SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯૯ ૧૯-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક तेसिं सो हिंसओ होई१६ ॥१॥" न शुभाभिसन्धेः । यदाह-"जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्यविसोहिजुत्तस्स ॥२॥ एतेन च यदुक्तं वैयावृत्त्यकरस्येव हिंसकस्य कर्मनिर्जरणसहायत्वान्निर्जरालाभ इति, तदपि परिहृतम्, यतो न "हिंसको' वैयावृत्त्यकरवत् शुभाभिसन्धिः, शेषं त्वभ्युपगमान्निरस्तमिति । अधिकृतश्लोकार्थसंवादिनी चेयं गाथा- "नियकयकम्मुवभोगे वि, संकिलेसो धुवं वहंतस्स । तत्तो बन्धो तं खलु, तविरईए विवज्जन्ति ॥३॥" ॥३॥ આ ઘાતકથી આ જીવ વડે મરણ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવા ફળવાળા સ્વકૃતકર્મના કારણે હિંસા થાય છે કે બીજી રીતે ? જો પ્રથમ પક્ષ માન્ય છે તો હિંસક અહિંસક જ રહે, કારણકે હિંસા વકતકર્મે કરી છે. અન્યપુરુષે કરેલી હિંસાની જેમ, અર્થાત્ ચેત્ર હિંસા કરે તો એ હિંસા મેત્રે કરેલી નથી. તથા હિંસક કર્મનિર્જરાનું કારણ બનવાથી વૈયાવૃત્યકરની જેમ હિંસકે કર્મક્ષય પ્રાપ્તિરૂપ ગુણ કર્યો ગણાય. હવે “બીજી રીતે” એવો બીજો પક્ષ માન્ય છે તો કોઇ વિશેષ (=ભેદ) ન હોવાથી સઘળા જીવો મારવા યોગ્ય થાય. તથા સ્વર્ગસુખ વગેરે પણ વકતકર્મથી જ મેળવેલા ન થાય. એથી કર્મનો સ્વીકાર નિરર્થક જ બને. આ પ્રમાણે જેનોની હિંસાનો પણ સંભવ જ નથી. આવા પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – શ્લોકાર્થ– હિંસ્ય જીવના કર્મવિપાકથી હિંસા થતી હોવા છતાં મારનાર તેમાં નિમિત્ત બનતો હોવાથી તેને હિંસા લાગે=હિંસાનું પાપ લાગે. હિંસા કરવામાં દુષ્ટ આશય થતો હોવાથી આ હિંસા દુષ્ટ છે. (૩) ટીકાર્થ– જો કે હિંસ્યની હિંસા થાય છે તેમાં પ્રધાન હેતુ તેનો કર્મોદય છે. તો પણ હિંસક નિમિત્તભાવથી તેમાં ઉપયોગી બનતો હોવાથી (=સહાયક હોવાથી) એને હિંસા લાગે. પૂર્વપક્ષ– હિંસ્યના કર્મો જ હિંસકને હિંસા કરવા પ્રેર્યો હોવાથી તેનો દોષ નથી. ઉત્તરપક્ષ– લોકમાં પરની પ્રેરણાથી પણ ઘાત કરનારનો દોષ જોવામાં આવે છે. પૂર્વપક્ષ- જો નિમિત્તભાવમાં પણ (=હિંસામાં નિમિત્ત બનવાથી પણ) હિંસા લાગે તો વૈદ્યોને પણ હિંસાની પ્રાપ્તિ થાય. ઉત્તરપક્ષ- તમારી વાત સાચી છે. પણ વૈદ્યોની હિંસા દુષ્ટ નથી. કેમકે તેમનો આશય દુષ્ટ નથી. આ જ વિષયને વિપરીતથી ગ્રંથકાર કહે છે-ચિત્તના દુષ્ટ આશયના કારણે થતી હિંસા કર્મબંધનું કારણ હોવાથી દુષ્ટ છે. કહ્યું છે કે “જે પુરુષ પ્રમાદી છે તેના કાય વગેરે યોગોથી જે જીવો મરાય છે તેમનો તે પ્રમાદી પુરુષ નિયમા હિંસક છે. “(ઓઘનિર્યુક્તિ-૭૫૩) શુભ આશયથી હિંસા ન થાય. કહ્યું છે કેવિશુદ્ધ ભાવવાળા અને યતનામાં તત્પર ગીતાર્થને જે વિરાધના થાય તે નિર્જરા રૂ૫ ફળવાળી થાય છે=એક સમયે બાંધેલું કર્મ બીજા સમયે ખપાવી નાંખે છે.” (ઓ નિર્યુક્તિ-૭૬૦, પિડનિયુક્તિ-૬૭૧) આનાથી પૂર્વે વેયાવચ્ચ કરનારની જેમ હિંસક કર્મનિર્જરામાં સહાયક હોવાથી હિંસકને નિર્જરાનો લાભ ९६. यस्तु प्रमत्तः पुरुषस्तस्य तु योगं प्रतीत्य ये सत्त्वाः । व्यापद्यन्ते नियमात्तेषां स हिंसको भवति ॥१॥ ९७. या यतमानस्य भवेद्विराधना सूत्रविधिसमग्रस्य । सा भवति निर्जराफला, अध्यात्मविशुद्धियुक्तस्य ॥२॥ ९८.निजकृतकर्मोपभोगेऽपि संक्लेशो ध्रुवं वधतः । ततो बधस्तं खलु तद्विरत्या विवर्जन्ति ॥३॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy