________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
ઉત્તર- એકવાર તેત્રીસ ક્રોડ દેવો ભેગા થયા. તેમાં તે દેવોએ પરસ્પર માતા-પિતાનું વર્ણન કર્યું. તેમાં તેમણે કહ્યું કે અહો ! મહાદેવના માતા-પિતા જાણવામાં આવતા નથી. આથી તેના માતા-પિતા નથી. દેવોનું આ વચન સાંભળીને બ્રહ્માના ગધેડાના મુખ જેવા આકારવાળા પાંચમા મુખથી બ્રહ્માવડે રોષસહિત કહેવાયું કે સર્વ પદાર્થોને જાણનારા મારા જીવતા છતાં મહાદેવના માતા-પિતા જાણવામાં આવતા નથી એમ કોણ કહે છે ? કારણ કે હું જાણું છું. પછી બ્રહ્માએ મહાદેવના માતા-પિતા કોણ હતા તે અંગે કહેવાનું શરૂ કર્યું. તેથી જે જાહેર ન કરી શકાય તે જાહેર કરવાનો પ્રારંભ કરવાથી ગુસ્સે થયેલા મહાદેવે ટચલી આંગળીના નખરૂપી છીપ અને છીપ રૂપ તલવારનો ઉપયોગ કરીને બધા દેવસમૂહની સમક્ષ જલ્દી બ્રહ્માનું ગધેડાના મુખ જેવું તે મસ્તક છેદી નાખ્યું. આ પ્રમાણે બ્રહ્મનું મસ્તક છેદાઈ ગયું.
બીજાઓ તો કહે છે કે- બ્રહ્મા અને વિષ્ણુનો પોતપોતાના મહત્ત્વ સંબંધી વિવાદ થયો. વિવાદ કરતા તે બંને મહાદેવ પાસે ગયા. મહાદેવે તેમને કહ્યુંઃ તમારા વિવાદથી સયું, અર્થાત્ તમે વિવાદ ન કરો. તમારા બેમાંથી જે મારા લિંગના અંતને પામશે તે જ તમારા બેમાં મહાન છે, અન્ય નાનો છે. તેથી વિષ્ણુ લિંગના અંતને પામવા માટે નીચે ગયો. તે ઘણા વેગથી ઘણું ગયો. તો પણ તે લિંગના અંતને ન પામ્યો. પાતાળમાં વજ જેવો અગ્નિ હોવાથી પાતાળમાં જવા માટે અસમર્થ એવા તેનું શરીર અગ્નિના તાપથી કાળું થઇ ગયું. આથી તે પાછો ફરીને મહાદેવની પાસે આવ્યો. તેણે મહાદેવને કહ્યુંઃ આપના લિંગનો અંત નથી. બ્રહ્મા તો તે પ્રમાણે જ ઉપર ગયો. તેના અંતને ન પામવાથી કંટાળી ગયેલા તેણે લિંગ અને મસ્તકથી પડતી માળાને પ્રાપ્ત કરી. માળાને તેણે પૂછ્યું: તું ક્યાંથી આવે છે ? માળાએ કહ્યુંઃ મહાદેવના લિંગ અને મસ્તકથી આવું છું. ત્યાં આવતાં તેને કેટલો સમય થયો? માળાએ કહ્યું: છ મહિના થયા. પછી બ્રહ્માએ કહ્યું: હું લિંગના અંતને પામવા માટે ગયો, પણ તારા વડે જે માર્ગ છ મહિનાથી ઓળંગાયો (=જવાયો) તે ઘણો હોવાથી હું કંટાળી ગયો છું. હવે હું અહીંથી પાછો ફરીશ. મહાદેવ તને તમારા અંગે) પૂછે તો તારે સાક્ષી આપવી. માળાએ પણ તે સ્વીકાર્યું. તેથી માળાને લઇને તે મહાદેવની પાસે આવ્યો. આવીને તેણે કહ્યું હું લિંગના અંતને પામ્યો છું. તમને વિશ્વાસ થાય એટલા માટે ત્યાંથી આ માળા લઇ આવ્યો છું. પછી મહાદેવે માળાને પૂછવું. માળાએ પણ કહ્યું કે આ કહે છે તે બરોબર છે. પછી અંતરહિત પણ મારા લિંગને આ બે અંતવાળું નિશ્ચિત કરે છે. એથી અસત્ય બોલે છે. એમ વિચારીને ગુસ્સે થયેલા મહાદેવે ટચલી આંગળીના નખરૂપ કુહાડાથી બ્રહ્માના ગધેડાના મુખ જેવા મસ્તકને છેદી નાંખ્યું. માળાને તો અસ્પૃશ્ય થવાથી શાપ આપ્યો.
(૨) વિષ્ણુ આંખમાં રોગવાળા થયા તે અંગે વિગત આ પ્રમાણે સંભળાય છે. દુર્વાસા મહર્ષિએ ઉવર્શીની (કામરાગથી) ઇચ્છા કરી. ઉર્વશીએ તેને કહ્યું: જો તમે અપૂર્વ વાહનથી સ્વર્ગમાં આવો તો હું તમને ઇચ્છું છું. દુર્વાસા ઋષિએ તે સ્વીકાર્યું. પછી તે વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ તેનો સત્કાર કર્યો અને આવવાનું કારણ પૂછ્યું. ઋષિએ કહ્યું હું સ્વર્ગમાં જવાને ઇચ્છું છું. તેથી આપે પત્ની સહિત બળદનું રૂપ ધારણ કરીને મને રથમાં બેસાડીને સ્વર્ગમાં લઇ જવો. સ્વર્ગમાં જતાં પાછળ જોવું નહિ. વિષ્ણુએ તેના પ્રત્યેની ભક્તિથી અને તેના ભયથી સ્વીકાર્યું. ઋષિને સ્વર્ગમાં લઇ જવા માટે ચાલ્યો. પછી તેની પત્ની લક્ષ્મી સ્ત્રી હોવાના કારણે જવા માટે તેવી શક્તિથી રહિત હતી. આથી ઋષિએ બળદને હાંકવાના દંડથી લક્ષ્મીને વારંવાર હાંકી=જલદી ચાલવાની પ્રેરણા કરી. સ્નેહથી તેને સહન ન કરતા વિષ્ણુએ ઋષિની સામે જોયું. સ્વીકાર્યા પ્રમાણે ન કરવાથી ગુસ્સે થયેલા