SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ અષ્ટક પ્રકરણ ૨૧-સૂક્ષ્મબુદ્ધિ અષ્ટક (=મૂલગુણ) અને વ્રત (=ઉત્તરગુણ)થી રહિત કુપાત્રને જે દાન અપાય તે લોહીથી ખરડાયેલા વસ્ત્રને લોહીથી જ ધોવા સમાન છે.” (સમરાઇન્ચ કહા ભવ છઠ્ઠો પૃ-૧૯૨) શાસ્ત્રનીતિથી બાધિત પ્રવજ્યાદિ કરવામાં– શાસ્ત્રમાં કહેલ નીતિથી (=વિધિથી) જેનો નિષેધ કરવામાં આવ્યો હોય તે દીક્ષાદિ કરવામાં હનને ઉત્તમ જાણવાથી ધર્મવ્યાઘાત જાણવો. અહીં આદિ શબ્દથી દેશવિરતિ આદિનું ગ્રહણ કરવું. પ્રવજ્યાવિધાનમાં શાસ્ત્રોક્ત નીતિ આ છે-(“મારો સ્વભાવ કેવો છે ? કયા ગુણસ્થાનકની સાથે સંવાદી છે કે વિસંવાદી છે એ પ્રમાણે) પોતાના સ્વભાવનું નિરીક્ષણ કરવું, (લોક મારા માટે શું કહે છે ? લોક ક્યા ગુણસ્થાનને આશ્રયીને મારી યોગ્યતાની સંભાવના કરે છે એ પ્રમાણે) લોકવાદને જાણવું, (મારા યોગો કયા ગુણસ્થાનકના સાધક છે એ પ્રમાણે) યોગશુદ્ધિ જોવી. આ ત્રણથી પોતાની યોગ્યતાને જાણીને સદા નિમિત્તથી (યોગબિંદુ ગાથા ૨૩ર વગેરેમાં જણાવેલા શુભ નિમિત્તોને જાણીને) તે તે ગુણસ્થાનકમાં પ્રવૃત્તિ કરે.” (યોગશતક-૩૯) તથા— (૧) આર્યદેશમાં જન્મેલ- સાડાપચ્ચીશ પૈકી કોઇ આર્યદેશમાં જેનો જન્મ થયો હોય. (૨) જાતિ-કુળથી વિશુદ્ધ– માતૃપક્ષ તે જાતિ, પિતૃપક્ષ તે કુલ. માતાની જાતિ અને પિતાનું કુળ એ બંને જેમાં વિશિષ્ટ (=વિશુદ્ધ) હોય. (૩) લઘુકમ– જેનો કર્મલ લગભગ (=ઘણો) ક્ષીણ થઇ ગયો હોય, અર્થાતું ચારિત્રમાં વિઘ્ન કરનારાં સંક્લિષ્ટ કર્મો ઘણાં ખપી ગયાં હોય. (૪) વિમલબુદ્ધિ- કર્મક્ષય થવાથી જેની બુદ્ધિ નિર્મલ (=આત્મકલ્યાણના જ ધ્યેયવાળી) હોય. સંસારની અસારતાને જાણનાર– નિર્મલ બુદ્ધિ હોવાથી જ, સંસારરૂપ સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, સંપત્તિઓ ચપલ-અનિત્ય છે વિષય વિષયસુખો દુ:ખનું કારણ છે, જેનો સંયોગ થાય તેનો અવશ્ય વિયોગ થાય છે, અર્થાત્ સંયોગ વિયોગનું કારણ છે, પ્રતિસમય આયુષ્ય ઘટવા રૂ૫ મૃત્યુ થયા કરે છે, પરભવમાં કર્મોનો વિપાક (ફલ) અત્યંત ભયંકર આવે છે. આ રીતે સ્વાભાવિકપણે જ જેણે સંસારનો અસારતારૂપ સ્વભાવ જામ્યો હોય, (અર્થાત્ નિર્મલ બુદ્ધિ હોવાથી ઉક્ત રીતે સંસાર અસાર છે એમ જેના ચિત્તમાં સમજાઈ ગયું હોય. કારણ કે જેના ચિત્તમાં સંસારની આવી અસારતા ન સમજાણી હોય તેની વિષયતૃષ્ણા અટકતી નથી.) (૬) સંસારથી વિરક્ત- સંસારની અસારતા જાણવાથી જ જે સંસારથી વિરક્ત હોય. (કારણ કે જે વિરક્ત ન બન્યો હોય તેને મધુબિંદુના સ્વાદમાં આસક્ત પુરુષની જેમ સંસારના સુખો દુખ્યાજ્ય બને.) (૭) પ્રતનુકષાય- જેના કષાયો અત્યંત મંદ હોય. ૧. જેનાં સંક્લિષ્ટ કર્મો ક્ષીણ ન થયાં હોય તે જીવ કોઇ કારણથી દીક્ષા લે તો પણ તેને સહઅમલ વગેરેની જેમ અનર્થ થવાનો પણ સંભવ છે. તથા તેને પ્રાયઃ મોક્ષરાગ ન થયો હોય, સંસાર અસાર ન લાગ્યો હોય, એથી દીક્ષા સંસારસુખ આદિ માટે લે તેવું પણ સંભવિત છે. સંસાર સુખ આદિ માટે લીધેલી દીક્ષાથી પ્રાયઃ લાભ ન થાય અને પરિણામે દુ :ખવૃદ્ધિ થાય એ પણ સુસંભવિત છે. (ધર્મસંગ્રહ ભાષાંતર)
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy