SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ i3. ઉપાધ્યાયજીએ અગિયારમા મુદ્દામાં સ્પષ્ટતા કરી છે કે “કુશાસ્ત્રીય હિંસાઓ જ ધર્માર્થહિંસાના લેબલવાળી છે, નહિ કે જિનશાસનમાન્ય પ્રવૃત્તિઓ.” (૧૨) બારમા મુદ્દામાં કૂપદષ્ટાંતના વિવરણથી દ્રવ્યસ્તવના ગુણ ગાયા છે. (૧૩) તેરમો મુદ્દો “જિનપૂજા અર્થદંડરૂપ નથી' તેવા તીક્ષ્ણ તકને આગળ કરે છે. તર્કબાણોથી પ્રતિમાલોપકોની માન્યતાને છિન્ન ભિન્ન કર્યા પછીદ્રવ્યસ્તવની સિદ્ધિ અંગે એક પછી એક આગમ-પ્રકરણ પાઠોનો ધોધ વહેવડાવી દીધો છે. અને પોતાના વિજયમહેલના શિખરરૂપે આખુને આખું “સ્તવપરીણા” અધ્યયન ગોઠવી દીધું છે. સિદ્ધાંતનિષ્ઠ ઉપાધ્યાયજીએ આમ પ્રતિમાલોપક મલને પછાડ્યા બાદ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના મતનું ખંડન કર્યું છે. ઉપાધ્યાયધર્મસાગરજીનોમત-વિધિકારિતસ્વગચ્છીય પ્રતિમાજ વંદનીય છે, જેમકે સ્વગચ્છનો સાધુ. વર્તમાનકાલે વિધિની દુર્લભતા તથા સાધુ અને પ્રતિમામાં રહેલા ભેદનો નિર્દેશ કરી એ મતના ફુરચે ફૂરચા ઊડાવવામાં શાસનસંરક્ષક ઉપાધ્યાયજી કામયાબ નીવડ્યા છે. ત્યારબાદ વારો આવ્યો પાર્જચંદ્રમતનો. પાર્જચંદ્રમત-છપુરુષોના નિર્દેશસાથે પાર્શ્વગંઢેદ્રવ્યસ્તવનેશુભાશુભમિશ્રરૂપે દર્શાવ્યો. આગમાર્થનિષ્ણાત ઉપાધ્યાયજીએ સૂત્રકૃતાંગના “પુરુષવિજય’ અધ્યયનના સહારે અને ભાવ તથા ક્રિયાના ચાર વિકલ્પોના સાથથી આ મતની હવા કાઢી નાખી છે. છેલ્લે છેલ્લે ‘દ્રવ્યસ્તવ માત્ર પુણ્યરૂપ છે પણ ધર્મરૂપ નથી.' એવી બિનપાયાદાર માન્યતાનો પૂજાની ચારિત્ર સાથે તુલના કરી રકાસ કર્યો છે. આમ આ ગ્રંથમાં મુખ્ય ચાર વાદસ્થાનો છે (૧) પ્રતિમાની પૂજ્યતા (૨) શું વિધિકારિત પ્રતિમાની જ પૂજ્યતા છે? (૩) શું દ્રવ્યસ્તવમાં શુભાશુભમિશ્રતા છે? અને (૪) દ્રવ્યસ્તવ પુણ્યરૂપ કે ધર્મરૂપ છે? આ ઉપરાંત (૧) મૈયાયિક - મીસાંસકમતમાન્ય દેવતાના સ્વરૂપનું ખંડન કર્યું છે. (૨) સૂત્રકૃતાંગમાં હિંસાના સ્વરૂપઅંગે બૌદ્ધમતનું ખંડન છે. તેનો અક્ષરશઃ ઉદ્ધાર કર્યો છે. (૩) સ્તવપરીક્ષામાં વિસ્તારથી વેદના વચનને અને યાગીય હિંસાના સિદ્ધાંતને હણી નાખ્યા છે. અને (૪) પ્રતિષ્ઠા એટલે શું? એઅંગે પરમતખંડન કર્યું ઉપાધ્યાયજીની મૌલિક પ્રતિભા - ઉપાધ્યાયજી મહારાજે ઘણા સ્થળે પોતાની મૌલિક પ્રતિભાની ઝાંખી કરાવી છે, ખાસ કરીને વિસ્તૃત આગમપાઠો આપ્યા બાદ પ્રતિમાલાપક વગેરે જ્યારે તે પાકોમાં પણ દૂધમાંથી પોરા કાઢવાની ચેષ્ટા કરે છે, ત્યારે ઉપાધ્યાયજીનું આગવું વ્યક્તિત્વ આપણી નજરસમક્ષ ખડું થાય છે, જેમકે ચારણકૃત જિનવંદનાસ્થળે (૧) પ્રતિમાને નમસ્કાર સ્વેચ્છાથી કે નહિ? (૨) ચૈત્યવંદનનો અર્થ શો? (૩) “આલોચના કૃત્યઅકરણઅંગે કે અકૃત્યકરણઅંગે ચર્ચા. ચમરેન્દ્રના ઉત્પાતના સાક્ષીપાઠમાં શક્રના ઉપક્રમ અને ઉપસંહારમાં ભિન્નતાનું કારણ શું? તથા ચમરેન્દ્ર મહાવીરસ્વામીનું જ કેમ શરણ સ્વીકાર્યું વગેરે સ્થાનો. આમૌલિકપ્રતિભાનો ઉભારકૂપદષ્ટાંતપ્રકરણમાં ટોંચ પર પહોંચ્યો છે. “કૂપદષ્ટાંતસ્થળે પૂ. અભયદેવસૂરિ મહારાજના મતનું અને અન્યમતનું વિવરણ કરી પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે. અભયદેવસૂરિના મતે કૂપદષ્ટાંતનું તાત્પર્ય - ખોદવાની ક્રિયાની જેમ તથા સંયતને અશુદ્ધ દાનની જેમ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy