SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૯ ૧-મહાદેવ અષ્ટક તે શાસ્ત્ર છેદશુદ્ધ છે. કહ્યું છે કે-“બાહ્ય અનુષ્ઠાનોથી વિધિ-નિષેધને બાધ ન આવે, અર્થાત્ વિધિ-નિષેધ પાળી શકાય અને વૃદ્ધિ પામે એવાં અનુષ્ઠાનો કહેવા દ્વારા જે આગમ શુદ્ધ છે, તે આગમ છેદથી શુદ્ધ છે, અર્થાત્ વિધિ-નિષેધોનું પાલન અને વૃદ્ધિ થાય તેવાં અનુષ્ઠાનો જે આગમમાં કહ્યાં હોય તે આગમ છેદ પરીક્ષાથી શુદ્ધ છે.” (પંચ વસ્તુક ગાથા ૧૦૭૩) જીવોનું સંરક્ષણ કરવામાં, શુભ ધ્યાન કરવામાં, અને વિશુદ્ધ પિંડનું ગ્રહણ કરવામાં ઉપાય રૂપ વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોનો પ્રતિષેધ કરવામાં તત્પર શાસ્ત્ર બોટિક શાસ્ત્રની જેમ અશુદ્ધ છે. અથવા દેવતાની આરાધના માટે સાધુઓને સંગીત કરવા આદિનો ઉપદેશ આપવામાં તત્પર શાસ્ત્ર અશુદ્ધ છે. કહ્યું છે કે-“જેમ કે” સાધુઓએ દેવોને પ્રસન્ન કરવા સંગીત આદિ માટે ઉદ્યમ કરવો” (કહ્યું છે કે-રાવણને પ્રિય એવા વાજિંત્ર સાથે સંગીત ગાવાથી દેવ પ્રસન્ન બને છે. માટે દેવને પ્રસન્ન કરવા તેમાં (=સંગીતમાં) વિશેષ પ્રયત્ન કરવો.) તથા આંખના ભમર ચઢાવવા આદિપૂર્વક કંદર્પ વગેરે કરવું. (હસવું, કામવર્ધક ચેષ્ટા કરવી, કામકથા કરવી વગેરે કંદર્પ છે.) તથા અસભ્ય વચનો કહેવાં. જેમ કે-હું બ્રાહણઘાતક છું. આ પ્રમાણે બોલવાથી તેના (શાતા) વેદનીય કર્મનો ક્ષય થાય. (પંચ વસ્તુક ગાથા ૧૦૭૮) આત્મા છે. આત્મા પરિણામી છે. આત્મા વિવિધકર્મોથી બંધાયેલો છે. કર્મના વિયોગથી આત્મા મુક્ત થાય છે. હિંસાદિ કર્મબંધનું કારણ છે. અહિંસાદિ કર્મના વિયોગનું કારણ છે.” ઇત્યાદિ પદાર્થવાદની મુખ્યતાવાળું શાસ્ત્ર તાપથી શુદ્ધ છે. આવા પ્રકારના આત્મા વગેરે પદાર્થો હોય તો જ ઉક્ત સ્વરૂપવાનું વિધિ: નિષેધ વગેરે બધું ઘટી શકે છે, આત્મા વગેરે પદાર્થો આનાથી અન્ય પ્રકારના હોય તો વિધિ-નિષેધ વગેરે ઘટી શકે નહિ. ઉક્ત સ્વરૂપથી અન્ય પ્રકારના આત્મા વગેરે પદાર્થોને બતાવવામાં તત્પર શાસ્ત્ર તાપથી અશુદ્ધ છે. આ પ્રમાણે જેણે આવા પ્રકારનું (કષ-છેદ-તાપથી શુદ્ધ) શાસ્ત્ર રચ્યું છે તે મહાદેવ કહેવાય છે. આ શ્લોક વડે મુખ્ય વૃત્તિથી આ અર્થને (=કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્રને રચનારમહાદેવ કહેવાય છે એ અર્થને) કહેતા ગ્રંથકારે ગૌરવૃત્તિથી વિવિધ અર્થ જણાવ્યો છે. (૫) ननु यो वीतरागः स कथमाराध्यते । न तावत्स्तुत्यादिभिः सरागत्वप्रसङ्गात्, नापि निन्दादिभिः स्तवादीनां वैयर्थ्यप्रसङ्गात्, उपेक्षयाप्याराधने स एव दोष इत्याशङ्कयाह यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन, नियमात्स फलप्रदः ॥६॥ वृत्तिः- न केवलं येन शास्त्रमुदाहृतं स महादेव उच्यते, 'यस्य च' देवविशेषस्य, 'आराधनोपाय आज्ञाभ्यास एव स महादेव उच्यते' इति चशब्दार्थः क्रियासम्बन्धश्चेति । आराधनं प्रसादनं, आराधनमिवाराधनं तत्फलप्रसाधकत्वात्, न पुनराराधनमेव सरागत्वप्रसङ्गात् । प्रसादाभावेऽपि च प्रसादफलसिद्धिर्व૧. “એક અવસ્થામાંથી બીજી અવસ્થા પામવી એ પરિણામ છે. પરિણામ સર્વથા સ્થિતિરૂપ કે સર્વથા વિનાશરૂપ નથી. (કથંચિત્ સ્થિતિરૂપ અને કથંચિત વિનાશરૂપ છે.) એવો વિદ્વાનોનો મત છે.” (સ્વાદુવાદ મંજરી-ગાથા ૨૭) આવા પરિણામવાળો આત્મા પરિણામી કહેવાય.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy