SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરનિમ નં...” તથા પૂર્વે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અચિંત્ય પ્રભાવથી જરાસંઘની જરા નિષ્ફળ ગઇ' ઇત્યાદિ અનુભવોને સાંભળવા છતાં તથા વર્તમાનમાં પણ પ્રતિમાના આલંબનથી અનેક ભવિકોએ અનુભવેલા અનેક અચિંત્ય પ્રભાવો જોવા, સાંભળવા અને વાંચવા છતાં, જેઓ માત્ર કદાગ્રહથી પ્રતિમાની મહત્તાને સ્વીકારતા નથી, તેઓને જોઇ આ વાક્ય યાદ આવી જાય છે – 'man has a more liking his mental children than even physical ones.' “માણસ પોતાના શારીરિક દેખાતા બાળકો કરતાં પણ પોતાના માનસિક બાળકોને-માનસિક-કલ્પનાઓને-મનોમન બાંધેલા સિદ્ધાંતોને-પકડેલા આગ્રહોને વધુ ચાહે છે.” જ સરદારજીના નાક પર વારંવાર માખી બેસે. વારંવાર ઊડાડવા છતાં ફરી ફરી ત્યાં આવી બેસે. અંતે કંટાળી ગુસ્સે થયેલા સરદારજીએ ચપ્પ હાથમાં લીધું. માખી જેવી નાકપર બેસીને સીધો જ ચપ્પનો ઘા કર્યો. માખી ઊડી ગઇ. નાક કપાઇ ગયું. સરદારજી બોલી ઉઠ્યાં “અચ્છા હુઆ ! અડ્ડા હી ઊડા દીયા.. અબ બેઠંગી કેસે !” જિનપ્રતિમાપૂજાના વિરોધીઓ સરદારજીતુલ્ય નથી લાગતા? મુખની શોભા જેમ નાક છે, તેમ શ્રાવકધર્મની શોભા જિનપૂજા છે. દેખાતી હિંસા કે અવિધિવગેરે માખી તુલ્ય છે. જીવનભર અનેક સાવદ્યમાં ગળાડૂબ પણ જિનપૂજામાં હિંસાથી ત્રાસી જવાનો ડોળ કરી પ્રતિમાલોપકોએ પ્રતિમા અને પ્રતિમાપૂજા જ ઊડાડી દીધી. જાણે કે ગળે થતાં ગૂમડાના ત્રાસથી બચવા ગળું જ ઊડાડી દીધું. અને દોષના સ્થાનોને દૂર કર્યાનો આનંદ માણવા લાગ્યા. પોતાને સાચા અહિંસક અને ધર્મી ગણવા લાગ્યા. પણ પૈસો બચાવવા જતાં રૂપિયો પણ ગુમાવ્યો, તેનું ભાન ભૂલી ગયા. પૂજામાં થતી હિંસાને જયણાથી અલ્પ અને ભક્તિના ભાવથી હેતુ અને અનુબંધ વિનાની કરી શકાતી હતી. તેમ કરવાને બદલે પૂજાધર્મને જ મૂળથી ઊડાડવામાં કેટલું બધું નુકસાન થયું? તે વિચારો.. પ્રતિમાના આલંબને ભક્તિથી ભાવવિભોર બનેલા કવિઓ સાક્ષાત્ પરમાત્માના સામીપ્યની અનુભૂતિ કરી પોકારી ઊઠે છે... “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહસું પ્રબળ પ્રતિબંધ લાગો” કે “હમ મગન ભયે પ્રભુધ્યાનમેં... ચિદાનંદકી મોજ મચી છે સમતારસકે પાનમેં તેથી જ પ્રતિમાના ગુણ ગાતા કહ્યું. “સર્જનનયન સુધારસભંજન, દુર્જન રવિ ભરણી...તુજ મૂરતિ નીરખે સો પાવે, સુખ સલીલ ઘણી. અથવા કલિકાળનું ઝેર ઉતારનારા તરીકે તેનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી' એમ કવિએ કહ્યું. જિનાગમ અને જિનબિંબની પ્રાપ્તિથી પાગલ બનેલા કવિ મયૂરે ટહુકો કર્યો “મારે તો સુષમાથી દુષમા અવસર પુણ્યનિધાનજી...” આવી રીતે ગવાયેલી જે પ્રતિમા સાક્ષાત્ પરમાત્માની હાજરી મહેસુસ કરાવતી હોય, અરે ! જાણે પોતે જ પરમાત્મભાવને ધારણ કરતી હોય, તે પ્રતિમા શા માટે ઉપાસ્ય નહિ? પ્રતિમાપૂજનનું ફળ તત્ત્વાર્થકારે ચિત્તસમાધિ બતાવી છે. અધ્યાત્મનિષ્ઠ આનંદઘનજીએ ચિત્તપ્રસસિરે પૂજનફળ કહ્યું એમ દર્શાવ્યું છે. “ઉપસર્ગીક ક્ષયં યાન્તિ’ ઉપસર્ગોને દૂર કરનારી, વિદનવેલડીઓનો વિચ્છેદ કરનારી, મનને પ્રસન્નતાથી ભરી દેનારી જિનપૂજા જ આ કાળની મુખ્ય જરૂરિયાત છે, એમાં પણ જ્યારે “અફવા” “મંદી’ “અછત “મોંઘવારી' “ફગાવો' બેકારી' ઇત્યાદિ અનેક નામે અસ્વસ્થતા પોતાનું એકચક્રી શાસન જમાવવા મથી રહી છે, ત્યારે તો ખાસ.. શુભઆલંબનમાટે જિનપ્રતિમાની મહત્તાને સમજીને જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પ્રતિમાશતક ગ્રંથની રચના કરી છે. ચાલો ત્યારે! સૌ પ્રથમ આ ગ્રંથનું વિહંગાવલોકન કરીએ......
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy