SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૪૦ ૨૧-સૂમબુદ્ધિ અષ્ટક द्रव्यतो धर्मव्याघातो यथेषणीयत्वेनाविरुद्धद्रव्ये कूरादौ साधुसंस्तरणहेतौ सत्यपि अनेषणीयतया विरुद्धमत एव हीनमुत्तममिति बुद्ध्या ददतः, एवं क्षेत्रतोऽकान्तारादिक्षेत्रे, कालतः सुभिक्षकाले, भावतस्तु अग्लानावस्थायाम्, उक्तं च- "संथरणम्मि असुद्धं, दोण्ह वि गेण्हन्तदेन्तयाणहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥१॥" तथा प्रव्रज्यादिविधाने औत्सर्गिकशास्त्रबाधिते द्रव्यतो धर्मव्याघातो यथा- शास्त्रनिराकृतं नपुंसकादिकं जीवद्रव्यं प्रवाजयतः, क्षेत्रतोऽकान्तारादिक्षेत्रे, कालतः सुभिक्षकाले, भावतः स्वस्थावस्थायामिति, हिशब्दः स्फुटार्थः, कथं धर्मव्याघातो ज्ञेय इत्याह- 'सम्यक्' अविपरीतम्, 'माध्यस्थ्यं' अनाग्रहत्वम्, 'आलम्ब्य' आश्रित्य, तदपि न स्वरुच्या किन्तु 'श्रुतधर्मव्यपेक्षया' आगमापेक्षया, न तु तदनपेक्षया इति ॥८॥ ॥ एकविंशतितमाष्टकविवरणं समाप्तम् ॥२१॥ આ પ્રમાણે સ્થૂલ બુદ્ધિવાળાઓને ગ્લાનનો ઓષધ આપવા માટે કરેલ અભિગ્રહરૂપ પ્રવૃત્તિની જેમ ધર્મ માટે કરેલી પ્રવૃત્તિમાં પણ ધર્મ વ્યાઘાત થાય એનું સમર્થન કર્યું. હવે સઘળીય પ્રવૃત્તિમાં એ પ્રમાણે જ છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ– આ પ્રમાણે સદા વિરુદ્ધ દાનાદિમાં તથા શાસ્ત્રોક્તનીતિથી બાધિત પ્રવજ્યાદિ કરવામાં (હીનોત્તમ) હીનને ઉત્તમ જાણવાથી દ્રવ્યાદિ વિશેષથી ધર્મવ્યાઘાત જ જાણવો. આ ધર્મવ્યાઘાતને મધ્યસ્થ બનીને આગમ પ્રમાણે બરોબર જાણવો. (૭-૮) ટીકાર્થ– આ પ્રમાણે- જેમ ગ્લાનને ઓષધ આપવાનો અભિગ્રહ ધર્મબુદ્ધિથી કર્યો હોવા છતાં બુદ્ધિના દોષથી ધર્મવ્યાઘાત થાય છે એ જ નીતિથી. વિરુદ્ધદાનાદિમાં– અહીં આદિ શબ્દથી શીલ-તપ-ભાવના ધર્મ કે ગુરુવિનય, દેવપૂજા વગેરે ધર્મ જાણવો. દાનમાં વિરોધ આ પ્રમાણે છે- જીવઘાતનો હેતુ હોવાના કારણે શાસ્ત્રમાં આપવા યોગ્ય જે વસ્તુના દાનનો નિષેધ કર્યો હોય તેવી, આધાકર્મ આદિ દોષથી દૂષિત, અથવા અડદ, તલ વગેરે વસ્તુનું દાન કરવું તે વિરુદ્ધ દાન છે. અથવા દોષયુક્ત હોવાથી, શાસ્ત્રમાં જેને દાન આપવાનો નિષેધ કર્યો તેવા પાત્રને દાન કરવું તે વિરુદ્ધ દાન. આવા વિરુદ્ધ દાનમાં ધર્મનો વ્યાઘાત જ છે. કારણ કે (હીનોમો ) જે વસ્તુ આપવાની છે તે વસ્તુ ગુણરહિત હોવા છતાં તેને ઉત્તમ જાણે છે. અથવા ગુણરહિત પાત્રને ઉત્તમ જાણે છે. વિપરીત બોધથી હીનવસ્તુને કે હીનપાત્રને ઉત્તમ જાણતો થકો જ્યારે દાન કરે છે ત્યારે ધર્મનો વ્યાઘાત સ્પષ્ટ જ છે. દેવદ્રવ્ય વિરોધ (આપવા યોગ્ય દ્રવ્યને આશ્રયીને વિરોધ) આ પ્રમાણે છે સાધુઓને શુદ્ધ અને કલ્પનીય અનાદિનું દેશ-કાલયુક્ત ઉચિતદાન કરવું એ શ્રાવકનું શિક્ષાવ્રત છે. (શુદ્ધ એટલે ન્યાયથી મેળવેલ. કલ્પનીય એટલે ઉદ્ગમ આદિ દોષોથી રહિત. અાદિ શબ્દમાં રહેલ આદિ શબ્દથી પાણી, વસ્ત્ર, ઔષધ વગેરે સમજવું. દેશ-કાલયુક્ત એટલે પ્રસંગને ઉચિત.) આવા પ્રકારના દાનથી વિપરીત દાનમાં દેવદ્રવ્યવિરોધ જાણવો. પાત્રવિરોધ આ પ્રમાણે છે – “શીલ १३. संस्तरणेऽशुद्ध द्वयोरपि गृह्णददतोरहितम् । आतुरदृष्टान्तेन तदेव हितं संस्तरणे ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy