________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
રક્ષણ કરવું એમ અગ્નિદેવને કહીને કોઇ કાર્ય માટે બહાર ગયો. પછી કોઇક ઋષિએ ત્યાં આવીને અગ્નિની સમક્ષ જ ઋષિની પત્નીને ભોગવી. ક્ષણવારમાં તે ઋષિ આવ્યો. તે ઇંગિત (=માનસિક ચેષ્ટા) અને આકાર ( શારીરિક ચેષ્ટા)ને જાણવામાં કુશળ હતો. આથી તેણે મારી પત્ની પરપુરુષથી સેવાયેલી છે એમ જાણી લીધું. પછી તેણે અગ્નિને અને પત્નીને પૂછ્યું કે અહીં કોણ આવ્યો હતો ? તે બંનેએ કંઇ પણ કહ્યું નહિ. જ્ઞાનના ઉપયોગથી તેણે જાણી લીધું કે આ ઉપપતિ (=વ્યભિચારી) છે. રક્ષણ કરવા યોગ્યનું રક્ષણ ન કરવાથી અને પૂળ્યાનો જવાબ ન આપવાથી તે અગ્નિ ઉપર ગુસ્સે થયો, અને “તું બધું ભક્ષણ કરનારો થા” એવો શાપ આપ્યો. તેથી અગ્નિ અશુચિ પદાર્થ વગેરેનું પણ ભક્ષણ કરવાના સ્વભાવવાળો થયો. અગ્નિ જે કોઇ પદાર્થનું ભક્ષણ કરે તે બધું દેવોને પ્રાપ્ત થાય છે. કારણ કે અગ્નિ દેવોનું મુખ છે. અશુચિ વગેરે રસના આસ્વાદથી દેવો કંટાળી ગયા. તેથી દેવોએ જ્ઞાનથી શાપનો વૃત્તાંત જાણી લીધો. પછી દેવોએ આવીને ઋષિને પ્રસન્ન કરવાનું શરૂ કર્યું. તે ત્રષિ પ્રસન્ન ન થયો તો પણ તેણે દેવોના અનુસરણથી (વિનંતિથી) અગ્નિની સાત જીભ કરી. આથી અગ્નિ સપ્તજિલ્ડ (=સાત જીભવાળો) કહેવાય છે. તેમાં બે જીભથી તે આહુતિઓનું જ ભક્ષણ કરે છે. તે આહુતિઓ દેવોને અમૃતરૂપે પ્રાપ્ત થાય છે. પાંચ જીભથી તો સર્વનું ભક્ષણ કરનારા સ્થાપિત કર્યો.
(૬) ચંદ્ર કલંકથી યુક્ત બન્યો તેનો વૃત્તાંત આ પ્રમાણે છે– ચંદ્ર બૃહસ્પતિની પાસે ભણવા માટે ગયો. કારણ કે બૃહસ્પતિ દેવોનો આચાર્ય છે. તેના ઘરે ભણતા ચંદ્ર બૃહસ્પતિની પત્નીને ભોગવી. બૃહસ્પતિએ તે જાયું. તેથી બૃહસ્પતિએ તેને શાપ આપ્યો કે હે ગુરુપત્નીને ભોગવનાર ! તારે સદા કલંકવાળા થવું.
(૭) ઇંદ્ર હજાર યોનિઓથી વ્યાપ્ત શરીરવાળો આ પ્રમાણે થયો– ગૌતમ મુનિની અહલ્યા નામની પત્ની હતી. તેના રૂપથી આકર્ષાયેલ ચિત્તવાળા ઇંદ્ર તેની ઝુંપડીમાં પ્રવેશીને તેની સાથે કામક્રીડા કરી. ઝુંપડીની બહાર ગૌતમ મુનિ આવ્યો. ઇંદ્ર પણ તેના ભયથી બિલાડીનું રૂપ કરીને તેના ઘરમાંથી નીકળીને સ્વર્ગમાં ગયો. આ સ્વાભાવિક બિલાડો નથી, તેથી આ કોણ છે એમ વિચારતા તેણે ઇંદ્રને જાણ્યો. તેથી ગુસ્સે થઇને શાપ આપીને ઇંદ્રના શરીરમાં હજાર યોનિઓ કરી. તેના ઉપભોગ માટે પોતાના છાત્રોને મોકલ્યા. મુનિ ન આવ્યા, અર્થાતુ પોતે તેના ઉપભોગ માટે ન ગયા. દેવોએ ગૌતમ મુનિને પ્રસન્ન કર્યા. આથી મુનિએ યોનિઓના સ્થાને આંખો કરી નાખી. (આથી જ ઇંદ્ર સહસા=હજાર આંખવાળો કહેવાય છે.).
(૮) બ્રહ્મા ચારમુખવાળો આ રીતે થયો–બ્રહ્મા મોટા ઉદ્યાનમાં તપશ્ચર્યા કરી રહ્યો છે. તેને ક્ષોભ પમાડવા માટે તલ તલ જેટલું રૂપ લઇને તિલોત્તમા નામની અપ્સરા કરી. આથી તેને અને બીજી પણ અપ્સરાઓને બ્રહ્માની પાસે મોકલી. તેમણે બ્રહ્માની સમાધિનો ભંગ કરવા માટે પૂર્વાભિમુખ બેઠેલા બ્રહ્માની આગળ ગીત-નૃત્ય વગેરે ભક્તિ કરી. ત્યાં બ્રહ્માની આંખો અને મન (અમારા પ્રત્યે) આકર્ષાયેલા છે એમ જોઇને અપ્સરાઓએ દક્ષિણ તરફ જઇને તે જ પ્રમાણે કર્યું. તે સમાધિથી ભ્રષ્ટ થઇ ગયો હોવા છતાં લજ્જા અને માનના કારણે અપ્સરાઓની સન્મુખ થવા અસમર્થ થયો. આથી તેણે અપ્સરાઓની તરફ બીજું મુખ કર્યું. એ પ્રમાણે અપ્સરાઓ પશ્ચિમ તરફ ગઇ એટલે બ્રહ્માએ ત્રીજું મુખ કર્યું. અપ્સરાઓ ઉત્તર તરફ ગઇ એટલે બ્રહ્માએ ચોથું મુખ કર્યું. અપ્સરાઓ ઉપર ગઇ એટલે બ્રહ્માએ ગધેડાના જેવું પાંચમું મુખ કર્યું. આ પ્રમાણે બ્રહ્મા પાંચમુખવાળો થયો. મહાદેવે ગધેડા જેવું મુખ છેદી નાંખ્યું એટલે બ્રહ્મા ચારમુખવાળો થયો.
(૯) વિષ્ણુ ઠીંગણો આ પ્રમાણે થયો–બલિ નામના દાનવને બાંધવા માટે વિષ્ણુએ ઠીંગણા થઇને