SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૧૮ ૮-પ્રત્યાખ્યાન અષ્ટક અભવ્યોને પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-ભવ્યોને લબ્ધિ આદિની અપેક્ષાથી પ્રત્યાખ્યાન હોય એ વાત દૂર રહો, અભવ્યોને પણ લબ્ધિ આદિની અપેક્ષાથી પ્રત્યાખ્યાન હોય. ક્યારેક– અન્ય અવસ્થામાં, અર્થાત્ અભવ્યો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશે આવેલા હોય તે અવસ્થામાં. આગમમાં સંભળાય છે. તે આ પ્રમાણે-“હે ભગવંત ! દેવલોકમાં ઉત્પન્ન થનારા અસંયત ભવિક દ્રવ્ય દેવોમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્યથી ભવનવાસી દેવોમાં અને ઉત્કૃષ્ટથી ઉપરના ગ્રેવેયકોમાં ઉપપાત કહ્યો છે.” અહીં જે અભવ્ય જીવો દેવ થવાના હોય તે જીવોને અસંયત ભવિક દ્રવ્ય દેવો કહ્યા છે. તથા-“હે ભગવંત ! એક એક (=પ્રત્યેક) મનુષ્યની ભૂતકાળમાં ચૈવેયક દેવપણામાં કેટલી દ્રવ્ય ઇંદ્રિયો થઇ છે ? હે ગૌતમ ! અનંત દ્રવ્ય ઇંદ્રિયો થઇ છે.” ચામડી વગેરે દ્રવ્ય ઇંદ્રિયો છે. પણ અહીં દ્રવ્ય ઇંદ્રિય શબ્દથી શરીરો જાણવાં. આનો તાત્પર્યાર્થ એ થયો કે દરેક મનુષ્યને ભૂતકાળમાં રૈવેયકપણામાં અનંત શરીરો થયાં છે. કહ્યું છે કે-“ઓઘ આજ્ઞાથી (=સમ્યગ્દર્શન વિના કેવળ આપ્તના ઉપદેશથી) જીવોએ ભૂતકાળમાં ગ્રેવેયક વિમાનોમાં અનંત શરીરો મૂક્યાં છે. અસંપૂર્ણ સાધુકિયાથી ગ્રેવેયકમાં ઉત્પત્તિ ન થાય.” (પંચાશક ૧૪-૪૮) તે પ્રત્યાખ્યાન- અપેક્ષાથી થયેલ પ્રત્યાખ્યાન. કિંઇ નથી– વસ્તુ નથી. કારણ કે તે પ્રત્યાખ્યાન મુમુક્ષુને ઇષ્ટ એવા મોક્ષરૂપ સ્વફળને સિદ્ધ કરતું નથી. પોતાના ફળને સિદ્ધ કરનાર જ વસ્તુ વસ્તુપણાને પામે છે, પણ અન્ય (=સ્વફળને સિદ્ધ ન કરનાર) વસ્તુ વંધ્યાપુત્રની જેમ વસ્તુપણાને પામતી નથી. મૂળ શ્લોકમાં તિ શબ્દ હેતુ અર્થમાં છે. તેનો અન્વય આ પ્રમાણે છે-જે કારણથી અપેક્ષાથી કરાયેલું પ્રત્યાખ્યાન નિષ્ફળ છે, તે કારણથી અપેક્ષા ભાવપ્રત્યાખ્યાનમાં વિનરૂપ છે. તેથી અપેક્ષા પ્રત્યાખ્યાનના વિષયમાં અથવા જૈનશાસનમાં નિંદાયેલી છે. (૩) अविधेर्भावप्रत्याख्यानविघ्नतामाहयथैवाविधिना लोके, न विद्याग्रहणादि यत् । विपर्ययफलत्वेन, तथेदमपि भाव्यताम् ॥४॥ वृत्तिः- यथैव' येनैव प्रकारेण, 'अविधिना' अविधानेन प्रसिद्धेन, 'लोके' सामान्यजने, 'विद्याग्रहणादि' विद्यामन्त्रोपादानादि, 'यत्' किमपि, नशब्दस्यह दर्शनात्तदित्यस्य च गम्यमानत्वान्न नैव तद्विद्याग्रहणादिकं भवति, स्वस्वभावं न लभत इत्यर्थः । कथमित्याह- विपर्ययेण वाञ्छितफलविपर्यासेन, फलं यस्य तत् 'विपर्ययफलम्,' तद्भावस्तत्त्वम्, तेन मरणादिफलत्वेनेत्यर्थः । दार्टान्तिकयोजनामाह- 'तथा' तेनैव प्रकारेण, अप्रत्याख्यानत्वेनेत्यर्थः, 'इदमपि' अविधिकृतप्रत्याख्यानमपि, 'भाव्यता' निरूप्यतामिति । प्रयोगश्चैवम्- अविधिप्रत्याख्यानमप्रत्याख्यानमेव, विपर्ययफलत्वात्, यद्यद्विपर्ययफलं तत्तन्न भवति अवि
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy