SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧-મહાદેવ અષ્ટક વર્ણન જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર તાપથી શુદ્ધ છે. આ કષ આદિ ત્રણાથી સુપરિશુદ્ધ શ્રત-અનુષ્ઠાન (જ્ઞાનક્રિયા) રૂપ ધર્મ સુધર્મ બને છે.” (પંચવસ્તુક ૧૦૨૩) કષ આદિની શુદ્ધિ આ પ્રમાણે છે- હિંસા આદિ ન કરવાથી (આરોગ્ય વગેરે) ફળની અને હિંસા કરવાથી (રોગ વગેરે) અનર્થની પ્રાપ્તિ થાય છે એવું આલંબન લઇને મન-વચન-કાયાથી ન કરવું-ન કરાવવું ન અનુમોદવું એમ નવ પ્રકારે સૂક્ષ્મ બાદર જીવોનો પ્રાણાતિપાત આદિનો જીવન પર્યંત નિષેધ અને રાગાદિનો નિગ્રહ કરવામાં સમર્થ એવા ધ્યાન-તપનું વિધાન જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર કષ શુદ્ધ છે. કહ્યું છે કે-“જે શ્રતધર્મમાં સર્વ પાપકાર્યોનો સૂથમપણે નિષેધ કરવામાં આવ્યો હોય, તથા રાગાદિનો નાશ કરવામાં સમર્થ એવા ધ્યાન વગેરેનું વિધાન કરવામાં આવ્યું હોય, એ શ્રતધર્મ કષ પરીક્ષાથી શુદ્ધ છે. જેમાં આવા વિધિનિષેધ ન હોય તે શાસ્ત્ર કષશુદ્ધ નથી. જેમ કે “પ્રાણી, પ્રાણીશાન, ઘાતક- ચિત્ત (=હિંસાના પરિણામ), હિંસા કરનારમાં હિંસા કરવાની ચેષ્ટા અને પ્રાણનો વિયોગ એ પાંચથી હિંસા થાય છે” તથા “હાડકાં વિનાના (એકેંદ્રિય વગેરે) જીવો એક ગાડું ભરાય તેટલા મરે તો પણ એક ઘાત થાય.” તથા “જ્યાં વિસંવાદ થાય તે જ અસત્ય છે' ઇત્યાદિ. આ પાપપ્રતિષેધ સંપૂર્ણ નથી. ગઈ એ જ પરમાર્થથી પરમ તત્ત્વ છે એમ જે જાણે છે તે સંસારના બંધનને છેદીને મોક્ષ ગતિમાં જાય છે.” ઇત્યાદિ સ્વરૂપ ધ્યાનવિધિ રાગાદિનો નાશ કરવામાં સમર્થ નથી. કારણ કે લાંબા કાળ સુધી પણ આનું ધ્યાન કરનારાઓના રાગાદિ દોષો ધ્યાન પછીના કાળે તેવા જ રહે છે. જે સાધક રાગાદિ દોષો આ લોકમાં અને પરલોકમાં અપાય (=અનર્થો) ઉત્પન્ન કરે છે એમ ચિતવે છે તેના તે દોષો પછીના (=ચિંતન પછીના) કાળે પણ પાતળા થતા જાય છે અને પછી સર્વથા થતા પણ નથી. આથી રાગાદિના અપાયનું ધ્યાન કરવું એ શ્રેષ્ઠ વિધિ છે. આથી જ સત્પરષો અન્ય ધ્યાનનો ત્યાગ કરીને ધ્યાનવિધિ આ પ્રમાણે કહે છે-પાપનો ત્યાગી સાધક રાગદ્વેષ-કષાય-આશ્રવ વગેરેની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતા જીવોના આ લોક અને પરલોક સંબંધી થતા અનર્થોને ચિંતવે. જેમાં ઉક્ત વિધિ-નિષેધના ઉપાયરૂપ હોય તેવાં સમિતિ-ગુપ્તિ આદિ અનુષ્ઠાનો બતાવવામાં આવે છે, ૧. દરેક દર્શનમાં શાસ્ત્રો ભિન્ન-ભિન્ન છે. તેમાંથી કયાં શાસ્ત્રો સાચાં છે અને કયાં શાસ્ત્રો ખોટાં છે એ જાણવું જોઇએ. જેમ સોનું બહારથી પીળું-સોના જેવું દેખાતું હોવા છતાં શુદ્ધ જ હોય એવો નિયમ નહિ, અશુદ્ધ પણ હોય. આથી જ બુદ્ધિમાન પુરષો સોનાની કષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને સોનું લે છે. કષ એટલે સોનાને કસોટી ઉપર ઘસવું. છેદ એટલે છીણી • આદિથી કાપવું. તાપ એટલે અગ્નિમાં તપાવવું. પહેલાં સોનાને કસોટી ઉપર ઘસવાથી શુદ્ધ દેખાય તો પણ બુદ્ધિમાન પુરુષ વિશેષ ખાતરી કરવા સોનાને છીણીથી છેદે છે. છીણીથી છેદવાથી શુદ્ધ દેખાય તો પણ હજી વિશેષ ખાતરી કરવા બુદ્ધિમાન પુરુષ તેને અગ્નિમાં તાપે-ગાળે છે. આ રીતે કષ-છેદ-તાપ એ ત્રણે પરીક્ષાથી સોનું શુદ્ધ જણાય તો સોનું શુદ્ધ છે એવો નિર્ણય થાય. એ જ પ્રમાણે શાસ્ત્ર પણ કષ-છેદ-તાપ એ ત્રણે પરીક્ષાથી શુદ્ધ જણાય તો શુદ્ધ છે એવો નિર્ણય થાય. જે શાસ્ત્ર કષની પરીક્ષાથી શુદ્ધ સાબિત થવા છતાં છેદ પરીક્ષાથી શુદ્ધ ન જણાય તે શાસ્ત્ર અશુદ્ધ છે. એ જ રીતે જે શાસ્ત્ર કષ અને છેદ બંનેથી શુદ્ધ જણાય છતાં તાપ પરીક્ષાથી અશુદ્ધ જણાય તે શાસ્ત્ર પણ અશુદ્ધ છે. આથી શાસ્ત્રની કષાદિ ત્રણેથી પરીક્ષા કરવી જોઇએ. ૨. સટ્ટવા ચીન એટલે હા વા ૪ પૂર્વ એટલે યા વહિ એટલે (ા એટલે અનુસ્વાર-મીંડું. આમ ગવત એ શ્લોકનો અર એવો અર્થ થાય.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy