેષણ કુતીર્થિકોને બોધ આપવાના અભિપ્રાયમાં તત્પર છે, અર્થાત્ કુતીર્થિકોને બોધ આપવા માટે છે. તે આ પ્રમાણે- હે કુતીર્થિકો ! જો તમે મલિનારંભી છો તો તમારે આ દ્રવ્ય સ્નાન કરવું યોગ્ય છે, અન્યથા નહિ. તે આ પ્રમાણે- ભાવવિશુદ્ધિનું કારણ હોવાના કારણે દ્રવ્ય સ્નાન પ્રશસ્ત છે. તે વિશુદ્ધભાવ નિર્મલારંભવાળાઓને (=નિર્મલ પ્રવૃત્તિ કરનારાઓને) સદાય છે, એથી તેમને દ્રવ્ય સ્નાનથી શું? અર્થાત્ તેમને દ્રવ્યસ્નાનની જરૂર નથી. – પૂજાનો અધિકારી ધાર્મિક જીવ. વિધિપૂર્વક– ધાર્મિક લોકને ઉચિત સ્નાનની વિધિપૂર્વક. તે વિધિ આ પ્રમાણે છે-“જ્યાં સ્નાન કરવાનું છે ત્યાં જીવરક્ષા માટે ભૂમિનું અવલોકન કરવું, પોરા વગેરેની રક્ષા માટે પાણી ગાળવું, પાણીમાં નાખી વગેરે જીવ ન પડી જાય તેની કાળજી રાખવી વગેરે સ્નાન, વિલેપન અને જિનપૂજા આદિમાં યતના છે. યતનાપૂર્વક સ્નાન આદિથી શુભ અધ્યવસાય થાય છે. યતનાપૂર્વક સ્નાન આદિથી થતો શુભ અધ્યવસાય બુદ્ધિશાળીઓને અનુભવ સિદ્ધ છે.' (પૂજા વિધિ પંચાશક-ગાથા – ૧૧) દેવતા-અતિથિનું પૂજન- દેવતા એટલે હમણાં જ (=પહેલા અષ્ટકમાં) જેના સ્વરૂપનું વિવેચન કર્યું છે તે મહાદેવ. જે અપ્રતિબદ્ધ વિહારવાળા હોવાથી સતત જાય છે =ક્યાં ય રોકાતા નથી=આસક્તિ કરતા નથી માટે સતત જાય છે) તે અતિથિ. અથવા જેને તિથિ નથી અને તિથિના ઉપલક્ષણથી ઉત્સવ વગેરે નથી તે અતિથિ. સન્માર્ગમાં (=જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં) તત્પર સાધુ અતિથિ છે. કહ્યું છે કે- “(લોકિક) તિથિઓ, ૧. શ્રાદ્ધદિનકૃત્ય ગાથા ૨૩-૨૪માં પણ સ્નાનવિધિ જણાવ્યો છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy