SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (12 ચમચીના સહારે સમુદ્ર ઉલેચવાની ચેષ્ટા હાસ્યાસ્પદ છે. થર્મોમીટરની સહાયથી ટાટાની ભઠ્ઠીની ઉષ્ણતા માપવામાં મૂર્ખાઇ છે, ઘડિયાળના કાંટાથી પ્રકાશની ઝડપનોંધવાની પ્રવૃત્તિ મશ્કરીનું સ્થાન બને છે. તેમ અલ્પબુદ્ધિના સાથથી સરસ્વતીપુત્ર મહોપાધ્યાય યશોવિજય મહારાજના ગ્રંથોના તાત્પર્યને પ્રસ્તાવિત કરવાની મારી ચેષ્ટા ઉપહાસજનક બને, તે શક્ય જ છે. છતાં પણ, “પ્રતિભાશતક' ગ્રંથનું વારંવાર અધ્યયન, પરિશીલન, મનન અને કાંઇક નિદિધ્યાસન થયું હોઇ, એ ગ્રંથઅંગે કાંઇક માહિતી રજૂ કરવાની લાલચ રોકી શકાતી નથી, કારણ કે અંતે તો વૈદ્ધક્તિરેવ.. મૂરખને પણ મુખર બનાવી શકે છે. લઘુહરિભદ્ર મહોપાધ્યાયજીની કુશાગ્રબુદ્ધિ, કસાયેલી કલમ અને પરમાત્માની પ્રતિમાઅંગેનો પ્રિય વિષય-આ ત્રણના સુમેળ સંગમથી આલેખાયેલો આ ગ્રંથ એક પ્રકરણ માત્ર ન રહેતા માહિતીઓના ખજાનાથી ભરેલો “એનસાઇક્લોપેડીયા (Encylopedia) બની ગયો છે. આ ગ્રંથ માત્ર રેફરન્સ બુક નથી, પણ જિનશાસનના રહસ્યને પામવાનું પાઠ્યપુસ્તક બન્યો છે. આ ગ્રંથને કયા એંગલથી મૂલવવોતે નિર્ણય કરવો કપરું કાર્ય બની ગયું છે. જિનપ્રતિમાની પૂજ્યતા સાબિત કરવા રચાયેલો આ ગ્રંથ વાદગ્રંથ છે કે કાવ્યગ્રંથ? ન્યાયપ્રધાન છે કે અલંકાપ્રધાન છે? તર્કપ્રધાન છે કે આગમપ્રધાન છે? ભક્તિપ્રધાન છે કે ધ્યાન-યોગપ્રધાન છે? તેનો નિર્ણય સુજ્ઞવાચકોપર છોડી દેવામાં જ મારી આબરુ ટકી રહે તેમ છે. તેથી જ ભુખ્યાને જેમ સામે પીરસેલા બત્રીશ પકવાન્નના થાળમાંથી કઇ વાનગીને પ્રથમ ન્યાય આપવો? તે અંગે મુંઝવણ થાય, તેમ મને પણ આ ગ્રંથના કયા કયા અંશને પ્રથમ રજુ કરવો તે અંગે મુંઝવણ ઊભી થઇ છે. છતાં ન્યાયવિશારદ ગ્રંથકારના ગ્રંથરચનાઅંગેના મુખ્ય આશયને નજરમાં લઇ, તેઓએ જિનપ્રતિમાની પૂજ્યતાઅંગે રજુ કરેલા મુદ્દાઓ પર જ પ્રથમ નજર નાખવી ઉચિત ગણાશે... (૧) પ્રથમ મુદ્દામાં અનેકવિધ છણાવટોદ્વારા જિનશાસ્ત્રમાન્ય ચારે નિક્ષેપાની તુલ્યતા સિદ્ધ કરી છે અને સ્થાપના નિક્ષેપારૂપ જિનબિંબની વંદનીયતા ઘોષિત કરી છે. (૨) બીજો મુદ્દો છે “શિષ્ટ ગણાતા ચારણઋષિઓ અને સમ્યગ્દષ્ટિ દેવો જિનપ્રતિમાને નમવાનું ચૂક્યા નથી તેથી ન્યાયાચાર્યની કિંમતી સલાહ છે કે જો જન્મ પાવન કરવો હોય અને શિષ્ટોના વર્તુળમાં પ્રવેશ પામવો હોય, તો પ્રતિમામાં પરમાત્માના દર્શન કરી પોકાર કરવો જોઇએ જન્મ પાવન આજ મારો નિરખીયો તુજ નૂર...” (૩) ત્રીજા મુદ્દામાં તર્કકર્કશ દલીલ એ જ છે “જે દોષયુક્ત હોય તેનો અમુક અપવાદ છોડી સ્પષ્ટ નિષેધ થવો જોઇએ. પણ પ્રતિમાની પૂજાઆદિ અંગે નિષેધનું નામ પણ મળતું નથી. તેથી જિનપ્રતિમા અનિષેધન્યાયે પૂજ્ય જ છે.” (૪) તર્કસમ્રાટના ભાથામાંથી છુટેલુચોથું તર્કબાણ “સાધુઓને પણ દ્રવ્યસ્તવ અનુમોદનીય છે. એવા લક્ષ્યપર આબાદ પહોંચી જાય છે. (૫) કુશળ ઉપાધ્યાયજીની કસાયેલી કલમે આલેખાયેલા પાંચમાં મુદ્દાનો ધ્વનિ છે “કાષ્ઠ અનેકટુઓષધની તુલનાથીદ્રવ્યસ્તવ શ્રદ્ધેય છે.' (૬) બુદ્ધિમાન સલાહકારની ભૂમિકા અદા કરતા વિદ્યાભૂષણ ઉપાધ્યાયજી છઠા મુદ્દામાં દ્રવ્યસ્તવના બહુવિધ લાભોની સુંદર રજુઆત કરે છે. અને દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ તરીકે જાહેર કરે છે. (૭) સાતમા મુદ્દાનો આવિષ્કાર કરતા સિદ્ધાંતવિદ્ ઉપાધ્યાયજી જિનપ્રતિમામાં રહેલા ભાવઆપત્તિનિવારકગુણને અભિવ્યક્ત કરે છે. (૮) “શ્રેષ્ઠની અપેક્ષાએ જ શ્રેષ્ઠતમની પ્રશંસા યોગ્ય ગણાય' આ સૂક્ષ્મ લોજિકના સહારે જિનપ્રતિમાની શ્રેષ્ઠતાની સિદ્ધિ કરવામાં સરસ્વતીના લાડલા ઉપાધ્યાયજીએ પ્રાપ્ત કરેલી સફળતા આઠમા મુદ્દાનો સાર છે. (૯) વાદિગજકેસરી ઉપાધ્યાયજીએ અંગઘર્ષણન્યાયથીદ્રવ્યસ્તવની મહત્તા ન્યાયપૂર્ણઠેરવી છે નવમા મુદ્દામાં. (૧૦) શ્રતની સુંદર સેવા કરી વૈયાવચ્ચી બનેલા ઉપાધ્યાયજીએ દશમા મુદ્દામાં ભક્તિની વૈયાવચ્ચરૂપે ઉદ્ઘોષણા કરી છે. (૧૧) અહિંસાના પરમ ઉપાસક
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy