SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૬૬ ૧ર-વાદ અષ્ટક लघु च गुरुलघुनी, तयोर्भावो 'गुरुलाघवं', गुरु एवं विधेषु देशादिषु वादे विधीयमाने प्रवचनस्यात्मनो वा गौरवं माहात्म्यं भवति, एवंविधेषु च तेषु लाघवं माहात्म्यक्षतिस्तयोर्भवतीत्येवं विज्ञाय, यथा गौरवमेव भवति तथा वादः कार्यो न यथाकथञ्चिदिति भावना, किं कृत्वेत्याह- तीर्थकदेव वर्धमानजिन एव ज्ञातं दृष्टान्तः 'तीर्थकृज्ज्ञातं' तत्, 'आलोच्य' विभाव्य, यथा तेन भगवता वर्धमानस्वामिना प्रथमसमवसरणसमागतामभव्यपर्षदं वर्जयित्वाऽन्यत्र विशिष्टा धर्मदेशना कृता, एवमन्येनाप्यनुचितदेशादिकं स्वपरोपकाराभावं च वर्जयित्वाऽन्यत्र, 'वादो'ऽनन्तरोदितश्विविधः, 'कार्यो' विधेयः, 'विपश्चिता' पण्डितेनेति, सर्वत्र गुरुलाघवालोचनपूर्वकप्रवृत्तिक एव परमार्थतो विपश्चिद्भवति, तदन्यस्य परमार्थेनाविपश्चित्त्वादित्युक्तं विपश्चितेति ॥८॥ | | કાલાષ્ટવિવર સાતમ્ II૬૨ા. તો શું ધર્મવાદ કરવો જ જોઇએ? બીજા બે વાદો ન જ કરવા જોઇએ? એવી આશંકા થયે છતે જે કરવું જોઇએ તેનો ઉપદેશ આપતા ગ્રન્થકાર કહે છે શ્લોકાર્થ– અહીં પંડિતે દેશ આદિ પ્રમાણે ગુરુ-લાઘવને જાણીને તીર્થંકર મહાવીર ભગવાનના દૃષ્ટાંતને વિચારીને વાદ કરવો જોઇએ. (૮) ટીકાર્થ– દેશ આદિ પ્રમાણે- દેશ એટલે ગ્રામ, નગર અને દેશ વગેરે. આદિ શબ્દથી કાળ, રાજા અને પ્રતિવાદી વગેરેનું ગ્રહણ કરવું. તેમાં દેશ કુતીર્થિકોની અધિકતાવાળો છે કે અલ્પતાવાળો છે તે જોવું. અર્થાત્ દેશમાં કુતીર્થિકો વધારે છે કે અલ્પ છે તે જોવું. કાળ-દુકાળ છે કે સુકાળ છે વગેરે જોવું. રાજા વગેરે મધ્યસ્થ અને જાણકાર છે કે તેનાથી વિપરીત છે ? ઇત્યાદિ જોવું. પ્રતિવાદી વાદને યોગ્ય છે કે અયોગ્ય છે તે જોવું. કહ્યું છે કે-“ધનવાન, અન્ય રાજાના પક્ષથી યુક્ત રાજા, વિદ્યામંત્રાદિથી બળવાન, તીવ્ર ક્રોધી, વિદ્યાદાતા અને ધર્મદાતા ગુરુ, અધમ (=હલકી જાતિવાળો), વિષ્ટ તપ કરનાર તપસ્વીની સાથે વાદ ન કરે.” (.ભા.ભા.૩ ૧. ૧ ગા. ૯૦-સળંગ ગા.નં. ૭૦૭) તથા પોતે વાદમાં સમર્થ છે કે સમર્થ નથી તે જોવું. કહ્યું છે કે-“કાળ કયો છે ? મિત્રો કયા છે ? દેશ કયો છે ? મારો વ્યય અને આય શો (=કેટલો) છે? હું કોણ છું? અને મારી શક્તિ કઇ (=કેટલી છે ? એ પ્રમાણે વારંવાર વિચારવું.” (પંચતંત્ર-૨૭૧) ગુરુ-લાઘવ જાણીને આવા પ્રકારના દેશ આદિમાં વાદ કરવામાં પ્રવચનનું કે પોતાનું માહાત્મ થાય અને આવા પ્રકારના દેશ આદિમાં વાદ કરવામાં પ્રવચનના કે પોતાના માહાભ્યની હાનિ થાય તે જાણીને ગૌરવ જ થાય તે રીતે વાદ કરવો, પણ ગમે તેમ નહિ. તીર્થંકર મહાવીર ભગવાનના દષ્ટાંતને વિચારીને ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ પહેલા સમવસરણમાં આવેલી સભાને પ્રતિબોધ ન પામે તેવી જાણીને તે સભાને છોડીને બીજા સ્થળે વિશિષ્ટ દેશના કરી.એ પ્રમાણે બીજાએ પણ અયોગ્ય દેશ આદિને અને સ્વપરના ઉપકારના અભાવને છોડીને બીજા સ્થાને યાદ કરવો જોઇએ. વાદ કરવો જોઇએ- ત્રણ પ્રકારનો વાદ કરવો જોઇએ.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy