SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧-મહાદેવ અષ્ટક ઋષિએ વિષ્ણુને બળદને હાંકવાના દંડથી આંખમાં માર્યો. આ પ્રમાણે વિષ્ણુ આંખમાં રોગવાળો થયો. બીજાઓ તો કહે છે કે, એકવાર વિષ્ણુ નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા. ત્યાં કોઇ તાપસીએ સ્નાન કર્યું. વિષ્ણુએ વસ્ત્રોથી રહિત તેના અંગોમાં કામરાગથી દષ્ટિ નાખી. તાપસીએ પણ તેને ઓળખ્યો. તેથી શાપ આપીને તેને રોગયુક્ત આંખોવાળો કર્યો. (૩) મહાદેવનું શિશ્ન છેડાયું તેની વિગત આ પ્રમાણે છે–દારુવન નામના તપોવનમાં તાપસો વસતા. હતા. એકવાર પોતાના સઘળાં અલંકારોને પહેરીને ઘંટાનો અવાજ અને તંબૂરાના શબ્દોથી દિશામંડળને કોલાહલમય કરતા મહાદેવ તાપસીની ઝુંપડીઓમાં ભિક્ષા માટે આવ્યા. ત્યાં પોતાના દર્શનથી કામવિકારવાળી થયેલી તાપસીઓને મહાદેવે ભોગવી. પછી એકવાર ઋષિઓએ આ વૃત્તાંત જાણ્યો. તેથી અતિશય ગુસ્સે થયેલા તે ઋષિઓએ શાપ આપીને તેના લિંગનો છેદ કર્યો. ત્યાં સઘળા લોકોના લિંગનો છેદ થયો. તેથી પ્રજાની ઉત્પત્તિ બંધ થઇ. તેથી અકાળે જ પ્રજાનો સંહાર ન થાઓ એમ વિચારીને દેવોએ તાપસીને પ્રસન્ન કર્યા. તાપસોએ લિંગને પૂર્વે હતું તેવું જ કરી દીધું.' પછી લોકો પણ લિંગવાળા થયા અને પ્રજોત્પત્તિ થઇ. (૪) સૂર્ય પણ છોલાયો એ વિષે વિગત આ પ્રમાણે છે–સૂર્યની રત્નાદેવી નામની પત્ની હતી. તેનાથી સૂર્યને યમ નામનો પુત્ર થયો. સૂર્યના તાપને સહન નહિ કરી શક્તી રત્નાદેવી પોતાના સ્થાને પ્રતિષ્ઠાયાને (પોતાના જેવી સ્ત્રીને) મૂકીને સમુદ્રના કિનારે જઇને ઘોડીરૂપે રહી. પ્રતિચ્છાયાએ શનૈશ્વર અને ભદ્ર નામના બે પુત્રોને જન્મ આપ્યો. એકવાર બહારથી આવેલા યમે પ્રતિચ્છાયાની પાસે ભોજન માગ્યું. પ્રતિચ્છાયાએ ભોજન ન આપ્યું. તેથી યમે ગુસ્સે થઇને પગની એડીથી તેને મારી. પ્રતિચ્છાયાએ શાપથી તેના પગનો નાશ કર્યો. યમે તે વિગત પિતાને કહી. તેણે પણ વિચાર્યું કે પોતાની માતા આ પ્રમાણે કેવી રીતે કરે ? તેથી ચોક્કસ આ એની માતા નથી. આમ વિચારતા સૂર્યે તેની માતાને ઘોડીરૂપે જોઇ. તેથી સૂર્યે ત્યાં જઇને નહિ ઇચ્છતી પણ તેને બલાત્કારથી જ ભોગવી. ત્યાં બે અશ્વિન દેવો ઉત્પન્ન થયા. રત્ના દેવીએ રોષથી લાલ થયેલી આંખોથી જોવાથી સૂર્યને કોઢરોગવાળો કર્યો. તેથી સૂર્ય નિરોગી થવા માટે ધવંતરી વૈદ્યની પાસે ગયો. વૈદ્ય કહ્યુંઃ શરીરને છોલ્યા વિના તને આરોગ્ય નહિ થાય. તેથી સૂર્ય શરીરને છોલવા માટે દેવોના સુથારને પ્રાર્થના કરી. તેણે કહ્યુંઃ તારે સહનશીલ થવું. નહિ તો તને છોડી દઇશ. તેણે કહ્યું એમ થાઓ. તેથી દેવોના સુથારે સૂર્યને મસ્તકથી આરંભી બે જાનુ સુધી છોલ્યો. અતિશય પીડિત થયેલા સૂર્યે સીત્કાર કર્યો. તેથી દેવોના સુથારે છોલવાનું છોડી દીધું. આ પ્રમાણે નહિ ઇચ્છતી સ્ત્રીનો ભોગ સત્પરુષોના માર્ગથી અલનારૂપ છે. આના કારણે સૂર્ય વિપત્તિને પામ્યો. - બીજાઓ આ પ્રમાણે કહે છે. સૂર્ય ઘોડીરૂપે રહેલી પોતાની પત્નીને ભોગવીને પત્નીના પિતાને ઠપકો આપ્યો. તે આ પ્રમાણે- આ તમારી પુત્રી મને છોડીને બીજા સ્થળે રહે છે. પત્નીના પિતાએ કહ્યુંઃ તમારા શરીરના તાપને સહન ન કરી શકતી આ બિચારી શું કરે ? તેથી જો તમારે એનું પ્રયોજન હોય તો શરીરને છોલાવો. તેથી સૂર્ય દેવોના સુથાર પાસે ગયો. બાકીની વિગત પૂર્વોક્ત પ્રમાણે જ છે. (૫) અગ્નિદેવ પણ બધું ખાનારો થયો એ વિષે આ પ્રમાણે કહેવાય છે – કોઇક ઋષિ પોતાની ઝુંપડીમાં રહેલા અગ્નિની ભક્તિસમૂહથી આહુતિઓ વડે પૂજા કરતો હતો. તે એકવાર મારી પત્નીનું તમારે ૧. અહીં ફક્તવાછેડમ ત્યારથી પ્રારંભી તથી-વિષ્યતીતિ ત્યાં સુધીનો અર્થ લખવો એ અનુચિત જાવાથી લખ્યો નથી.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy